બિઝનેશ મેગેઝીન ફોર્બ્સની યાદીમાં આ ત્રણ ભારતીય મહિલા ઉદ્યોગ સાહસિકો ઝળકી


  • Published By :
  • Published Date : 2022-11-08 21:39:15

વિશ્વ વિખ્યાત બિઝનેશ મેગેઝીન ફોર્બ્સે તેના નવેમ્બરના અંકમાં એશિયાની 20 મહિલા ઉદ્યોગ સાહસિકોની યાદી પ્રકાશિત કરી છે. આ 20 મહિલાઓમાં ત્રણ ભારતીય છે. આ યાદીમાં જેનો સમાવેશ થયો છે તેમાં (1) સ્ટીલ ઓથોરિટી ઓફ ઇન્ડિયાના ચેરપર્સન સોમા મંડલ, (2) એમક્યોર ફાર્માના ઇન્ડિયા બિઝનેસમાં એક્ઝિક્યુટિવ ડિરેક્ટર નમિતા થાપર અને (3) હોનાસા કન્ઝ્યુમરના કો-ફાઉન્ડર અને ચીફ ઇનોવેશન ઓફિસર ગજલ અલઘનો સમાવેશ થાય છે.

આ મહિલા ઉદ્યોગપતિઓની વિશેષતા શું છે?

ફોર્બ્સની યાદીમાં સામેલ આ મહિલા ઉદ્યોગપતિઓની સૌથી મોટી વિશિષ્ટતા એ છે કે તેમણે કોવિડ-19 મહામારી દરમિયાન ખુબ જ મુશ્કેલીનો સામનો કરીને પણ તેમના બિઝનેશને ટકાવી રાખ્યો હતો. કોરોના કાળમાં ખુબ જ વિપરીત પરિસ્થિતીમાં આ મહિલાઓએ તેમના ક્ષેત્રે વ્યવસાયિક સફળતા મેળવી હતી. આ યાદીમાં ભારત ઉપરાંત અન્ય 17 દેશો જેવા કે ઓસ્ટ્રેલિયા, ચીન, દક્ષિણ કોરિયા, ઈન્ડોનેશિયા, જાપાન, સિંગાપોર, તાઈવાન અને થાઈલેન્ડની મહિલા ઉદ્યોગ સાહસિકોનો સમાવેશ કરવામાં આવ્યો છે. આ મહિલાઓ રિયલ એસ્ટેટ, કન્સ્ટ્રક્સન, શિપિંગ, આઈ ટી, મેડિસિન સહિતના સેક્ટરમાં કામ કરી રહી છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.