કર્ણાટકના પૂર્વમુખ્યમંત્રી જોડાયા કોંગ્રેસમાં, થોડા દિવસો પહેલા જગદીશ શેટ્ટરે ભાજપને કહ્યું હતું અલવિદા


  • Published By :
  • Published Date : 2023-04-17 11:16:21

2023માં અનેક રાજ્યોમાં ચૂંટણી યોજાવાની છે. દરેક પાર્ટી ચૂંટણીની તૈયારીઓમાં લાગી ગઈ છે. કર્ણાટકમાં પણ ચૂંટણી યોજાવાની છે. પરંતુ તે પહેલા ભાજપને ફટકો પડ્યો છે.કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે થોડા દિવસો પહેલા ભાજપને અલવિદા કહી દીધું હતું ત્યારે આજે મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેમણે કોંગ્રેસનો હાથ થામી લીધો છે.


પૂર્વ મુખ્યમંત્રી થયા કોંગ્રેસના!

કર્ણાટકમાં ચૂંટણી યોજાવાની છે. ચૂંટણીને લઈ પાર્ટી દ્વારા ઉમેદવારોના નામ જાહેર કરવામાં આવી રહ્યા છે. કોંગ્રેસ તેમજ ભાજપ દ્વારા અનેક ઉમેદવારોના નામની યાદી જાહેર કરવામાં આવી છે. ત્યારે ટિકિટ ન મળવા પર કર્ણાટકના પૂર્વ મુખ્યમંત્રી જગદીશ શેટ્ટરે ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું. ત્યારે ભાજપમાંથી રાજીનામું આપ્યા બાદ આજે પૂર્વ મુખ્યમંત્રી કોંગ્રેસમાં સામેલ થયા છે. મલ્લિકાર્જુન ખડગેની હાજરીમાં તેઓ કોંગ્રેસમાં જોડાયા હતા.


ટિકિટ ન મળતા છોડી હતી પાર્ટી!

કોંગ્રેસમાં જોડાયા બાદ જ ભાજપ વિરૂદ્ધ જગદીશ શેટ્ટરે કહ્યું હતું. તેમણે કહ્યું કે મેં ભાજપમાંથી રાજીનામું આપી દીધું હતું અને આજે કોંગ્રેસમાં સામેલ થઈ ગયો છું. હું પૂરા મનથી કોંગ્રેસમાં સામેલ થયો છું. અનેક લોકો હેરાન છે કે પૂર્વ મુખ્યમંત્રી અને પ્રદેશ અધ્યક્ષ રહી ચૂકેલા નેતાએ કોંગ્રેસની સદસ્યતા લીધી. પાર્ટીના વરિષ્ઠ નેતા હોવાને કારણે મને લાગ્યું કે મને ટિકિટ મળશે. પરંતુ જ્યારે મને ખબર પડી કે મને ટિકિટ નથી મળવાની તો હું હેરાન થઈ ગયો. આ મામલે મારી જોડે કોઈએ વાત ન કરી હતી. ના મને સમજાવવાની કોશિશ કરી.        




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે