ઈટાલીની સંસદમાં પહેલીવાર મહિલા સાંસદે બાળકને કરાવ્યું સ્તનપાન, તમામ સાંસદોએ તાળીઓ પાડીને તેમના આ કાર્યને આવકાર્યું


  • Published By :
  • Published Date : 2023-06-08 19:40:39

ઈટાલીમાં પહેલીવાર મહિલા સંસદ સભ્યએ સંસદમાં પોતાના બાળકને સ્તનપાન કરાવ્યું હોવાનો કિસ્સો સામે આવ્યો છે. સંસદ સભ્ય ગિલ્ડા સ્પોર્ટિએલો સંસદના નીચલા ગૃહમાં પોતાના પુત્રને સ્તનપાન કરાવતી હતી, તેને જોઈને તમામ સાંસદોએ તાળીઓ પાડીને તેના આ પગલાને આવકાર્યું હતું. ગિલ્ડા સ્પોર્ટિએલો બુધવારે નીચલા ગૃહમાં તેના નવજાત શિશુને સ્તનપાન કરાવનારી પ્રથમ ઇટાલિયન સાંસદ બની હતી.


અધ્યક્ષ જ્યોર્જિયો મુલે આપી શુભકામના


ઈટાલી જેવા પુરુષપ્રધાન દેશમાં આવું પહેલીવાર બન્યું છે. સંસદીય સત્રની અધ્યક્ષતા કરતી વખતે, જ્યોર્જિયો મુલેએ કહ્યું- 'આવું પ્રથમ વખત બન્યું છે. Gilda Sportiello ને મુક્ત, લાંબા અને શાંતિપૂર્ણ જીવન માટે શુભેચ્છાઓ. હવે આપણે ધીમે ધીમે બોલીશું.


ઈટાલીમાં સાંસદને છે સ્તનપાનની પરવાનગી


Gilda Sportiello ડાબેરી ઝુકાવ ધરાવતી ફાઇવ-સ્ટાર મૂવમેન્ટમાંની સભ્ય છે. અત્રે ઉલ્લેખનિય છે કે તે એ જ સાંસદ છે જેમણે સંસદીય સત્ર દરમિયાન મહિલાઓને તેમના બાળકોના ઉછેર અને સ્તનપાન કરવાની મંજૂરી આપવા સંબંધિત નિયમ માટે લડત ચલાવી હતી. ગયા વર્ષે, સંસદીય નિયમોની પેનલે મહિલા સાંસદોને તેમના બાળકો સાથે ચેમ્બરમાં પ્રવેશવાની અને બાળક એક વર્ષનું થાય ત્યાં સુધી તેને સ્તનપાન કરાવવાની મંજૂરી આપી હતી. સ્પોર્ટીલોએ સ્તનપાન કરાવ્યા બાદ કહ્યું હતું કે 'ઘણી મહિલાઓએ સમયના અભાવે પોતાના બાળકોને સ્તનપાન કરાવવાનું બંધ કરી દીધું છે. આમ કરવાની તેની ઈચ્છા ન હતી, પણ કામના કારણે તેમણે આમ કરવું પડતું હોય છે.



દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .

પશ્ચિમ એશિયામાં ફરી એકવાર તણાવનો આરંભ થયો છે . કેમ કે , ઇઝરાયેલએ હવે કતર પર હુમલો કર્યો છે. સમગ્ર પશ્ચિમ એશિયામાં કતરએ અમેરિકાનું મહત્વનું ભાગીદાર છે. આ હુમલામાં હમાસના એક ડેલિગેશનની સાથે એક કતરી સુરક્ષા અધિકારીનું મૃત્યુ પણ થયું છે. જેનાથી હવે ફરી એકવાર પશ્ચિમ એશિયામાં તણાવ ચરમસીમાએ પહોંચી ચુક્યો છે . ઇઝરાયેલના હુમલાને લઇને યુએસના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પનું કેહવું છે કે , "કતર પર જે હુમલો કરવામાં આવ્યો તેનો નિર્ણય ઇઝરાયેલના પીએમ બેન્જામિન નેતન્યાહુ દ્વારા કરવામાં આવ્યો હતો . મારી કોઈ જ ભૂમિકા નથી. પરંતુ , કતરને આ હુમલાની આગોતરી જાણ કરવામાં મોડું થઇ ગયું."

ભારતનો પાડોશી દેશ નેપાળ કે જ્યાં હવે તખ્તોપલટ થઇ ગયો છે પીએમ કે પી શર્મા ઓલીએ રાજીનામુ આપી દીધું છે. આ સાથે જ હવે પ્રદર્શનકારીઓએ નેપાળના પીએમ કે પી શર્મા ઓલીના ઘરને આગ ચાંપી દીધી છે . પ્રદર્શનકારીઓ નેપાળની ઓલી સરકાર પર રાજીનામુ આપવા માટે ભારે દબાણ કરી રહ્યા છે . તો બીજી તરફ એ પણ સંભાવના વ્યકત કરવામાં આવી છે કે , નેપાળના પીએમ કે પી શર્મા ઓલી દુબઇ ભાગી શકે છે. આમ હવે નેપાળમાં સરકારે સોશ્યિલ મીડિયા પ્રતિબંધનો નિર્ણય પાછો લઇ લીધો હોવા છતાં સ્થિતિ કાબુ બહાર જઈ રહી છે.

ગુજરાતમાં મેઘરાજાનો તાંડવ હજુ યથાવત છે. ઉત્તર ગુજરાતમાં કચ્છ , બનાસકાંઠા , પાટણ , મેહસાણા માટે આજે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે. આ સિવાય દેવભૂમિ દ્વારકા , જામનગર , મોરબી , સુરેન્દ્રનગર , અમદાવાદ , ગાંધીનગર , સાબરકાંઠા , અરવલ્લી , નવસારી અને વલસાડ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. વાત કરીએ વરસાદી સિસ્ટમની તો , ડિપ્રેશન ઉત્તર ગુજરાત અને દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન પર છેલ્લા ૬ કલાક દરમ્યાન લગભગ ૨ કિમી પ્રતિ કલાકની ઝડપે ઉત્તર-પશ્ચિમ તરફ આગળ વધ્યું છે. આજ બપોર સુધીમાં કચ્છ અને તેની બાજુમાં દક્ષિણ-પશ્ચિમ રાજસ્થાન અને પાકિસ્તાન પર ડીપ ડિપ્રેશન પશ્ચિમ તરફ આગળ વધવાની શક્યતા છે.