ભારતની વસ્તી વધારા પર જર્મન મીડિયાનો કટાક્ષ! જાણો એ કાર્ટૂન જેણે સર્જ્યો વિવાદ!


  • Published By :
  • Published Date : 2023-04-26 16:29:03

થોડા દિવસો પહેલા  સંયુક્ત રાષ્ટ્ર એટલે કે યુએનનો રિપોર્ટ સામે આવ્યો હતો. જેમાં ભારતની વસ્તી વિશ્વમાં સૌથી વધારે છે તેવો રિપોર્ટ આવ્યો હતો. ભારતની વસ્તી 142.57 કરોડ થઈ ચૂકી છે. આ વાતની ચર્ચા દરેક જગ્યાઓ પર થઈ હતી. ત્યારે જર્મનીની મેગેઝિનમાં આ વાતની મજાક ઉડાવવામાં આવી હોય તેવું એક કાર્ટૂન બહાર પાડવામાં આવ્યું હતું. આ કાર્ટૂનની મદદથી ભારતની વસ્તીને ચીનથી આગળ નીકળતી બતાવાઈ છે. 

Image

વસ્તી વધારા પર જર્મન મીડિયાએ બનાવ્યું કાર્ટૂન! 

જર્મનીની મેગેઝિન ડેર સ્પીગલે એક કાર્ટૂન પ્રકાશિત કરવામાં આવી હતી. જેમાં કાર્ટૂન સામે આવ્યું છે જેમાં બે ટ્રેન બતાવાઈ છે. એક તરફ જ્યાં લોકોથી ખીચોખીચ ભરેલી જર્જરિત જૂની ભારતીય ટ્રેનને બતાવાઈ છે જેના પર ભારતીય તિરંગો લઈને લોકો બેઠેલા છે. અને બીજી બાજુ અલગ ટ્રેક પર ચીનની બુલેટ ટ્રેન બતાવવામાં આવી છે જેમાં ફક્ત બે ચાલકો જ બેઠા છે. આ કાર્ટૂન સામે આવતા અનેક લોકોએ આ વાતની ટીકા કરી હતી.

                

આ ફોટા વિશે તમારૂં શું કહેવું છે?  

ઈલેક્ટ્રોનિક અને આઈટીમંત્રી રાજીવ ચંદ્રશેખરે આ કાર્ટૂનની ટીકા કરી છે. તેમણે કહ્યું કે આવનારા અમુક વર્ષોમાં ભારતનું અર્થતંત્ર જર્મની કરતા મોટું હશે. આ અંગે તેમણે ટ્વિટ કર્યું હતું. ત્યારે આ ફોટા અંગે તમારૂ શું માનવું છે? 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે