611 ટન સાથે ભારત વિશ્વમાં બીજા ક્રમનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી ગ્રાહક: WGC રિપોર્ટ


  • Published By :
  • Published Date : 2023-01-20 14:57:37

ભારતમાં પ્રાચીન સમયથી સોના પ્રત્યે લોકોને ગજબનું આકર્ષણ રહ્યું છે. દેશમાં લગ્ન કે અન્ય સામાજીક પ્રસંગોએ સોનાના દાગીના ભેટમાં આપવાનો રિવાજ રહ્યો છે. ભારત વિશ્વમાં સૌથી વધુ સોનું આયાત કરતો દેશ છે. વર્ષ 2021માં પણ ભારત વૈશ્વિક સ્તરે સોનાના વપરાશમાં ચીન બાદ બીજા ક્રમે રહ્યું છે.  


ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા


સમગ્ર વિશ્વમાં ભારત બીજા નંબરનું સૌથી મોટું ગોલ્ડ જ્વેલરી કન્ઝ્યુમર રહ્યું છે. 2021માં ભારતે 611 ટન સોનાના દાગીના ખરીદ્યા હતા જ્યારે ચીને 673 ટન પછી બીજા ક્રમે રહ્યું હતું પરંતુ અન્ય તમામ સોનાનો વપરાશ કરતા બજારો કરતાં આગળ રહ્યું છે. ભારતમાં સોનાની જ્વેલરીની નિકાસ વર્ષ 2015માં 7.6 અબજ અમેરિકી ડોલરથી વધીને વર્ષ 2019માં 12.4 અબજ અમેરિકી ડોલર થઈ હતી જે 2025 સુધીમાં વધી 20 અબજ ડોલરને આંબી જશે તેવું અનુમાન છે. ગોલ્ડ જ્વેલરીમાં બ્રાઇડલ જ્વેલરીનું સૌથી વધુ પ્રભુત્વ છે અને ભારતમાં તેનો બજાર હિસ્સો 50થી 55 ટકા જેટલો છે. વર્લ્ડ ગોલ્ડ કાઉન્સિલે ભારતીય વિશ્લેષણની સિરીઝના ભાગરૂપે તેનો રિપોર્ટ જ્વેલરી ડિમાન્ડ એન્ડ ટ્રેડ પ્રસિદ્ધ કર્યો છે.


દક્ષિણ ભારતમાં સોનાની સૌથી વધુ ખરીદી


દેશમાં સોનાના દાગીનાનો સૌથી વધુ વપરાશ થાય છે, દક્ષિણ ભારતમાં દેશની કુલ જ્વેલરી માંગમાં 40 ટકા હિસ્સો ધરાવે છે. વર્ષ 2021માં જેમ એન્ડ જ્વેલરી એક્સપોર્ટમાં સોનાનો હિસ્સો 23 ટકા હતો. વર્ષ 2021માં ભારતમાંથી સોનાની જ્વેલરીની નિકાસમાં સાદા સોનાના દાગીનાની નિકાસનો હિસ્સો 38 ટકા હતો. છેલ્લા એક દાયકામાં ભારતની લગભગ 90 ટકા જ્વેલરી નિકાસ માત્ર પાંચ મુખ્ય બજારોમાં થઈ છે.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.