Go Firstએ નાદારી જાહેર કરતા એરલાઈનના 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ


  • Published By :
  • Published Date : 2023-05-03 18:40:15

દેશની અગ્રણી એરલાઈન ગો ફર્સ્ટે નાદારી જાહેર કરતા તેના લગભગ 5000 કર્મચારીઓનું ભાવિ અધ્ધરતાલ બન્યું છે. આ દરમિયાન ગો ફર્સ્ટના CEO કૌશિક ખોનાએ ખાતરી આપી છે કે એરલાઈન આ સ્થિતિનો સામનો કરવા માટે શક્ય તમામ પગલા ભરી રહી છે અને કર્મચારીઓને લઈ કંપની મેનેજમેન્ટ સંવેદનશીલ છે.


નાદારીની અરજી પર 4 મેએ સુનાવણી 


જો કે નેશનલ કંપની લૉ ટ્રીબ્યુનલ (NCLT) ગો ફર્સ્ટની નાદારીને લગતી અરજી પર   4 મેના રોજ સુનાવણી કરશે. અત્રે ઉલ્લેખનીય છે કે ગો ફર્સ્ટે સ્વૈચ્છિક નાદારીની કાર્યવાહી માટે અરજી કરી છે. આ સાથે એરલાઈને 3થી 5 મે સુધી પોતાની ઉડાનો પણ રદ્દ કરી દીધી છે.


કંપનીના CEOએ કર્મચારીઓને શું કહ્યું?


ગો ફર્સ્ટ એરલાઈનના CEO કૌશિક ખોનાએ કર્મચારીઓને મોકલવામાં આવેલા સંદેશમાં કહ્યું છે કે કંપની આ સ્થિતીએ પહોંચી તેનું મુખ્ય કારણ પ્રેટ એન્ડ વ્હિટનીનું (P&W) એન્જિન છે. આ એન્જિન વારંવાર ખરાબ થવાના કારણે એરલાઈનને ઓપરેશન ચલાવવામાં મુશ્કેલી આવી રહી છે. તેમણે વિમાનો લીઝ પર આપતી કંપનીઓની કડક વલણ અંગે પણ કર્મચારીઓને જણાવતા તેમણે કહ્યું કે આ કંપનીઓ વિમાનો લીઝ પર આપવાનું બંધ કરવાની  વારંવાર ધમકી આપી રહી છે. કંપની પાસે વિમાનોની સંખ્યા સતત ઘટી રહી છે. આ સ્થિતીમાં કંપની લિઝની રકમની ચૂંકવણી કરવામાં મુશ્કેલી અનુભવી રહી છે. જો કે  તેમણે કર્મચારીઓને હૈયાધારણા આપતા કહ્યું કે અમે તમામ કર્મચારીઓના હિતને ધ્યાનમાં રાખીને ખુબ જ સાવધાની અને ચિંતા સાથે પરિસ્થિતીને સંભાળવાના પ્રયાસો કરી રહ્યા છિએ.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.