ભડકે બળી રહ્યું છે ફ્રાન્સ! 17 વર્ષના છોકરાના મોત બાદ શરૂ થયેલી હિંસા નથી થઈ શાંત, વાંચો શું હતો સમગ્ર મામલો?


  • Published By :
  • Published Date : 2023-07-03 17:09:51

ફ્રાંસમાં કેટલાય દિવસોથી અલગ અલગ વિસ્તારોમાં હિંસા ભડકી રહી છે. બોમ્બ ફૂટી રહ્યા છે, આગ લાગી રહી છે, ટ્રાફિક જામ કરવામાં આવી રહ્યો છે, ગાડીઓ સળગાવવામાં આવી રહી છે, સરકારી ઈમારતોને નુકસાન કરવામાં આવી રહ્યું છે અને હજુ પણ ઘણુંય થઈ રહ્યું છે ટૂંકમાં કહીએ કે ફ્રાંસ ભડકે બળી રહ્યું છે તો પણ ચાલે. પણ આવું બધું થઈ શા માટે રહ્યું છે એ જાણીએ તો ખબર પડે છે કે 27 જૂને ફ્રાંસમાં પોલીસે એક 17 વર્ષના છોકરાને ટ્રાફિકના નિયમોનું પાલન ન કરવા અને ટ્રાફિક ચેકિંગ દરમિયાન ઉભા ન રહેતા, અને પોલીસ પર ગાડી ચઢાવવાની ટ્રાય કરતા પોલીસે રસ્તા પરજ તેને ગોળી મારી દીધી હતી. આ યુવકનું નામ હતું નાહેલ. પણ હવે સવાલ થાય કે તો નાનો ટાબરિયો હતો કોણ. તો તે અલ્જીરીયાઈ મૂળનો ફ્રાંસીસી નાગરિક હતો, મા બાપનો એકનો એક દીકરો હતો નાહેલ. તે ડિલિવરી બોય તરીકે કામ કરતો હતો અને પોતાના માતા મૌનિયા સાથે રહેતો હતો, બસ નાહેલના મોતના જ કારણે ફ્રાંસમાં દંગા થઈ રહ્યા છે. દંગાને તો આમ માણસના મોતના રીતે જોવાનું હતું પણ તેને ધાર્મિક દ્રષ્ટિએ જોવામાં આવી રહ્યા છે. ટૂંકમાં નાહેલ ઈસ્લામ ધર્મ પાળતો હતો તો તેના જ કારણે ઈસ્મામ ધર્મના લોકો આવું બધું કરી રહ્યા છે તેવું સમાચારોમાં આવી રહ્યું છે. 


ફ્રાન્સની સરકારે કરી કાયદેસર કાર્યવાહી 

ફ્રાંસની રાજધાની પેરિસ કે જેને પ્રકાશનું શહેર કહેવામાં આવે છે તે થોડા દિવસથી આગનું શહેર બની ગયું છે. પેરિસ સહિત અનેક વિસ્તારોમાં હિંસક વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યા છે. જો કે બીજી બાજુ ફ્રાન્સની સરકારે પણ આ મામલે કાયદેસરના પગલા લીધા છે અને પોતાની જવાબદારી સ્વીકારી છે. ફ્રાંસના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોંએ કહ્યું છે કે નાના છોકરાએ કંઈ પણ કર્યું પણ તેને મારી નાખવો તે જરા પણ યોગ્ય ન કહેવાય. ગોળીમારવાવાળા પોલીસ જવાનની સામે પણ કેસ દાખલ કરી દેવામાં આવ્યો છે. જો કે બીજી બાજુ પોલીસનો તર્ક રાષ્ટ્રપતિની વિરુદ્ધ છે. પોલીસનું માનવું છે કે રાષ્ટ્રપતિએ પોલીસ સામે નિવેદન આપવું જોઈએ નહીં, પોલીસ બસ પોતાનું કામ કરી રહી છે. જો કે ફ્રાન્સ પોલીસના એક સમર્થિત ગ્રુપે તો નાહેલને ગોળી મારનાર પોલીસ અધિકારીને ગોળી મારી દીધી હતી. જો કે આ ટ્વીટથી વિવાદ વધતા ટ્વીટ ડિલિટ કરી દેવામાં આવી હતી.. આ ઘટના પર ફ્રાન્સના ગૃહમંત્રીએ કહ્યું છે કે ફ્રાન્સ પોલીસના સમર્થકોએ જેમણે પણ આ વિવાદિત ટ્વીટ કરી છે તેમની સામે કાર્યવાહી કરવામાં આવશે. આ બધી ઘટનાઓ બાદથી જ ફ્રાન્સમાં ચારેબાજુ કરફ્યુ લગાવી દેવામાં આવ્યું છે અને વાહન વ્યવહારો પણ બંધ કરી દેવામાં આવ્યા છે. 


2017માં ફ્રાંસ સરકાર લઈને આવી હતી કાયદો

વિવાદ ગોળીબારી પર થયો છે તેની વાત કરીએ તો વર્ષ 2017માં ફ્રાન્સમાં એક કાયદો ઘડવામાં આવ્યો હતો જેમાં પોલીસને ગોળી ચલાવવા પર ઢીલ આપવામાં આવી હતી. જો કે આની સામે માનવાધિકારી સંગઠનોએ વિરોધ કર્યો હતો કે આ કાયદાથી વિવાદ વધશે. માનવાધિકારોનું માનીએ તો 2017થી પોલીસની ગોળીબારી તેની સામે જ થઈ રહી છે જે અશ્વેત છે અથવા અરબના છે.  ફ્રાન્સની અત્યારની પરિસ્થિતિની વાત કરીએ તો હાલ 45 હજાર પોલીસના જવાનો રસ્તાઓ પર ઉતરી ગયા છે છતાં પણ હિંસાને રોકી નથી શકતા. ફ્રાન્સના સમાચાર પત્રો મુજબ હિંસા ભડકાવવા માટે બાજુના શહેરના લોકો પણ મસ્જિદ આવી રહ્યા છે અને હિંસા ફેલાવી રહ્યા છે.


પ્રદર્શનને કારણે ફ્રાન્સ ભડકે બળી રહ્યું છે

જો કે હવે પ્રદર્શનને રોકવાના પ્રયાસો થઈ રહ્યા છે કારણ કે ફ્રાન્સ આખું ભડકે બળી રહ્યું છે. રવિવારે 17 વર્ષના મૃતક નાહેલના દાદીને સામે આવવું પડ્યું છે. નાહેલના દાદીએ પ્રદર્શનકારી લોકોને શાંતિ રાખવા અપીલ કરી છે અને કહ્યું છે કે હિંસા ન કરો. નાહેલના દાદી કહી રહ્યા છે કે લોકો નાહેલને બહાનું બનાવીને બેખોફ હિંસા કરી રહ્યા છે. પણ આ અપીલની કેટલી અસર થશે તે જોવાનું રહેશે.



પુણેના કેતન અગ્રવાલનું લોહગઢ કિલ્લા પર થયેલું મોત અકસ્માતથી હત્યાના કેસમાં કેવી રીતે ફેરવાયું? સિયા ગોયલ, ચેતન ચૌધરી, CCTV અને કોલ રેકોર્ડની સંપૂર્ણ માહિતી વાંચો.

અમદાવાદના ચાંગોદરમાં 1,140 નકલી અને ભેળસેળયુક્ત પ્લાઝમા યુનિટ સાથે ચાર આરોપી ઝડપાયા. જાણો રેકેટની રીત, જોખમ અને કાયદામાં થતી સજા.

23 જૂન 2026ના રોજ નવી દિલ્હીના રાષ્ટ્રપતિ ભવનમાં નાગરિક અલંકાર સમારોહ-II યોજાયો હતો. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુએ કલા, સાહિત્ય, શિક્ષણ, સમાજસેવા, જાહેર જીવન, રમતગમત, વિજ્ઞાન, ચિકિત્સા, કૃષિ, ઉદ્યોગ અને અન્ય ક્ષેત્રોમાં નોંધપાત્ર યોગદાન આપનાર મહાનુભાવોને પદ્મ પુરસ્કારોથી સન્માનિત કર્યા હતા. આ સમારોહની સત્તાવાર યાદીમાં 2 પદ્મ વિભૂષણ, 7 પદ્મ ભૂષણ અને 57 પદ્મ શ્રી પ્રાપ્તકર્તાઓ સહિત કુલ 66 વ્યક્તિઓનો સમાવેશ કરવામાં આવ્યો હતો. રંજની અને ગાયત્રીને સંયુક્ત એટલે કે Duo શ્રેણીમાં એક પુરસ્કાર આપવામાં આવ્યો છે. કેટલાક મહાનુભાવોને મરણોત્તર સન્માનિત કરવામાં આવ્યા છે.

સ્ટોરીમાં કોર્ટનો ચુકાદો, પત્ની સહિત નવ લોકોને સજા, 2023ની ઘટનાની શરૂઆત, વન અધિકારીઓ સાથે જોડાયેલા આરોપો, ₹60 હજારના વ્યવહારનો મુદ્દો, FIRથી ચુકાદા સુધીની સમયરેખા, કેસમાં ટ્રાયલ થયેલી IPC અને Arms Actની કલમો, સાક્ષીઓ, જેલની સ્થિતિ, ધારાસભ્ય તરીકેની અયોગ્યતા, અપીલનો રસ્તો અને AAP પર પડનારી રાજકીય અસર આવરી લેવાઈ છે. નર્મદા જિલ્લાના રાજપીપળાની કોર્ટે ચૈતર વસાવા અને અન્ય આઠ લોકોને સાત વર્ષની સજા સંભળાવીને ન્યાયિક કસ્ટડીમાં મોકલ્યાના અહેવાલ છે.