દિલ્હી MCD ચૂંટણી માટે ભાજપે કર્યો 180 સીટનો દાવો જ્યારે આપે કર્યો 230 સીટ જીતવાનો દાવો


  • Published By :
  • Published Date : 2022-11-29 08:04:27

દિલ્હીમાં MCD ચૂંટણી યોજાવાની છે. દિલ્હીની ચૂંટણી જીતવા દરેક પાર્ટી તનતોડ મહેનત કરી રહ્યા છે. આમ આદમી પાર્ટી અને ભાજપ પ્રચારમાં એડીચોટીનું જોર લગાવી રહી છે. ત્યારે આમ આદમી પાર્ટીએ દાવો કર્યો કે આ ચૂંટણીમાં 230 સીટ આવાની છે. જ્યારે દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે.

દિલ્હીમાં MCD ચૂંટણીમાં આપ 230 સીટ જીતશે - રાઘવ ચઢ્ઢા 

ગુજરાતમાં વિધાનસભા ચૂંટણી યોજાવાની છે. તેની સાથે સાથે દિલ્હીમાં MCD ચૂંટણી પણ યોજાવાની છે. ચૂંટણીને લઈ ભાજપ અને આમ આદમી પાર્ટી વચ્ચે આરોપ-પ્રતિઆરોપ લાગતા રહે છે. ઉપરાંત પોતાની પાર્ટીને કેટલી સીટો મળશે તે અંગે પણ દાવો કરતા હોય છે. ત્યારે રવિવારે રાજ્યસભાના સાંસદ રાઘવ ચઢ્ઢાએ દિલ્હીની ચૂંટણીને લઈ દાવો કર્યો કે આ વખતે આમ આદમી પાર્ટીને 250 સીટમાંથી 230 સીટ મળવાની છે. રાઘવ ચઢ્ઢાએ કહ્યું કે દિલ્હી સરકારની જેમ એમસીડીમાં પણ આમ આદમી પાર્ટીની જીત થશે. 4 ડિસેમ્બરે દિલ્હી વાસીઓ ઝાડુને વોટ આપી ન માત્ર કચરો સાફ કરશે ઉપરાંત ભાજપના નેતાઓમાં રહેલા કચરાને પણ સાફ કરશે.

Raghav Chadha Biography: Birth, Age, Family, Education, Career, Net Worth,  and More about Delhi MLA

ભાજપે ચૂંટણીમાં 180 સીટથી વધુ સીટ મેળવવાનો કર્યો દાવો 

રાઘવ ચઢ્ઢાની વાત પર ભાજપે વળતો જવાબ આપ્યો છે. દિલ્હી પ્રદેશના ભાજપ અધ્યક્ષે કહ્યું કે આ ચૂંટણીમાં ભાજપે કહ્યું કે તેની 180 સીટોથી વધારે આવવાની છે. આપ પર પ્રહાર કરતા તેમણે કહ્યું કે આમ આદમી પાર્ટી કહે છે કંઈક અને કરે છે કંઈક. દિલ્હીમાં એવી એક ગલી નથી જ્યાં ભાજપ નથી પહોંચી. ત્યારે જોવું એ રહ્યું કે એમસીડી ચૂંટણીમાં કઈ પાર્ટીનો વિજય થાય છે. 

दिल्ली भाजपा अध्यक्ष आदेश गुप्ता



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે