મધ્યપ્રદેશમાં ગેસ લીક થયો, લોકોએ ઊલટી કરી, મહિલાઓ બાળકો લઈને ભાગી


  • Published By :
  • Published Date : 2022-10-27 14:40:14

મધ્યપ્રદેશની ભોપાલ ગેસ ટ્રેજડીથી દેશ આખો પરિચીત છે. આ દુર્ઘટનામાં સરકારી ચોપડે 3 હજાર 787 મોત થયા હતા જ્યારે લોકોનું કહેવું છે કે 16 હજારથી વધુ મોત થયા છે. એ જ શહેરમાં ગઈકાલે રાત્રે ફરીવાર ક્લોરીન ગેસ લીક થતાં 15 લોકોને હોસ્પિટલમાં દાખલ કરવામાં આવ્યા હતા. 


રાત્રે અચાનક લોકોના શ્વાસ રોકાયા, ઉલટી શરૂ થઈ

મધ્ય પ્રદેશની રાજધાની ભોપાલના મધર ઈન્ડિયા કોલોનીમાં રાત્રે અચાનક ભાગદોડ થઈ ગઈ હતી. લોકો પોતાના પરિવાર સાથે રાત્રે ઘર છોડીને ભાગી ગયા હતા અને માતાઓ પાતાને બાળકોનેં તેડીને ભાગવા લાગી હતી. આ વિસ્તારના લોકોએ આખી રાત પોતાના ઘરથી દૂર વિતાવી હતી. સ્થાનિક લોકોનું કહેવું છે કે દુર્ઘટના સમયે ગળામાં બળવા લાગ્યું હતું, ઉલટી થવા લાગી હતી, આંખો બળવા લાગી હતી, શ્વાસ લેવામાં તકલીફ થવા લાગી હતી. 


ક્લોરિન ગેસનો બાટલો થયો હતો લિક 

ભોપાલમાં ઈદગાહ વોટર ફિલ્ટર પ્લાન્ટમાં પાણી સાફ કરવામાં આવે છે. સાંજે પાંચ વાગ્યે ખબર પડી હતી કે બાટલો લીક છે. એન્જિનિયર્સને સમગ્ર ઘટનાની જાણ થતાં તેમણે ગેસ લીકેજને રોકવાની કામગીરી શરૂ કરી દીધી હતી. ત્યાર બાદ એક્સપર્ટ ટીમને બોલાવવી પડી હતી અને તેમણે ગેસ લીકેજ કાબૂમાં લીધી હતી. સિલિન્ડર બદલવા દરમિયાન લીકેજ રહી ગયું હોય તેવું પ્રાથમિક અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. 


શું છે 1984ની ભોપાલ ગેસ લીક થવાની દુર્ઘટના? 

મધ્યપ્રદેશના ભોપાલમાં 2-3 ડિસેમ્બર 1984ના રોજ દવા બનાવવાની કંપની યુસીઆઈએલમાં ગેસ લીક થવાની કેમિકલ દુર્ઘટના થઈ હતી. MIC એટલે કે મિથાઈલ આઈસો સાઈનાઈડ નામનો ગેસ લીક ખયો હતો જેમાં સરકારી ચોપડે 3 હજાર 787 લોકોના મોત થયા હતા જ્યારે સ્થાનિક લોકોનું કહેવું છે કે ઘરોના ઘરો ખાલી થઈ ગયા હતા અને એક અંદાજા મુજબ 16 હજાર મોત થયા હતા. આ દુર્ઘટનામાં સાડા પાંચ લાખથી વધુ લોકોને અસર થઈ હતી. વર્ષ 2018માં ધ એટલાન્ટિકે આ દુર્ઘટનાને "દુનિયાની સૌથી ખરાબ ઈન્ડસ્ટ્રિયલ દુર્ઘટના" ગણાવી હતી. 



અમદાવાદ વડોદરા એક્સપ્રેસ હાઈવે પર એક ગમખ્વાર અકસ્માત સર્જાયો છે. નડિયાદ પાસે ટ્રેન્ડરની પાછળ ગાડી ઘૂસી જતા દુર્ઘટના સર્જાઈ અને આ દુર્ઘટનામાં 10 લોકોના મોત થઈ ગયા છે.

ગુજરાતમાં ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરવાની શરૂઆત કરી દીધી છે, ભાજપના અનેક કોંગ્રેસના અનેક ઉમેદવારોએ ઉમેદવારી ફોર્મ ભરી દીધા છે. અનેક ઉમેદવારો ભાવુક પણ થઈ ગયા હતા. શું ચૂંટણી પહેલા શરૂ થઈ ગયું આંસુ પોલિટિક્સ?

ભરૂચ લોકસભા બેઠક પર ભાજેપે મનસુખ વસાવાને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત ચૈતર વસાવાને ટિકીટ આપી છે. ચૈતર વસાવાએ આજે ઉમેદવારી ફોર્મ ભર્યું છે.

ગુજરાતની 26 બેઠકો પર ઉમેદવારના નામની જાહેરાત થઈ ગઈ છે. અલગ અલગ મુદ્દાઓને ધ્યાનમાં રાખી ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવતી હોય છે. આજે સમજીએ મહેસાણા અને અમદાવાદ પૂર્વના સમીકરણોને.