Odisha: ભારે વરસાદથી બચવા શ્રમિકોએ ટ્રેનની નીચે લીધો આશરો, માલગાડી અચાનક જ ટ્રેક પર સરકી, 7ના મોત


  • Published By :
  • Published Date : 2023-06-07 22:50:55

ઓડિશાના બાલાસોર જિલ્લામાં ભીષણ રેલવે દુર્ઘટનાના પાંચ દિવસ બાદ વધુ એક ટ્રેન દુર્ઘટના સર્જાઈ છે. ઓડિશાના જાજપુર રોડ રેલવે સ્ટેશન પર બુધવારે માલગાડી નીચે આવી જતા ઓછામાં ઓછા 7 શ્રમિકોના મોત થયા છે અને બે શ્રમિક ઈજાગ્રસ્ત થયા છે. ભારે વરસાદ વચ્ચે આ શ્રમિકો ત્યા ઉભેલી ગુડ્સ ટ્રેન (માલગાડી)ની નીચે આશરો લીધેલો હતો. આ સંજોગોમાં ઓચિંતા જ એન્જીન વગરની ગાડી પાટા પર ચાલવા લાગી હતી અને શ્રમિકોને તેની નીચેથી નિકળવાની કોઈ તક મળી ન હતી.


કઈ રીતે સર્જાઈ દુર્ઘટના?


રેલવેના એક પ્રવક્તાએ કહ્યું કે ઓચિંતા જ આંધી આવી હતી. કેટલાક શ્રમિકો નજીકમાં આવેલી રેલવે લાઈન પર કામ કરી રહ્યા હતા. અચાનક જ હવામાન ખરાબ થતાં ગાજવીજ અને સસવાટા મારતા પવન સાથે વરસાદ તુટી પડ્યો હતો જેથી મજુરો આંધી અને વરસાદથી બચવા માટે માલગાડી નીચે બેસી ગયા હતા. આ માલગાડીમાં એન્જિન લાગેલું નહોતું અને તેજ પવનના કારણે ટ્રેનના ડબ્બા આગળની તરફ દોડવા લાગ્યા હતા. કમનસીબે મજુરો તેની ઝપેટમાં આવી જતા તેમના મોત નિપજ્યા હતા. 


વળતરની ઘોષણા


ઓડિશાના મુખ્યમંત્રી નવીન પટનાયકે મજૂરોના મૃત્યુ પર ઊંડો શોક વ્યક્ત કર્યો છે. તેમણે મૃતકના નજીકના સંબંધીઓને મુખ્યમંત્રી રાહત ફંડમાંથી પાંચ લાખ રૂપિયા ની જાહેરાત કરી છે. સીએમ  નવીન પટનાયકે અકસ્માતમાં ઘાયલ બે લોકોને યોગ્ય સારવાર આપવાના આદેશ પણ આપ્યા છે.



સ્વાતી માલીવાલના અનેક વીડિયો સામે આવ્યા છે.. ત્યારે વધુ એક વીડિયો સામે આવ્યો છે જેની પુષ્ટિ જમાવટ કરતું નથી.. આ બધા વચ્ચે આતિશીએ બીજેપી પર આરોપ લગાવ્યો હતો. સ્વાતી માલીવાલે એફઆઈઆર પણ દર્જ કરી. અને એવી માહિતી સામે આવી છે કે બિભવ કુમારની પોલીસે અટકાયત કરી લીધી છે..

એક મોટી દુર્ઘટના હરિયાણાના નૂંહમાં બની છે.. નૂંહ જિલ્લાના તાવડુની સરહદ નજીક કુંડલી માનેસર પલવલ એક્સપ્રેસ વે પર દુર્ઘટના બની હતી જેમાં અનેક લોકોના મોત બળી જવાને કારણે થયા છે... મળતી માહિતી અનુસાર આ ઘટનામાં 9 જેટલા લોકોના મોત થયા છે જ્યારે અનેક લોકો ગંભીર રીતે દાઝ્યા છે અને તેમની સારવાર ચાલી રહી છે.

ચૈતર વસાવા અને મનસુખ વસાવા વચ્ચે જાહેરમાં તૂ તૂ મેં મેં થઈ હતી. મનસુખ વસાવાએ સોશિયલ મીડિયા પર એક પોસ્ટ કરી જે બાદ રાજનીતિ ગરમાઈ. ચૈતર વસાવા ત્યાં આવી ગયા અને બંને નેતાઓ બાજી પડ્યા..

લોકસભા ચૂંટણીના પ્રચાર દરમિયાન અનેક વખત એવા નિવેદનો સામે આવતા હોય છે જેની ચર્ચા થતી હોય છે. ત્યારે પીએમ મોદીએ એક સબામાં રાહુલ ગાંધીના નિવેદન પર પ્રતિક્રિયા આપી છે.