FIFA વર્લ્ડ કપ : પેનલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને હરાવી અર્જેન્ટિનાએ રચ્યો ઈતિહાસ


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2022-12-19 12:13:06

FIFA વર્લ્ડ કપ 2022માં આર્જેન્ટિના વિજેતા બની છે. ફ્રાંસ સાથે રમાયેલી ફાઈનલ મેચમાં પેનલ્ટી શૂટઆઉટમાં 4-2થી હરાવીને અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પીયન બન્યું છે. છેલ્લા એક મહિનાથી ફીફા વર્લ્ડ કપ રમાઈ રહ્યો હતો. અર્જેન્ટિનાના સ્ટાર ખેલાડી લિયોનેલ મેસીએ એકસ્ટ્રા ટાઈમમાં ગોલ કરી 3-2થી સરસાઈ અપાવી અને તે બાદ એમ્બાપેએ પેનલ્ટી કિકથી ગોલ કરી સ્કોર 3-3 કરી દીધો હતો. 

આર્જેન્ટિનાના પ્લેયર્સે વર્લ્ડ કપ જીત્યા પછી ગ્રાઉન્ડ પર ઉજવણી કરી હતી.

કતારમાં પણ ભારતીય મૂળના લોકોએ ફાઈનલ જોવા પહોંચ્યા હતા, અને મેસ્સીની ટીમ આર્જેન્ટિનાને સપોર્ટ કર્યા હતા.

36 વર્ષ બાદ વર્લ્ડ ચેમ્પિયન બન્યું અર્જેન્ટિના

36 વર્ષ પછી અર્જેન્ટિના વર્લ્ડ ચેમ્પિયન બન્યું છે. 120 મિનીટ સુધી આ મેચ ચાલી હતી. 120 મિનીટનો સમય એકદમ રોમાંચિત રહ્યો હતો. આર્જેન્ટિના ટીમમાં સામેલ મેસીએ જાદૂ ચલાવ્યો હતો.  અંતિમ ક્ષણ સુધીએ જાણવું મુશ્કીલ હતું કે આ મેચ કોણ જીતશે. પરંતુ અંતિમ ક્ષણે પેનલ્ટી શૂટઆઉટ દ્વારા આ મેચ જીતવામાં અર્જેન્ટિનાને સફળતા મળી. પેનેલ્ટી શૂટઆઉટમાં ફ્રાંસને 4-2થી માત આપી હતી. આ જીત થવાની સાથે અર્જેન્ટિના ત્રીજી વખત વર્લ્ડ ચેમ્પિયન બની છે. અર્જેન્ટિનાને ઈનામ તરીકે 348 કરોડ આપવામાં આવશે જ્યારે ફ્રાંસને 247 કરોડ આપવામાં આવશે.  

Image

વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગું છું - મેસી  

મેસીએ આ મેચ બાદ સંન્યાસ લેવાનું એલાન કર્યું હતું. તેમણે જાહેરાત કરતા કહ્યું હતું કે આ ટૂર્નામેન્ટ તેમનો છેલ્લો વર્લ્ડ કપ હશે. અને આ ફાઈનલ તેમના ઈન્ટરનેશનલ કરિયરની છેલ્લા મેચ હશે. પરંતુ ફિફા કપ જીત્યા બાદ મેસીએ પોતાના વિચારને બદલવાનો નિર્ણય કર્યો છે. મેસીએ કહ્યું કે તે હજૂ પણ વિશ્વ ચેમ્પિયન તરીકે થોડા સમય માટે મેચ રમવા માગે છે.     



નિલેશ કુંભાણી અચાનક જ ગાયબ થઇ ગયા હતા. જો કે ગુજરાતમાં ચૂંટણી પુરી થઇ ગઇ છે અને રાજકીય માહોલ થોડો શાંત થઇ ગયો છે પણ છેલ્લા 22 દિવસથી હજું પણ નિલેશ કુંભાણી લાપતા છે. ગુજરાત પ્રદેશ યુથ કોંગ્રેસના નેતાએ સોશિયલ મીડિયામાં આડકતરી રીતે કુંભાણીનું નામ લીધા વગર પોસ્ટ કરી છે.

વીજળીના કડાકા ભડાકા સાથે અનેક વિસ્તારોમાં કમોસમી વરસાદ થશે તેવું અનુમાન હવામાન વિભાગ દ્વારા કરવામાં આવ્યું છે.. મહત્વનું છે કે આકરી ગરમી પડવાને કારણે લોકો ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. ગરમીથી ક્યારે રાહત મળશે તેવા પ્રશ્નો લોકોને થઈ રહ્યા છે..

ગુજરાતમાં લોકસભા ચૂંટણી પૂર્ણ થઈ ગઈ છે.. ચૂંટણી દરમિયાન અનેક બેઠકો એવી હતી જેની ચર્ચા થતી રહેતી હતી અવાર નવાર.. તેમાંની એક બેઠક છે ભરૂચ લોકસભા બેઠક.. ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપવામાં આવી હતી અને ભાજપે મનસુખ વસાવાને રિપીટ કર્યા છે..

ભાજપમાં જાણે કોંગ્રેસીકરણ થઈ ગયું હોય તેવું લાગી રહ્યું છે... ભાજપમાં થઈ રહેલા કોંગ્રેસીકરણને કારણે ભાજપમાં અંદરોઅંદર ડખા શરૂ થઈ ગયા હોય તેવું લાગે છે.. ભાજપના નેતમાં નારાજગી જોવા મળી રહી છે...નારણ કાછડિયા જાણે પક્ષથી નારાજ હોય તેવું લાગી રહ્યું છે