ઉત્તરપ્રદેશના ગેંગસ્ટર મુખ્તાર અંસારીને કોર્ટે 10 વર્ષની સજા અને 5 લાખનો દંડ ફટકાર્યો


  • Published By :
  • Published Date : 2022-12-15 20:29:52

ઉત્તરપ્રદેશના રાજકારણના બાહુબલી નેતા મુખ્તાર અંસારીને 10 વર્ષની જેલની સજા સંભળાવવામાં આવી છે. ગાઝીપુરની એમ પી- એમએલએ કોર્ટે અંસારીને 10 વર્ષની સજા સાથે 5 લાખનો દંડ ફટકાર્યો છે. હાલ બાંદા જેલમાં બંધ નેતા મુખ્તાર અંસારીને 16 વર્ષ જૂના ગેંગસ્ટર કેસમાં કોર્ટે આજે તેને દોષિત ઠેરવ્યો હતો. મુખ્તાર અંસારી સામે વર્ષ 1996માં કોંગ્રેસના ઝોનલ પ્રમુખ અજય રાયના ભાઈ અવદેશ રાયની હત્યાના ગુનામાં તેમને આ સજા સંભળાવવામાં આવી છે. આ કેસમાં મુખ્તાર અંસારીની સાથે ભીમ સિંહને પણ 10 વર્ષની સજા થઈ છે. 


2005થી  મુખ્તાર અંસારી જેલમાં 


કોર્ટે આ મામલે 12 ડિસેમ્બરે સુનાવણી પૂરી કરી હતી. સજા દરમિયાન ભીમ સિંહ કોર્ટમાં હાજર થયો હતો. મુખ્તાર અંસારીને વીડિયો કોન્ફરન્સિંગ દ્વારા પ્રોડ્યુસ કરવામાં આવ્યો હતો. આ કેસમાં અજય રાયે કોર્ટમાં મુખ્તાર અંસારી સામે જુબાની આપી હતી. અત્રે ઉલ્લેખનિય છે કે મુખ્તાર અંસારી વર્ષ 2005થી જ અનેક જિલ્લાની અનેક જેલોમાં બંધ છે, પરંતું તે અનેક કેસમાં દોષમુક્ત થઈ ચુક્યો છે. મુખ્તાર અંસારી વર્તમાનમાં ઉત્તર પ્રદેશની બાંદા જેલમાં બંધ છે.


મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ


મની લોન્ડ્ર્રરિંગ કેસમાં મુખ્તાર અંસારી સામે ઉત્તર પ્રદેશના અનેક પોલીસ સ્ટેશનોમાં ફરિયાદ નોંધાયેલી છે. મુખ્તાર અંસારી સામે 50થી વધુ કેસ નોંધાયેલા છે. જેમાં હત્યા અને હત્યાના પ્રયાસ સહિતના અનેક કેસમાં તપાસ ચાલી રહી છે. ઈડીએ પણ મુખ્તાર અંસારીના અનેક સંબંધીઓ અને સહયોગીની પૂછપરછ કરી છે અને વિવિધ સ્થળોએ દરોડા પણ પાડ્યા હતા. ઈડીએ મુખ્તાર અંસારીના સાંસદ ભાઈ અફઝલ અંસારી અને બનેવી આતિફને પણ નોટિસ ફટકારી હતી. ઈડીએ ઓક્ટોબરમાં મુખ્તાર અંસારીની 1.48 કરોડની સ્થાવર સંપત્તીની જપ્ત કરી હતી.



પોરબંદર લોકસભા બેઠકના કોંગ્રેસના ઉમેદવાર લલિત વસોયાએ મતદાતાઓ પાસેથી પૈસાની માગણી કરી છે. વોટની સાથે નોટની અપીલ લલિત વસોયાએ કરી છે. સોશિયલ મીડિયા પર એક વીડિયો મૂક્યો છે જેમાં તેમણે કહ્યું કે, કેન્દ્ર સરકારે કોંગ્રેસના ખાતા સીઝ કર્યા છે ત્યારે ફંડ નથી.

રાજકોટ લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર પરષોત્તમ રૂપાલાનો વિરોધ થઈ રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ પર અડગ છે તો ભાજપ પણ પોતાની વાત પર મક્કમ છે. આ બધા વચ્ચે રાજકોટમાં ભાજપના મધ્યસ્થી કાર્યાલયમાં તોડફોડ કરવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે તેવી માહિતી સામે આવી છે.. તે સિવાય તાપીમાં પણ વિરોધ થયો છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે ઉમેદવારી નોંધાવાનો આજે અંતિમ દિવસ છે. અનેક ઉમેદવારોએ નામાંકન દાખલ કરાવી દીધું છે જ્યારે આજે અનેક ઉમેદવારો ફોર્મ ભરવાના છે. ગાંધીનગર બઠક પરથી ભાજપના ઉમેદવાર તરીકે અમિત શાહ ઉમેદવારી ફોર્મ ભરશે, નવસારી બેઠક પરથી સી.આર.પાટીલ ફોર્મ ભરશે. પરેશ ધાનાણી પણ આજે ફોર્મ ભરવાના છે.

અમદાવાદ ખાતે ભવ્ય રોડ શોનું આયોજન કરવામાં આવ્યું હતું. અમિત શાહને ગુજરાતમાં ચાલી રહેલા પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજના વચ્ચે ચાલી રહેલા વિવાદને લઈ પ્રશ્ન પૂછવામાં આવ્યો હતો ચેનલના રિપોર્ટર દ્વારા ત્યારે તેમણે કહ્યું કે રૂપાલાનો વિરોધ ક્યાંય થઈ જ નથી રહ્યો....!