ગોંડલના મરચાની માગ વધી, જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડમાં એક મણના 10 હજાર ભાવ બોલાયો


  • Published By :
  • Published Date : 2023-01-08 14:24:20

તીખાતમતા મરચાનો સ્વાદ ઘણાને પસંદ નથી હોતો, જો કે તેના ખેડૂતોને આ મરચા ગોંળ જેવા ગળ્યા લાગી રહ્યા છે. ગોંડલના ખેડ઼ૂતોના લાલ મરચાં હાઈ ક્વોલિટીના હોવાથી તે મરચાંનો 10 હજાર પ્રતિ મણનો ભાવ બોલાયો છે.હાલમાં હાપા માર્કેટિંગ યાર્ડમાં ખેડૂતોને 2500થી લઈને 10 હજાર સુધીનો ભાવ મળતા હોવાથી અન્ય જિલ્લામાંથી પણ ખેડૂતો મરચાં સાથે હાપા માર્કેટિંગ યાર્ડ પહોંચી રહ્યા છે. જીરૂમાં પણ તેજી યથાવત રહેતા ખેડૂતોને જીરૂના રૂ.6400 ભાવ ઉપજયા હતાં.


મરચાનો સારો ભાવ મળતા ખેડૂતોને બખ્ખાં


મરચાની ખેતી કરતા ખેડૂતો શનિવારે ગોંડલના  લાલ મરચા ભારીઓ લઇને હાપા માર્કેટિંગ યાર્ડમાં આવ્યા હતાં. હરાજીમાં તેઓને 20 કીલો મરચાના ભાવ 10 હજાર રૂપિયા મળતા તેમની ખુશીનો પાર રહ્યો ન હતો.. જામનગરના હાપા માર્કેટિંગ યાર્ડના ઇતિહાસમાં લાલ મરચાના અત્યાર સુધીના સૌથી ઉંચા ભાવ રહ્યા હતાં. એક દિવસમાં 37319 મણ જણસ આવી હતી.



અમરેલી જિલ્લામાં કોંગ્રેસ દ્વારા આજે ખેતી બચાવો સત્યાગ્રહ અંતર્ગત લીલીયા ખાતે પ્રતીક ધરણાનો કાર્યક્રમ યોજાયો છે. આ કાર્યક્રમમાં કમોસમી વરસાદના કારણે ખેડૂતોને જે પાક નુકશાની થઇ છે તેને લઇને અમરેલી જિલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને પૂર્વ વિપક્ષના નેતા પરેશ ધાનાણીના નેતૃત્વમાં એક સંમેલન યોજાયું છે. આ ઉપરાંત ખેડૂતોના દેવામાફીના મુદ્દે , લીલીયા મામલતદારને આવેદન પત્ર પણ આપવામાં આવ્યું છે. આ પ્રસંગે , ખેડૂતો પણ મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા.

ગીર સોમનાથ જિલ્લાના ઉનામાં પાક નિષ્ફળ જતા ખેડૂતે આપઘાત કર્યો છે. ૪૯ વર્ષીય ખેડૂતે પોતાની વાડીના કુવામાં ઝંપલાવી જીવન ટૂંકાવ્યું છે. જેનાથી સમગ્ર પંથકમાં ચકચાર મચી જવા પામી છે. ખેડૂત જેમનું નામ છે ગફાર મુસા ઉનડેએ પોતાનો જીવ એટલે ટૂંકાવ્યો છે કેમ કે , કમોસમી વરસાદના કારણે જે માવઠું આવ્યું તેના કારણે તેમનો પાક નિષ્ફળ જતો રહ્યો હતો જેના કારણે તેઓ ડિપ્રેશનમાં હતા.

ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

જૂનાગઢમાં ટીકર ગામે ઓઝત નદીમાં ડૂબી રહેલા યુવાનોને બચાવવા જતા ભારતીય સેનામાં ફરજ બજાવતા જવાન ભરતભાઈ ભેટારીયાએ પોતાનો જીવ ગુમાવ્યો છે. જેનાથી સમગ્ર જૂનાગઢમાં શોકની લાગણી ફરી વળી છે. ભરતભાઈ લદ્દાખના લેહ ખાતે ફરજ બજાવતા હતા. તેઓ દિવાળીની રજાઓ ઉપર વતન આવ્યા હતા. ભરતભાઈએ ઓઝત નદીમાં જે યુવાનો ડૂબી રહ્યા હતા તે ત્રણ યુવાનોને પોતાના જીવની કુરબાની આપીને બચાવ્યા હતા. તેમની અંતિમ યાત્રામાં આખું ગામ હીબકે ચઢ્યું હતું.