ગો ફર્સ્ટની ફ્લાઇટે 54 યાત્રિકો વિના જ ઉડાન ભરી, મુસાફરો રઝળી પડ્યા, એરલાઈને માંફી માગી


  • Published By :
  • Published Date : 2023-01-10 20:26:48

દેશની જાણીતી એરલાઈન કંપની ગો ફર્સ્ટની એક ફ્લાઈટ 50થી વધુ મુસાફરોને લીધા વિના જ ઉડાન ભરી હતી. જ્યારે બેંગ્લુરૂથી દિલ્હી જઈ રહેલી ગો ફર્સ્ટની ફ્લાઈટ G8116એ ઉડાનભરી ત્યારે યાત્રીકો રન વે પર બસમાં સવાર હતા. જોકે ફ્લાઈટે પેસેન્જરને લીધા વિના જ ઉડાન ભરતા એરપોર્ટ પર હંગામો મચી ગયો હતો. ફ્લાઈટ સોમવાર સવારે 6.30 વાગ્યે બેંગલુરૂ એરપોર્ટથી રવાના થઈ હતી. DGCAએ બેદરકારીને લઈ ગો ફર્સ્ટથી આ ઘટના અંગે સ્પષ્ટીકરણ માગ્યું છે. ગો ફર્સ્ટે મુસાફરોને બસમાં જ ટરમૈક પર શા માટે નોંધારા મુકી દીધા તે અંગે DGCAએ જવાબ આપવા કહ્યું છે. DGCAએ એરલાઈન કંપનીને  COOને બે સપ્તાહનો સમય આપ્યો હતો.  


એરલાઈનએ માંફી માગી


DGCAની નોટિસ બાદ એયરલાઈન કંપની ગો ફર્સ્ટે માફી માંગી છે. ગો ફર્સ્ટે સ્ટેટમેન્ટ જાહેર કરીને કહ્યું કે બેંગલુરૂથી દિલ્હી જતી  ફ્લાઈટે અજાણતા જ થયેલી ભૂલને કારણે યાત્રિકોને ભોગવવી પડેલી હાલાકી માટે અમે ઈમાનદારીથી માફી માંગીએ છીએ. યાત્રિકોને દિલ્હી અને અન્ય ગંતવ્ય સ્થળો માટે વૈકલ્પિક એરલાઈનોની વ્યવસ્થા કરવામાં આવી છે. 


યાત્રિકોને ફ્રી ટિકિટની જાહેરાત


એરલાઈને કહ્યું છે કે અમારી સાથે પેસેન્જરોને થયેલી અસુવિધા માટે અમે મુસાફરોની ધીરજની પ્રસંશા કરી છીએ. આ અસુવિધાના અવેજમાં એયરલાઈન કંપનીના તમામ પ્રભાવિત યાત્રિકોને આગામી 12 મહિનામાં કોઈ પણ ડોમેસ્ટિક વિસ્તારમાં યાત્રા માટે એક ફ્રિ ટિકિટ આપવાનો પણ નિર્ણય કર્યો છે. 


એરલાઈને સ્ટાફની કરી હકાલપટ્ટી


એરલાઈન કંપની ગો ફર્સ્ટે ઘટનાની તપાસ કરી દીધી છે. આ ઘટનાની તપાસ કરવામાં આવી રહી છે. પૂછપરછ ચાલુ રહે ત્યાં સુધી આ ઘટના માટે જવાબદાર સમગ્ર સ્ટાફ રોસ્ટરથી બહાર કરી દેવામાં આવ્યો છે. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે