ગૂગલને NCLATએ આપ્યો મોટો ઝટકો, 30 દિવસમાં 1337 કરોડનો દંડ ભરવાનો આદેશ કર્યો


  • Published By :
  • Published Date : 2023-03-29 19:58:25

સર્ચ એન્જિન ગૂગલને મોટો ઝટકો લાગ્યો છે, ગૂગલે 30 દિવસમાં 1337 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. ગૂગલને નેશનલ કંપની લો ટ્રિબ્યુનલ (NCLAT) તરફથી પણ રાહત મળી શકી નથી. NCLAT એ Google મામલે CCIએ આપેલા ચુકાદાને યથાવત રાખ્યો છે. આ ઝટકા બાદ ગૂગલે 30 દિવસમાં 1337.76 કરોડ રૂપિયાનો દંડ ભરવો પડશે. કમિશન ઓફ ઈન્ડિયા એટલે કે CCIએ ઈન્ટરનેટ કંપની પર આ દંડ લગાવ્યો હતો.


30 દિવસમાં દંડ ભરવો પડશે


NCLATની બે સભ્યોની બેન્ચે ગૂગલને નિર્દેશનો અમલ કરવા અને 30 દિવસની અંદર રકમ જમા કરાવવાનો નિર્દેશ આપ્યો છે. NCLATના ચેરમેન જસ્ટિસ અશોક ભૂષણે CCIના આદેશમાં થોડો સુધારો કર્યો છે. જસ્ટિસ અશોક ભૂષણે આદેશ જાહેર કરતાં  ગૂગલની દલીલોને ફગાવી દીધી હતી. અત્રે ઉલ્લેખનીય છે કે, વર્ષ 2022માં CCIએ ગૂગલ પર આ દંડ લગાવ્યો હતો. એન્ડ્રોઈડ મોબાઈલ કેસમાં ગૂગલને દંડ ફટકારવામાં આવ્યો હતો. ગૂગલે આ ઓર્ડરને NCLATમાં પડકાર્યો હતો.


ગૂગલ પર મોનોપોલીનો આરોપ


ગૂગલ પર પ્લે સ્ટોરની નીતિઓ સાથે સંબંધિત તેની મોનોપોલીનો દુરુપયોગ કરવાના સંબંધમાં CCI દ્વારા ગયા વર્ષે લાદવામાં આવ્યો હતો. સ્પર્ધાને ડામવા માટે એન્ડ્રોઇડ મોબાઇલ ડિવાઇસ સેગમેન્ટમાં તેની મજબૂત હાજરીનો દુરુપયોગ કરવાના આરોપોને પગલે CCIએ Google પર દંડ લાદ્યો હતો. CCIએ ગૂગલને 1337 કરોડ રૂપિયાનો દંડ ફટકાર્યો હતો. ગૂગલે આ દંડ સામે NCLATના દરવાજા ખખડાવ્યા હતા. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે