ફૂટબોલના જાદુગર પેલેનું 82 વર્ષની વયે નિધન, આંતરડાના કેન્સર સામે ઝઝુમ્યા બાદ અંતિમ શ્વાસ લીધો


  • Published By :
  • Published Date : 2022-12-30 17:22:25

બ્રાઝિલના વિશ્વ વિખ્યાત ફુટબોલ ખેલાડી પેલેનું 82 વર્ષની વયે નિધન થયું છે. આંતરડાના કેન્સર સામે લાંબી લડાઈ બાદ 82 વર્ષની વયે તેમણે સાઓ પાઉલોની હોસ્પિટલમાં પેલેએ અંતિમ શ્વાસ લીધો હતો. જગવિખ્યાત ખેલાડી પેલે 'ગેસોલિના', 'ધ બ્લેક પર્લ' અને 'ઓ રે',ધ ફુટબોલ કિંગ જેવા નામથી પણ ઓળખાતા હતા.પેલેનું આખુ નામ એન્ડરસન એરંટેસ ડો નાસિમેંટો હતું.


પેલેનું બાળપણ ગરીબીમાં વિત્યું


પેલેનો જન્મ 23 ઓક્ટોબર 1940ના દિવસે બ્રાઝિલના મિનાસ ગેરાઈસ શહેરમાં થયો હતો.ગરીબીના કારણે ફુટબોલ કિટ ખરીદવા માટે બુટ પોલીશ પણ કરી હતી. ગરીબી એટલી બધી હતી કે પેલે બાળપણમાં સાઓ પાઉલોના માર્ગો પર અખબારોની પસ્તીનો દડો બનાવી ફુટબોલ રમતા હતા.


પેલેની ફુટબોલ કારકિર્દી


પેલે 11 વર્ષની વયે સાંતોસ ક્લબમાં જોડાયા અને પછી બ્રાઝીલની રાષ્ટ્રીય ટીમ માટે ફુટબોલ મેચો રમી મહાન ખેલાડી બન્યા. પેલેએ બ્રાઝિલ માટે 114 મેચોમાં 95 ગોલ કર્યા હતા, પેલેએ તેમના ફૂટબોલ કેરિયર દરમિયાન  કુલ ચાર ફુટબોલ વિશ્વ કપ મેચ રમ્યા અને તેમાંથી ત્રણ વાર વર્લ્ડ ચેમ્પિયન બન્યા હતા. પેલેની રમતમાં બ્રાઝીલના જગવિખ્યાત સાંબા ડાન્સની ઝલક જોવા મળતી હતી. તેમની લોકપ્રિયતા એટલી બધી હતી કે યુરોપની તમામ ફૂટબોલ ક્લબો તેમને ખરીદવા પડાપડી કરવા લાગી હતી. અંતે બ્રાઝિલની સરકારે વચ્ચે દખલ કરી તેમને રાષ્ટ્રિય સંપત્તી (National Asset) જાહેર કરવામાં આવ્યા હતા. પેલેની પીળા રંગની 10 નંબરની જર્સી ફુટબોલ ચાહકોમાં આજે પણ લોકપ્રિય છે.


પેલે માટે નાઈજીરીયામાં યુધ્ધવિરામ


પેલેની ખ્યાતી એવી હતી કે તે લાગોસમાં પ્રદર્શન મેચ રમી શકે તે માટે 1967માં નાઈજીરિયામાં 48 કલાકમાં ગૃહયુધ્ધ વિરાની જાહેરાત કરાઈ હતી. 




લોકસભાની ચૂંટણીમાં પક્ષવિરોધી પ્રવૃત્તિ કરનારા સૌરાષ્ટના ત્રણ નેતાઓને પક્ષમાંથી હાંકી કાઢવા માટે રજૂઆત કરવામાં આવી છે. ચૂંટણીના ઉમેદવારોની પ્રદેશ નેતાગીરીને આ મામલે રજૂઆત કરાઈ છે. ત્યારે ભાજપ ગમે ત્યારે આ મામલે એક્શન લઈ શકે છે....

આવનાર દિવસોમાં આ તાપમાનનો પારો વધી શકે છે તેવી આગાહી હવામાન નિષ્ણાત દ્વારા કરવામાં આવી રહી છે... ફરી એક વખત ગરમીનો અહેસાસ કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી પરેશ ગોસ્વામી દ્વારા કરવામાં આવી છે..

થોડા સમય પહેલા અમદાવાદ ક્રાઈમ બ્રાન્ચના પ્રાંગણમાં ડો. વૈશાલી જોશીએ આત્મહત્યા કરી પોતાનું જીવન ટૂંકાવી લીધું હતું. આ કેસમાં એક મોટી અપડેટ સામે આવી છે જે મુજબ પીઆઈ ખાચરે આગોતરા જામીન માટે કોર્ટમાં અરજી કરી હતી અને કોર્ટે તે અરજીને ફગાવી દીધી છે

ગુજરાતીમાં આપણે ત્યાં અલગ અલગ સંબોધો માટે અલગ અલગ ઉપમા હોય છે પરંતુ ઈન્ગલિશમાં દરેક માટે એક જ શબ્દ વપરાય છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના - બધુ તણાઈ ગયું.