.....આખરે ગુલામ નબીએ છોડી કોંગ્રેસ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-08-26 13:45:56

કોંગ્રેસના અગ્રણી નેતા ગુલાબ નબી આઝાદે અચાનક જ રાજીનામુ આપી દેતા રાજકીય માહોલ ગરમાયો છે. તે છેલ્લા ઘણા સમયથી પાર્ટીથી નારાજ હતા. આઝાદે સોનિયા ગાંધીને 5 પેજનું રાજીનામું મોકલી પોતાનો આક્રોશ વ્યક્ત કર્યો છે. પાર્ટીના વફાદાર અને જમ્મુ-કશ્મીરમાં કોંગ્રેસનો ચહેરો મનાતા ગુલામ નબી આઝાદે રાજીનામુ આપી  દેતા ચોક્કસપણે પક્ષને મોટો ફટકો પડ્યો છે.



કોંગ્રેસની દુર્દશા માટે રાહુલ જવાબદાર 


ગુલામ નબી આઝાદે સોનિયા ગાંધીને મોકલેલા પોતાના રાજીનામામાં પાર્ટીની હાલની સ્થિતી માટે રાહુલ ગાંધીને જવાબદાર ઠરાવ્યા છે, દુર્ભાગ્યથી પાર્ટીમાં જ્યારથી રાહુલ ગાંધીની એન્ટ્રી થઈ અને જાન્યુઆરી 2013માં જ્યારે તમે તેમને પાર્ટીના ઉપાધ્યક્ષ બનાવ્યા ત્યારથી તેમણે પાર્ટીના સલાહકાર તંત્રને સંપૂર્ણપણે બરબાદ કરી દીધું છે. 2014ની લોકસભાની ચુંટણીમાં કોંગ્રેસની હાર માટે પણ તેમણે રાહુલ ગાંધીને જવાબદાર ઠરાવ્યા છે. રાજીનામામાં પોતાની ભડાશ કાઢતા ગુલામ નબીએ વધુમાં લખ્યું છે કે, રાહુલની એન્ટ્રી પછી સીનિયર અને અનુભવી નેતાઓને સાઈડલાઈન કરી દેવામાં આવ્યા છે. તેમણે બિનઅનુભવી અને ચાંપલુસોની મંડળી જ પાર્ટી ચલાવી રહી હોવાનો આરોપ લગાવ્યો છે. રાજ્યસભામાંથી નિવૃત્ત થયા બાદ આઝાદને ફરીથી ઉપલા ગૃહમાં મોકલવામાં આવ્યા ન હતા. કોંગ્રેસના G-23 જુથ ના ઘણા નેતાઓને તેમના કદ પ્રમાણે વેતરી નાંખ્યાનો આરોપ પણ સોનિયા-રાહુલ પર લાગતો રહ્યો છે.


G-23 જુથ શું છે?


કોંગ્રેસમાં G-23 અસંતુષ્ટ નેતાઓનું જુથ પાર્ટીના સંગઠનમાં આમુલ પરિવર્તનની માંગ કરી રહ્યું છે. આ જુથમાં ગુલામ નબી આઝાદ, કપિલ સિબ્બલ, આનંદ શર્મા, મનીષ તિવારી, સંદીપ દિક્ષિત અને હરિયાણાના પૂર્વ મુખ્યમંત્રી ભૂપેન્દ્ર સિંહ હુડા સહિતના અગ્રણી નેતાઓનો સમાવેશ થાય છે. જો કે પાર્ટીમાં સુધારાની તેમની માંગ ન સંતોષાતા ઘણા નેતાઓ કોંગ્રેસ છોડી ચુક્યા છે. 


મોદી પણ થયા હતા ભાવુક


ગુલામ નબી આઝાદની  રાજ્ય સભા ટર્મ જ્યારે પુરી થઈ તે સમયે વડાપ્રધાન નરેન્દ્ર મોદી વિદાય ભાષણ આપ્યું હતું. મોદી તે વખતે ખુબ જ ભાવુક થઈ ગયા હતા. મોદીએ તેમના ભાષણમાં આઝાદને એક વિચક્ષણ નેતા ગણાવ્યા હતા. દેશ માટે આઝાદે આપેલા પ્રદાનને યાદ કરી તેમના ભરપેટ વખાણ કર્યા હતા. 







ગુજરાતના લાખો ગરીબ પરિવારોના આરોગ્યની સુરક્ષાને વધુ સુદૃઢ બનાવવા માટે ગુજરાત સરકારે એક મહત્ત્વપૂર્ણ પગલું ભર્યું છે. ગાંધીનગર ખાતે આરોગ્ય મંત્રી શ્રી પ્રફુલ પાનશેરિયાની ઉપસ્થિતિમાં આયુષ્માન ભારત પ્રધાનમંત્રી જન આરોગ્ય યોજના હેઠળ રાજ્ય સરકારે બજાજ ઈન્સ્યોરન્સ કંપની સાથે એક નવા લેટર ઓફ એવોર્ડ(LOA) પર હસ્તાક્ષર કર્યા છે, જે રાજ્યની જનતા માટે આર્થિક રાહત અને વિસ્તૃત આરોગ્ય કવચ સુનિશ્ચિત કરે છે.

મુકેશ અંબાણીએ નાથદ્વારામાં દર્શન કર્યા, ‘યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન’ પ્રોજેક્ટની જાહેરાત કરી છે. મુકેશ અંબાણીએ પવિત્ર નગરી નાથદ્વારામાં શ્રીનાથજી ભગવાનના ભોગ આરતી દર્શનનો દિવ્ય લાભ લીધો તેમજ ગુરુ શ્રી વિશાલબાવા સાહેબના આશીર્વાદ પ્રાપ્ત કર્યા છે. આ અવસરે તેમણે નાથદ્વારામાં આધુનિક અને સુવિધાસંપન્ન “યાત્રી એવં વરિષ્ઠ સેવા સદન”ના નિર્માણની જાહેરાત કરી છે તેમજ શ્રીનાથદ્વારા મંદિરને ₹15 કરોડનું દાન આપ્યું છે.

ગુજરાત સરકાર દ્વારા ખેડૂતો માટે એક રાહત પેકેજની ઘોષણા કરવામાં આવી છે. ગુજરાતમાં ૨૫મી ઓક્ટોબરથી જે કમોસમી વરસાદનો રાઉન્ડ આવ્યો છે તેમાં , ૪૨ લાખ હેકટર જમીનને નુકશાન થયું છે. અંદાજે ૧૬,૦૦૦ ગામોને અસર પહોંચી છે. તો હવે મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ દ્વારા આજે એક કૃષિ રાહત પેકેજની જાહેરાત કરવામાં આવી છે.

અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.