ગુજરાત અને હિમાચલ પ્રદેશની ચૂંટણીમાં કોગ્રેસ સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા: ગુલામ નબી આઝાદ


  • Published By :
  • Published Date : 2022-11-06 20:41:42


ગુજરાત વિધાનસભાની ચૂંટણીમાં આ વખતે ત્રિપાંખિયો જંગ છે. ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીએ રાજ્યમાં જોરશોરથી પ્રચાર અભિયાન ચલાવી રહ્યા છે. કોંગ્રેસમાંથી રાજીનામું આપી જમ્મુ અને કાશ્મિરમાં નવી પાર્ટી બનાવનારા કોંગ્રેસના પૂર્વ નેતા ગુલામ નબી આઝાદે કોંગ્રેસ જીતે તેવી ઈચ્છા વ્યક્ત કરી છે.  ગુલામ નબી આઝાદે રવિવારે કોંગ્રેસનો ઉલ્લેખ કરી હિમાચલ પ્રદેશ અને ગુજરાતની વિધાનસભાની ચૂંટણીમાં પાર્ટી સારૂ પ્રદર્શન કરે તેવી શુભેચ્છા પણ પાઠવી હતી.


ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે


ગુલામ નબી આઝાદે કહ્યું, "જો કે હું કોંગ્રેસથી અલગ થઈ ગયો છું, હું તેમની બિનસાંપ્રદાયિકતાની નીતિની વિરુદ્ધ નહોતો. તેનું કારણ પાર્ટી સિસ્ટમનું નબળું પડવું હતું. હું હજુ પણ ઇચ્છું છું કે કોંગ્રેસ ગુજરાત અને હિમાચલ પ્રદેશની વિધાનસભા ચૂંટણીમાં સારો દેખાવ કરે. AAP આ કરવા માટે સક્ષમ નથી.” તેમણે વધુમાં કહ્યું કે આમ આદમી પાર્ટી માત્ર દિલ્હીની પાર્ટી છે. તે પંજાબને પણ કાર્યક્ષમ રીતે ચલાવવામાં પણ સક્ષમ નથી. હિમાચલ અને ગુજરાતમાં માત્ર કોંગ્રેસ જ ભાજપને પડકારી શકે છે કારણ કે તેમની પાસે સમાવેશી નીતિ છે.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે