સોનું બે વર્ષ બાદ ફરી ટોચ પર, ભાવ પ્રતિ 10 ગ્રામ રૂ1800 વધીને 58,000ના સર્વોચ્ચ સ્તરે પહોંચ્યો


  • Published By :
  • Published Date : 2023-01-10 16:33:26

સોનામાં ફરી એકવાર ચમક જોવા મળી છે. પીળી ધાતુંના ભાવમાં વધારો થયો છે. અમદાવાદના બજારમાં સોનાનો ભાવ પ્રતિ 10 ગ્રામ રુપિયા 1800 વધીને રુપિયા 58,000 પ્રતિ 10 ગ્રામના સર્વોચ્ચ સપાટીએ પહોંચ્યો હતો. આંતરરાષ્ટ્રીય બજારમાં તેજી બાદ સ્થાનિક સોનાના ભાવમાં પણ ઉછાળો જોવા મળ્યો હતો. સોનાના ભાવમાં હજુ પણ વધારો થવાની સંભાવના છે. આંતરરાષ્ટ્રીય બજારમાં હાજર સોનાના ભાવ વધીને 1863.18 ડોલર થયો છે.


સોનાના ભાવ હજુ વધશે


બુલિયન માર્કેટના નિષ્ણાતોના જણાવ્યા પ્રમાણે સોનાના ભાવો હજુ વધુ તેજી જોવા મળશે. તેમના અનુમાન મુજબ સ્થાનિક બજારમાં ભાવ વધીને 61,000 પ્રતિ ગ્રામની ટોચે પહોંચે તેવી સંભાવના છે. લગ્નસરાની સિઝનના કારણે સોનાની માંગ વધુ રહેવાની આશા છે. જો કે, આટલા ઉંચા ભાવ ગ્રાહકોને અનૂકુળ ન હોઈ શકે. જેના કારણે તેઓ જૂના દાગીનાઓના બદલામાં નવા દાગીના ખરીદી રહ્યા છે. અત્રે ઉલ્લેખનિય છે કે વર્ષ 2023ના પ્રારંભથી જ સોના અને ચાંદીના ભાવમાં તેજી જોવા મળી રહી છે. સોનું તો બે વર્ષના તેના સર્વોચ્ચ સ્તરે પહોંચી ગયું છે. 


સોનામાં તેજી શા માટે?
,

વિશ્વમાં ભૂ-રાજકીય પરિસ્થિતીમાં જોવા મળતી અસ્થિરતા, ચીન અને પૂર્વ એશિયાના દેશોમાં વધી રહેલું કોરોના સંક્રમણ, રશિયા-યુક્રેન યુધ્ધ, યુરોપ અને અમેરિકામાં વધી રહેલી મંદીની શક્યતા, અમેરિકામાં નોકરીઓમાં ઘટાડો, નોન ફાર્મ પેરોલ ડેટાના પરિણામે ઓછી આક્રમક ફેડની અપેક્ષાઓ વચ્ચે ભાવમાં તેજી જોવા મળી હતી. જેના કારણે ડોલર ઈન્ડેક્સ અને ટ્રેઝરી પેદાશમાં ઘટાડો થયો છે. વૈશ્વિક સ્તરે જ્યારે પણ અનિશ્ચિતતા જોવા મળે છે ત્યારે રોકાણકારો સોનામાં રોકાણ વધારે છે. સમગ્ર દુનિયામાં સોનાને સુરક્ષિત રોકાણ માનવામાં આવે છે. વળી ભારતીય રુપિયાના અવમૂલ્યનના કારણે અહીં સોનાના ભાવમાં અસરકારક વધારો થયો છે.



મતદાતાઓનો મિજાજ જાણવા માટે જમાવટની ટીમ અલગ અલગ લોકસભા બેઠકમાં જઈ રહી છે. ત્યારે વલસાડના વાકલ ગામ ટીમ પહોંચી હતી. ત્યાં વર્ષોથી નળ તો પહોંચી ગયા છે પરંતુ પાણી નથી પહોંચ્યું..

રાજકોટ લોકસભા બેઠકના ઉમેદવાર ઈન્ડિયા ગઠબંધનના ઉમેદવાર પરેશ ધાનાણીએ ફરી એક વખત સોશિયલ મીડિયા પર કવિતા શેર કરી છે. ભાજપ પર પ્રહાર કર્યા હતા.

શબ્દોનો પણ મહિમા હોય છે અને મૌનનો પણ મહિમા હોય છે.. કોઈ સતત બોલતું રહે છે અને કોઈ સતત મૌન રહે છે... ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે તુષાર શુક્લની રચના - ચાલ, લઈ લઈએ થોડા અબોલા

આ ૨૦૨૪ની લોકસભાની ચૂંટણીઓની માટે પુરી બેઠક પરથી સુચરિતા મોહંતીને કોંગ્રેસમાંથી ટિકિટ આપવામાં આવી હતી. પણ હવે તેમણે પોતાની ટિકિટ પરત કરી દીધી છે . ઓલ ઈન્ડિયા કોંગ્રેસ કમિટી (AICC)ના વડા કે.સી. વેણુગોપાલને મોકલેલા મેલમાં, મોહંતીએ ભંડોળની અછતનો ઉલ્લેખ કર્યો હતો