કર્ણાટકમાં કોંગ્રેસનું સારૂ પ્રદર્શન! ચૂંટણી પંચના વલણોમાં કોંગ્રેસ આટલી સીટો પર આગળ, જાણો અપડેટ


  • Published By :
  • Published Date : 2023-05-13 12:57:16

કર્ણાટકમાં વિધાનસભા ચૂંટણી માટે મતગણતરી શરૂ થઈ ગઈ છે. 224 સીટો માટે વિધાનસભા ચૂંટણી  10 મેના રોજ યોજાઈ હતી. ત્યારે હાલ વલણમાં કોંગ્રેસને 128 સીટ, ભાજપને 67 સીટ મળી છે જ્યારે જેડીએસ 22 સીટો પર આગળ ચાલી રહી છે. કોંગ્રેસ કર્ણાટકમાં સરકાર બનાવશે તેવી વાત એક્ઝિટ પોલમાં જોવા મળી હતી. કોંગ્રેસ આગળ ચાલી રહી છે જેને લઈ કોંગ્રેસના કાર્યકર્તાઓ દ્વારા ઉજવણી કરવામાં આવી રહી છે. જેડીએસ નેતા એચડી કુમારસ્વામીએ કહ્યું કે બે ત્રણ કલાક રાહ જુઓ બધું સ્પષ્ટ થઈ જશે.


કોંગ્રેસના કાર્યકર્તાઓની ઉજવણી!

કોંગ્રેસની તરફેણમાં પરિણામ આવતા કાર્યકર્તાઓમાં આનંદ જોવા મળી રહ્યો છે. ઠેર ઠેર ઉજવણી કરવામાં આવી રહી છે. ક્યાંક હવન કરવામાં આવી રહ્યો છે કે તો ક્યાંક ઢોલ નગારા વગાડી પરિણામની ઉજવણી કરવામાં  આવી રહી છે. કોંગ્રેસ પાર્ટીએ તમામ ધારાસભ્યોને બેંગ્લુરૂ બોલાવ્યા છે. રવિવારે કોંગ્રેસ દ્વારા વિધાયક દળની બેઠક બોલાવામાં આવી છે. કર્ણાટકમાં 72.82 ટકા મતદાન થયું હતું. હાલ કોંગ્રેસ આગળ ચાલી રહી છે. કર્ણાટકમાં કોંગ્રેસ સરકાર બનાવશે તેવું હાલ લાગી રહ્યું છે.      



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે