નવા સંસદ ભવનના ઉદઘાટનથી ગદગદ થયા ફિલ્મ સ્ટાર્સ, PM મોદી પર કરી અભિનંદન વર્ષા


  • Published By :
  • Published Date : 2023-05-28 12:09:44

PM નરેન્દ્ર મોદીએ આજે 28 મે 2023ના રોજ દેશના નવા સંસદ ભવનનું ઉદ્ઘાટન કર્યું હતું. આ ઐતિહાસિક ઘટનાને લઈ ઇન્ટરટેનમેન્ટ ઇન્ડસ્ટ્રીનું રિએક્શન પણ સામે આવી રહ્યું છે. ફિલ્મ ઈન્ડસ્ટ્રીઝના મોટા ગજાના કલાકારો પીએમ મોદીની આ પહેલ પર અભિનંદન આપી રહ્યાં છે. સાઉથના સુપરસ્ટાર રજનીકાંતથી માંડીને  SRK,અક્ષય કુમાર, અનુપમ ખેર અને કમલ હસને સોશિયલ મીડિયાના માધ્યમથી નવા સંસદભવન અંગે તેમની પ્રતિક્રિયાઓ આપી છે. એકટર અને નેતા કમલ હસન ને રાજકીય પાર્ટીઓને તેમના મતભેદ થોડા સમય માટે ભૂલાવીનેનવા સંસદ ભવનનું રાષ્ટ્રીય ઉદ્ઘાટન કાર્યક્રમનું બહિષ્કાર કરવાના નિર્ણય પર પુનર્વિચાર  કરવા અને તેને રાષ્ટ્રિય એકતાનો અવસર બનાવવાની આપીલ કરી છે.


નવા સંસદ ભવન પર રજનીકાંતે શું કહ્યું?


રજનીકાંતે શનિવારે ટ્વિટર પર વડાપ્રધાન નરેન્દ્ર મોદીને શુભેચ્છા પાઠવી હતી અને ટ્વીટ કર્યું હતું કે, 'રાજદંડ', જે તમિલ શક્તિનું પરંપરાગત પ્રતીક છે, ભારતના નવા સંસદ ભવનમાં ચમકશે. માનનીય PM @narendramodiનો આભાર કે જેમણે તમિલોને ગૌરવ અપાવ્યું છે. હાર્દિક અભિનંદન અને આભાર.'




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે