ભારતમાં માત્ર વિદેશી યુનિવર્સિટીને ઓનલાઈન ક્લાસની જ મંજુરી, કેમ્પસ માટે UGCની પરવાનગી અનિવાર્ય


  • Published By :
  • Published Date : 2023-01-05 17:16:42

વિદેશી યુનિવર્સિટીઓ માટે યુજીસીએ ખાસ ગાઈડલાઈન્સ જાહેર કરી છે. યુજીસીના ચેરમેન એમ જગદીશ કુમારે આ ગુરૂવારે (5 જાન્યુઆરી 2022) ના દિવસે ઘોષણા કરી હતી કે ભારતમાં પોતાની શાખાઓ ખોલવા માટે તમામ વિદેશી યુનિવર્સિટીઝએ માત્ર ઓફલાઈન ક્લાસ સંચાલિત કરવાની મંજુરી આપી છે.


UGCની મંજુરીની અનિવાર્ય


યુજીસીના ચેરમેને જણાવ્યું કે કોઈ પણ વિદેશી યુનિવર્સિટીઝને મંજુરી વિના ભારતમાં પોતાનું કેમ્પસ ખોલવા દેવામાં આવશે. મંજુરીની શરતો પ્રમાણે શરૂઆતમાં 10 વર્ષ માટે પરવાનગી મળશે. જો કે તે નવમાં વર્ષે ફરી રીન્યુ કરી શકાશે. જો કે ઓનલાઈન ક્લાસ માટે મંજુરી મળશે નહીં. વિદેશી યુનિવર્સિટીઝ માત્ર ફિઝિકલ મોડમાં માત્ર ફુલટાઈમ કોર્સ જ રજુ કરી શકશે. જો કે તે માટે વિદેશી યુનિવર્સિટીએ તેની એન્ટ્રેસ્ટ એક્ઝામની પ્રક્રિયા સ્વતંત્ર રીતે આયોજીત કરવી પડશે. આ યુનિવર્સિટીઝએ તેમના શિક્ષણની ગુણવત્તા પણ મેઈન કેમ્પસ જેટલી જાળવવી પડશે. 


ફી માળખું પારદર્શક 


વિદેશી યુનિવર્સિટીઝ ફિ સ્ટ્રક્ચર જાતે જ નક્કી કરી શકે છે, પરંતુ યુનિવર્સિટીઝે તેની ફી પારદર્શક અને વ્યાજબી રાખવી પડશે. જો કે ફંડિગ સંબંધીત તમામ કેસ ફોરેન એક્સચેન્જ મેનેજમેન્ટ એક્ટ હેઠળ નિપટાવવામાં આવશે.આ અંગેની વધુ માહિતી જાન્યુઆરી 2023ના અંત સુધી નોટિફિકેશન જાહેર કરવામાં આવશે. 



ચૂંટણી જેમ જેમ નજીક આવી રહી છે તેમ તેમ નેતાઓ વાણી વિલાસ કરી રહ્યા હોય તેવું લાગી રહ્યું છે. પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનને કારણે એક વિવાદ શાંત નથી થયો ત્યારે ભાજપના વધુ એક નેતા દ્વારા બફાટ કરવામાં આવ્યો છે. ભૂપત ભાયાણીએ વિવાદાસ્પદ નિવેદન આપ્યું છે.

ગુજરાતમાં 7મેના રોજ મતદાન થવાનું છે.. મતદાન પહેલા રાજકીય પાર્ટી દ્વારા પ્રચાર કરવામાં આવી રહ્યો છે. ભાજપે થોડા સમય પહેલા સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરી દીધી હતી જ્યારે કોંગ્રેસે આજે યાદી જાહેર કરી છે. ત્યારે ગુજરાતમાં પ્રચાર કરવા માટે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને અમિત શાહ આવવાના છે..

ગુજરાતમાં 7મેના રોજ ચૂંટણી યોજાવાની છે. તે પહેલા કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકોના નામની યાદી જાહેર કરવામાં આવ્યા છે. તેમાં મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, પ્રિયંકા ગાંધી, રાહુલ ગાંધી, પરેશ ધાનાણી, અમિત ચાવડા સહિતના નામોનો સમાવેશ થાય છે.

ગુજરાતમાં પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજને લઈ આપવામાં આવેલા નિવેદન બાદ ક્ષત્રિય સમાજનો રોષ ભભૂકી ઉઠ્યો છે. ત્યારે ક્ષત્રિય સમાજને પરષોત્તમ રૂપાલાએ અપીલ કરી છે.