AIના ગોડ ફાધરે છોડી ગુગલની નોકરી, 'આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ બનાવીને પછતાઈ રહ્યો છું'


  • Published By :
  • Published Date : 2023-05-02 20:24:01

દુનિયામાં જેમ જેમ AI (આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ)ની ભૂમિકા વધી રહી છે, તેમ- તેમ તેના જોખમો પણ સામે આવી રહ્યા છે અને નિષ્ણાતોએ તેના વિશે ખુલીને વાત કરવાનું શરૂ કરી દીધું છે. 'ગોડફાધર ઓફ આર્ટિફિશિયલ ઈન્ટેલિજન્સ (AI)' તરીકે ઓળખાતા જ્યોફ્રે હિન્ટને ગયા અઠવાડિયે ગૂગલમાંથી રાજીનામું આપ્યું હતું. તેમણે પોતે આ વાતની પુષ્ટિ કરી છે. હિન્ટને AIના જોખમો અંગે દુનિયાને ખુલ્લીને જણાવવા માટે પોતાની નોકરી છોડી દીધી છે. AI ટેકનોલોજીને વિકસીત કરવા માટે તેમણે પણ મદદ કરી હતી.


હિન્ટને  ટ્વીટ દ્વારા વેદના વર્ણવી


ન્યૂ યોર્ક ટાઈમ્સને આપેલા નિવેદનમાં, હિન્ટને ગૂગલમાંથી રાજીનામું આપવાની જાહેરાત કરી હતી, અને કહ્યું હતું કે તેઓ "હવે તેમને તેમના આ કાર્ય માટે પસ્તાવો થઈ રહ્યો છે". હિન્ટને ટ્વીટ કર્યું કે તેણે ગૂગલની નોકરી છોડી દીધી જેથી તે AIના જોખમો વિશે ખુલીને વાત કરી શકે. પોતાના ટ્વીટમાં તેમણે લખ્યું કે, 'મેં મારી નોકરી એટલા માટે છોડી દીધી છે કે હું AIના ખતરા વિશે વાત કરી શકું અને તેની અસર ગૂગલ પર પણ ન પડે. ગૂગલે ખૂબ જ જવાબદારીપૂર્વક કામ કર્યું છે'


'હવે હું મુક્તપણે બોલી શકું છું'


તાજેતરના BBC ઈન્ટરવ્યુમાં, તેમણે કહ્યું, 'હું હવે ખુલ્લેઆમ કહી શકું છું કે મને AIના શું ખતરા  દેખાઈ રહ્યા છે અને તેમાંથી કેટલીક બાબતો ખુબ જ ભયાનક છે.' તેમણે કહ્યું, 'અત્યારે, જ્યાં સુધી હું કહી શકું છું, તે AI આપણા કરતાં વધુ બુદ્ધિશાળી નથી. પરંતુ મને લાગે છે કે તે ટૂંક સમયમાં થઈ શકે છે. હિન્ટને એક દાયકા કરતાં વધુ સમય સુધી Google માટે કામ કર્યું અને તે ક્ષેત્રના સૌથી પ્રતિષ્ઠિત અવાજોમાંના એક હતા. ટોરેન્ટોમાં બે સ્નાતક વિદ્યાર્થીઓ સાથે કામ કરતી વખતે તેમણે 2012 માં AI માં મોટી સફળતા મેળવી હતી.



મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.