સોશિયલ મીડિયા પર વાયરલ થયું ગદર -2 ફિલ્મનું ટીઝર! ગઈકાલે સિનેમાઘરોમાં બતાવાઈ ગદર ફિલ્મ! જાણો આ વખતે શું કહ્યું તારા સિંહે?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2023-06-10 14:08:25

हिंदुस्तान ज़िंदाबाद है, ज़िंदाबाद था और ज़िंदाबाद रहेगा! આ ડાયલોગ સાંભળતા જ આપણને ગદર ફિલ્મની યાદ આવી જાય છે. ત્યારે ગઈકાલે સિનેમાઘરોમાં અનેક વર્ષો બાદ ગદર ફિલ્મ રિલીઝ કરાઈ હતી. ગદર 2 પણ થોડા સમય બાદ રિલીઝ થવાની છે. પરંતુ ફિલ્મની સિક્વલ રિલીઝ થાય તે પહેલા ઓરિજિનલ ફિલ્મને ફરી દર્શકો માટે રિલીઝ કરાઈ છે. ત્યારે ગઈકાલે ગદર 2 ફિલ્મનું ટીઝર પણ રિલીઝ કરવામાં આવ્યું હતું. મહત્વનું છે કે આ ટીઝર ખાલી સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે યુટ્યુબ પર રિલીઝ નથી થયું. પરંતુ સોશિયલ મીડિયા પર ટીઝર વાયરલ થઈ રહ્યું છે.

  

અનેક વર્ષો બાદ સિનેમાઘરોમાં બતાવવામાં આવી ગદર!

2001માં અમિષા પટેલ અને સની દેઓલની ગદર ફિલ્મ રિલીઝ થઈ હતી. તે દરમિયાન દર્શકોનો ખૂબ પ્રેમ મળ્યો હતો. દમદાર ડાયલોગને કારણે આટલા વર્ષો બાદ પણ ફિલ્મ લોકોના દિલમાં વસી ગઈ છે. ત્યારે આટલા વર્ષો બાદ પણ ફિલ્મને લઈ લોકોમાં એટલો જ ક્રેઝ જોવા મળી રહ્યો છે. અનેક વર્ષો બાદ ફિલ્મને ફરી એક વખત સિનેમાઘરોમાં રિલીઝ કરવામાં આવી હતી. જેમાં દર્શકોનો સારો રિસ્પોન્સ જોવા મળ્યો હતો. ફિલ્મ પૂર્ણ થઈ તે બાદ ગદર-2નું  ટીઝર પણ બતાવવામાં આવ્યું હતું. ટીઝર માત્ર સિનેમાઘરોમાં જ રિલીઝ થયું છે પરંતુ સોશિયલ મીડિયા પર તે ખૂબ ઝડપથી વાયરલ થઈ રહ્યું છે.

  

સોશિયલ મીડિયા પર ટીઝર થયું વાયરલ!

વાયરલ થયેલા ફિલ્મના ટીઝરની વાત કરીએ તો ટીઝર એક દમદાર ડાયલોગથી શરૂ થાય છે. જેમાં એક મહિલા કહી રહી છે દામાદ હૈ વો પાકિસ્તાન કા, ઉસે નારિયસ દો, ટીકા લગાઓ, વરના ઈસ બાર વો દહેજમેં લાહોર લે જાયેંગા... ગણતરીના સિનેમાઘરોમાં ગદર ફિલ્મને રિલીઝ કરવામાં આવી હતી. ત્યારે એક વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં સની દેઓલ પોતાની ફિલ્મ ગદરનો આઈકોનિક ડાયલોગ બોલી રહ્યા છે. ગદર- 2 ફિલ્મ 11 ઓગસ્ટના રોજ રિલીઝ થવાની છે.  



વલસાડ બેઠક પર ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત અનંત પટેલને ઉતારવામાં આવ્યા છે. અનંત પટેલને જમાવટની ટીમે જ્યારે પૂછ્યું કે સાંસદ બન્યા પછી તે શું કરશે તો તેમણે અનેક મુદ્દાઓને લઈ વાત કરી હતી.

ભગવાન શ્રીકૃષ્ણના અનેક ભક્તો આપણી આસપાસ હશે.. કૃષ્ણ શબ્દમાં જ આકર્ષણ છે.. ત્યારે આજે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે શ્રી કૃષ્ણને સમર્પિત રચના...

પરષોત્તમ રૂપાલા દ્વારા આપવામાં આવેલા નિવેદનનો સામનો ભાજપના નેતાઓને કરવો પડી રહ્યો છે.. જામનગરમાં સૌથી વધારે આ વિવાદને લઈ વિરોધ થઈ રહ્યો છે.. પૂનમબેન માડમને વિરોધનો સામનો કરવો પડી રહ્યો છે.

જમાવટની ઈલેક્શન યાત્રા મહેસાણા પહોંચી હતી. ત્યાંના મતદાતાઓનો મિજાજ જાણવાનો પ્રયત્ન કર્યો હતો. લોકો કયા મુદ્દાઓને ધ્યાનમાં રાખી મતદાન કરે છે તે જાણાનો પ્રયત્ન કર્યો છે.