જ્ઞાનવાપી મસ્જિદ મુદે્ સુપ્રીમનો મોટો ચુકાદો, શિવલિંગ રહેશે સંરક્ષિત નહીં કરી શકાય કોઈ છેડછાડ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-11-11 18:09:08


વારાણસીનો જ્ઞાનવાપી મામલાનો આજે મહત્વપૂર્ણ  દિવસ છે આ મુદે સુપ્રીમ કોર્ટે આગામી આદેશ સુધી શિવલિંગનું સંરક્ષણ કરવાનો આદેશ આપ્યો છે અને સાથે જ કોઇ શિવલિંગને છુપાવે નહીં તેવી વાત પણ કરી છે. આ પહેલા કોર્ટે 12 નવેમ્બર સુધી વજુખાનાનાં સંરક્ષણ માટેનો આદેશ આપ્યો હતો. અલ્હાબાદ કોર્ટ જ્ઞાનવાપી પરિસરનાં ASI સર્વે કરાવવાની માંગ પર હવે 28 નવેમ્બરનાં રોજ સુનાવણી કરશે. 


અદાલતે શું કર્યો આદેશ ?

દેશની સર્વોચ્ચ અદાલતે જ્ઞાનવાપી પરિસરમાં મળી આવેલ શિવલિંગ જેવી રચનાનું સંરક્ષણ કરવા સંબંધિત આદેશને આગળ વધારવાની માંગ પર સુનાવણી કરી તો બીજી તરફ હાઇકોર્ટની નીચલી અદાલતમાં આપવામાં આવેલ સર્વેક્ષણનાં આદેશનાં વિરુદ્ધમાં સુનાવણી થઇ. સુપ્રીમ કોર્ટે અરજદારોને છૂટ આપી છે કે તે જિલ્લા કોર્ટમાં પણ જઇ શકે છે. આ સાથે જ કોર્ટ હિન્દૂ પક્ષને પોતાના પક્ષ તરીકે રાખવા માટે 3 અઠવાડિયાનો સમય આપ્યો છે.


સુપ્રીમ કોર્ટમાં હિન્દુ પક્ષ પહોંચ્યો !

સુપ્રીમ કોર્ટે વારાણસીનાં જ્ઞાનવાપી મસ્જિદમાં મળેવ કથિત શિવલિંગને સંરક્ષિત કરવાનો આદેશ આપ્યો હતો. આ આદેશ 12 નવેમ્બરનાં પૂર્ણ થઇ રહ્યો છે. તેવામાં હિન્દૂ પક્ષ સુપ્રીમ કોર્ટ પહોંચ્યું અને શિવલિંગને સંરક્ષિત રાખવાનાં અંતિમ આદેશને આગળ વધારવાની માંગ કરી જેને સીજેઆઇ ચંદ્રચૂડે પાછલી સુનાવણીમાં કહ્યું હતું કે સંરક્ષણને લઇને નવી બેન્ચ બનાવવી પડશે.




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે