દુનિયાભરની ટેક કંપનીઓ શા માટે કરી રહી છે મોટાપાયે છટણીઓ? જાણો


  • Published By :
  • Published Date : 2023-01-23 15:06:55

છેલ્લા કેટલાક મહિનાઓથી દુનિયાભરના અખબારોમાં છટણી...છટણીના સમાચારો જ વાંચવા મળી રહ્યા છે. વિશ્વની ટોચની ટેક  કંપનીઓના કર્મચારીઓ પર પણ છટણીનો ખતરો તોળાઈ રહ્યો છે. માઈક્રોસોફ્ટ, ગુગલ, અને મેટાએ પણ તાજેતરમાં જ તેના કર્મચારીઓની હકાલપટ્ટી કરી છે. આ છટણીના સમાચારો વાચીએ ત્યારે મગજમાં તે વિચાર આવે કે આવી સ્થીતી શા માટે સર્જાઈ તે અંગે પણ વિચારવા જેવું છે.  


કેટલા લોકોએ નોકરી ગુમાવી?


બ્લુમબર્ગની એક રિપોર્ટના અનુસાર ગત વર્ષે લગભગ એક લાખથઈ પણ વધુ લોકોએ તેમની નોકરી  ગુમાવી છે. અને વર્ષ 2023માં પણ આ જ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. ઉદ્યોગ જગતની નોકરીઓ પર નજર રાખતી વેબસાઈટ layoffs.fyiના જણાવ્યા પ્રમાણે બે ડઝનથી પણ વધુ અમેરિકન ટેક કંપનીઓએ કહ્યું કે તે તેના કર્મચારીઓની સંખ્યામાં 10 ટકા જેટલો કે તેથી વધુની છટણી કરશે.


કોવિડ બાદ પરિસ્થિતી વધુ વણસી


દુનિયાની ટેક કંપનીઓમાં છટણી શા માટે થઈ રહી છે? જવાબમાં નિષ્ણાતોનું  કહેવું છે કે કોવિડ મહામારીના સમયમાં લોકડાઉન દરમિયાન ટેક કંપનીઓમાં મોટા પ્રમાણમાં સ્ટાફની ભરતી કરવામાં આવી હતી. ત્યારે પરિસ્થિતી અનુકુળ હતી. પરંતું જ્યારે લોકડાઉનની મુદત પૂરી થઈ અને માર્કેટ ખુલ્યું તો ટેક સેક્ટરની સ્થિતી વધુ ખરાબ થઈ ગઈ. લોકડાઉન દરમિયાન લાખો લોકો લોકડાઉનમાં ઘરેથી કામ કરતા હતા. આ જ કારણે કંપનીઓની ટેકનોલોજી માગ વધી રહી હતી. પરંતું લોકો ઘરેથી ઓફિસ જવા લાગ્યા ત્યારે ટેક કંપનીઓની માગ ઘટી ગઈ હતી.


આર્થિક મંદીનો ભય


ટેક કંપનીઓમાં થઈ રહેલી છટણીઓ પાછળ એક દલીલ તે પણ આપવામાં આવી રહી છે કે દુનિયાભરમાં મંદીનો માહોલ છે. કંપનીઓ તેમનો ખર્ચ ઘટાડવા પર ફોકસ કરી રહી છે. છટણી કરીને કંપનીઓ એક પ્રકારે કરકસર  કરી રહી છે. ગ્લોબલ મંદીના કારણે વૈશ્વિક સ્તરે એમેઝોન, ગુગલ, ટ્વિટર અને માઈક્રોસોફ્ટ જેવી કંપનીઓએ પણ કર્મચારીઓની હકાલપટ્ટીનો નિર્ણય કર્યો છે. ભારતમાં પણ ટેક અને એડટેક કંપનીઓએ કોસ્ટ કટિંગનો માર્ગ અપનાવ્યો છે. ભારતમાં મંદી વધુ વકરે તેવું અનુમાન છે, એક રિપોર્ટ મુજબ છેલ્લા એક વર્ષની તુલનામાં આ વર્ષે આઈટી કંપનીઓએ નવી નોકરીઓ માટે 10 ટકા ઓછી જાહેરાતો આપી છે.  



પશ્ચિમ એશિયાના દેશ ઈરાનમાં હાલમાં સ્થિતિ ખુબ જ તણાવપૂર્ણ છે. ત્યાં છેલ્લા બે અઠવાડિયાથી સરકાર વિરોધી દેખાવો ચાલુ છે. તો બીજી તરફ , USના પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પને , ઈરાનમાં સંભવિત લશ્કરી કાર્યવાહી કરવા માટેના વિકલ્પોની જાણકારી આપવામાં આવી છે. ઈરાને સ્પષ્ટ કરી દીધું છે કે, અમારા પર કોઈ પણ પ્રકારની કાર્યવાહી કરવામાં આવશે તો અમે જવાબ આપીશું.

સુરતના ખુબ ચર્ચિત બીટકોઈન કેસમાં , અમરેલીના ભારતીય જનતા પાર્ટીના પૂર્વ MLA નલિન કોટડીયાને , ગુજરાત હાઇકોર્ટ દ્વારા , ૫૦ હજારના બોન્ડ પર જામીન આપવામાં આવ્યા છે. અમદાવાદની ACB કોર્ટે , પૂર્વ MLA નલિન કોટડીયા સહીત ૧૪ આરોપીઓને આ જીવન કેદની ફટકારી હતી. નલિન કોટડીયા પર , ૨૦૧૮માં સુરતના બિલ્ડર શૈલેષ ભટ્ટનું અપહરણ કરીને , ખંડણી માંગવાનો આરોપ લાગેલો છે.

જવાહરલાલ નહેરુ યુનિવર્સિટીના કેમ્પસમાં કેટલાક વિદ્યાર્થીઓ પર મોડી રાત્રે વિવાદિત નારેબાજી કરી હોવાનો આરોપ છે. જેમાં નારા લગાવવામાં આવ્યા છે કે , " મોદી-શાહ કી કબર ખુદેગી , JNU કી ધરતી પર." આ અગાઉ , ૨૦૧૬માં JNUમાં રાષ્ટ્રવિરોધી નારાઓ લાગ્યા હતા જેના કારણે , તે ચર્ચામાં આવી હતી. JNUમાં થયેલી આ નારેબાજીના વિડિઓ સોશ્યિલ મીડિયામાં વાઇરલ થયા છે જેના કારણે રાજનીતિમાં ગરમાવો આવી ગયો છે.

વર્ષ ૨૦૨૬ની શરૂઆત થઇ ચુકી છે. ત્યારે આ વર્ષના મધ્યમાં થનારી, પશ્ચિમ બંગાળ , આસામ , કેરળ , તામિલનાડુ , પુડ્ડુચેરીની વિધાનસભાની ચૂંટણીઓ પર સૌની નજર છે. ત્યારે કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આ રાજ્યોમાં પોતાનો આક્રમક પ્રવાસ શરુ કર્યો છે. બીજી તરફ , કોંગ્રેસે પણ તૈયારીઓ શરુ કરી દીધી છે . કોંગ્રેસે સંગઠનના સ્તરે મહત્વના બદલાવ કરીને , પ્રિયંકા ગાંધીને મહત્વની જવાબદારી સોંપી છે.