વિનોદ અદાણીની મુશ્કેલી વધી, Forbes મેગેઝીને કર્યો આ મોટો ખુલાસો


  • Published By :
  • Published Date : 2023-02-20 15:39:10

શોર્ટ સેલર હિંડનબર્ગની નેગેટીવ રિપોર્ટ બાદ અદાણી ગ્રુપના ચેરમેન ગૌતમ અદાણીની મુશ્કેલી સતત વધી રહી છે. જો કે હવે તેમના ભાઈ વિનોદ અદાણીને લઈ જાણીતા બિઝનેશ મેગેઝીન Forbesએ મોટો ખુલાસો કર્યો છે. Forbesએ વિનોદ  અદાણી પર એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી હોવાનો ગંભીર આરોપ લગાવ્યો છે.


Forbesએ શું કહ્યું?


Forbesની જાણકારી મુજબ ગૌતમ અદાણી તેમના ભાઈ વિનોદ અદાણીની ખુબ જ નજીક છે. Forbesએ વિનોદ  અદાણી અંગે ઘટસ્ફોટ કરતા લખ્યું છે કે વિનોદ અદાણીએ સિંગાપુર સ્થિત તેમની કંપની માટે એક રશિયન બેંક પાસેથી 240 કરોડ ડોલરની લોન લીધી છે. આ લોન માટે તેમણે ગૌતમ અદાણીની કંપનીના બેનામી સ્ટેકને ગીરો મુક્યો છે. આટલું જ નહીં તેમણે આ અંગેની માહિતી ભારતીય બેંકોને પણ આપી નથી. Forbesની આ રિપોર્ટમાં દાવો કરવામાં આવ્યો છે કે પ્રમોટરના હિસ્સાને બેંકોંને જણાવ્યા વગર જ ગીરો મુક્યો છે.   


કોણ છે વિનોદ અદાણી?


વિનોદ શાંતિલાલ અદાણી દેશના જાણીતા બિઝનેશ મેન ગૌતમ અદાણીના મોટા ભાઈ છે, વિનોદ અદાણી સાયપ્રસના નાગરિક છે પરંતુ દુબઈમાં રહે છે. સાયપ્રસ એ યુરેશિયન ટાપુ દેશ છે જેની રાજધાની નિકોસિયા છે. વિનોદ અદાણી મુંબઈમાં ખાંડ, તેલ, એલ્યુમિનિયમ, કોપર અને આયર્ન સ્ક્રેપનો વેપાર કરે છે. તેની સાથે સિંગાપોર અને જકાર્તામાં બિઝનેસ વેન્ચરનું સંચાલન કરે છે હુરુન ઈન્ડિયા રિચ લિસ્ટ અનુસાર તેઓ વિશ્વના સૌથી અમીર બિનનિવાસી ભારતીય છે. તેઓ અદાણી ગ્રુપની ઓફશોર કંપનીઓ સંભાળે છે. હિંડનબર્ગની રિપોર્ટમાં પણ વિનોદ અદાણી પર સવાલો ઉઠાવવામાં આવ્યા છે. તેમના પર આરોપ છે કે તે અનેક શેલ કંપનીઓ ચલાવે છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે