મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ કેન્સલ કર્યો


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-23 08:49:32

પત્રકારે વાતચીત દરમિયાન હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે અમેરિકી મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કરી દીધો હતો. આ ઘટના એવા સમયે બની છે જ્યારે ઈરાનમાં હિજાબ કાયદાનો ભારે વિરોધ થઈ રહ્યો છે.

રાષ્ટ્રપતિની રાહ જોતા બેઠેલા પત્રકાર

મહિલા પત્રકારે હિજાબ પહેરવાની ના પાડી, ઈરાનના રાષ્ટ્રપતિએ ઈન્ટરવ્યુ રદ કર્યો.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસીએ ગુરુવારે ઈરાનમાં હિજાબ કાયદા સામે ભારે વિરોધના સમયે, હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા પછી એક યુએસ મહિલા પત્રકાર સાથેનો ઈન્ટરવ્યુ રદ કર્યો હતો. થોડા દિવસો પહેલા એક મહિલાને હિજાબ એક્ટનો વિરોધ કરવા બદલ પોલીસ કસ્ટડીમાં લેવામાં આવી હતી, જ્યાં તેનું મૃત્યુ થયું હતું.

હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઇન્ટરવ્યુ રદ્દ

તમને જણાવી દઈએ કે સીએનએનના પત્રકાર ક્રિશ્ચિયન અમનપોરે હિજાબ પહેરવાનો ઇનકાર કર્યા બાદ ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાયસીનો નિર્ધારિત ઈન્ટરવ્યુ અચાનક રદ કરવામાં આવ્યો હતો. અમનપોરે ટ્વીટ કર્યું કે તેણીને હિજાબ પહેરવાનું કહેવામાં આવ્યું હતું, પરંતુ તેણીએ ઇનકાર કર્યા પછી ઇન્ટરવ્યુ રદ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે ઇન્ટરવ્યુ દરમિયાન રાષ્ટ્રપતિ સાથે દેશમાં થઈ રહેલા વિરોધ પ્રદર્શનો, જેમાં પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત સહિતની અનેક ઘટનાઓ વિશે ચર્ચા થવાની હતી. પોલીસ કસ્ટડીમાં મહિલાના મોત બાદ વિરોધ પ્રદર્શન દરમિયાન લોકો તેમના હિજાબ સળગાવી રહ્યા છે.

ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રાઈસી ફાઈલ તસવીર

Ebrahim Raisi Age, Wife, Biography & More » StarsUnfolded

સંયુક્ત રાષ્ટ્ર મહાસભા (UNGA) માટે ન્યૂયોર્કની મુલાકાત દરમિયાન, રાષ્ટ્રપતિ રાયસી યુએસમાં પ્રથમ મુલાકાત માટે જઈ રહ્યા હતા. ઇન્ટરવ્યુ માટે તમામ તૈયારીઓ કરી લેવામાં આવી હતી. તેણીએ કહ્યું કે તેણીએ ઇન્ટરવ્યુ માટે 40 મિનિટ રાહ જોઈ, પરંતુ રાષ્ટ્રપતિએ ઇન્ટરવ્યુ રદ કરી દીધો. તેમણે કહ્યું કે લગભગ 40 મિનિટ પછી રાષ્ટ્રપતિની બાજુથી એક વ્યક્તિ આવ્યો અને તેમને હિજાબ પહેરવાનું કહ્યું, જેને પત્રકારે ના પાડી. જે બાદ ઈન્ટરવ્યુ રદ્દ કરવામાં આવ્યો હતો.

ઈરાનમાં હિજાબ કાયદા વિરુદ્ધ પ્રદર્શન ચાલુ છે

પત્રકારે ટ્વીટ કર્યું, 'અંતમાં ઈન્ટરવ્યૂ ન થયો. ઈરાનમાં વિરોધ પ્રદર્શન ચાલુ છે અને લોકોની હત્યા થઈ રહી છે, ત્યારે રાષ્ટ્રપતિ રાયસી સાથે વાત કરવાની આ એક મહત્વપૂર્ણ ક્ષણ હશે. ઈરાનમાં હજારો લોકો હિજાબ કાયદાનો વિરોધ કરી રહ્યા છે. પ્રદર્શનકારીઓ વિવિધ સ્થળોએ વાહનોને આગ લગાવી રહ્યા છે અને સરકાર વિરોધી સૂત્રોચ્ચાર કરી રહ્યા છે. તાજેતરમાં જ પોલીસ કસ્ટડીમાં એક મહિલા પ્રદર્શનકારીના મોત બાદ લોકોમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે