વિસાવદરમાં ગોપાલ ઇટાલિયાની જીત , આગામી સમયમાં ગુજરાતની રાજનીતિમાં કેવી અસર ઉભી કરશે?


  • Published By : Parth Vaghela
  • Published Date : 2025-06-25 18:53:26

હમણાં થોડાક સમય પેહલા જ વિસાવદર બેઠક માટે પેટાચૂંટણી સંપન્ન થઈ છે. આ પેટાચૂંટણીમાં આમ આદમી પાર્ટીના ગોપાલ ઇટાલિયાનો 17,554 મતોથી વિજય થયો છે . તો સામે ભાજપના કિરીટ પટેલ અને કોંગ્રેસના નીતિન રાણપરીયાની હાર થઈ છે. આમ તો દેશના કોઈ પણ ખૂણામાં યોજાતી , પેટાચૂંટણી એ જનતાના આંશિક અંદાજ અને મિજાજનો પરિચય આપે છે. તે સંપૂર્ણપણે જનતાના મિજાજનો બેરોમીટર નથી. પરંતુ , વિસાવદર વિધાનસભાની પેટાચૂંટણીએ એક નરેટિવ ખુબ જ મજબૂત કર્યો છે કે , ગુજરાતમાં ભારતીય જનતા પાર્ટીને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. કોંગ્રેસની જે હાલત થઈ છે તેના લીધે ગુજરાત કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ શક્તિસિંહ ગોહિલે કોંગ્રેસ હાઇકમાન્ડને રાજીનામુ ધરી દીધુ છે. 

AAP's Gopal Italia Arrives On Gujarat's Political Scene With Visavadar  Victory

તો હવે જાણીએ કે ગોપાલ ઇટાલિયાની જીતના ક્યા કારણો રહ્યા છે? પહેલું કે , ગોપાલ ઇટાલિયાને ચૂંટણી પ્રચાર કરવા માટે વધારે સમય મળ્યો કેમ કે , આમ આદમી પાર્ટીએ વેહલા ટિકિટ જાહેર કરી. સત્તા વિરોધી સ્થાનિક મિજાજનો આમ આદમી પાર્ટીને ફાયદો મળ્યો. આ ચૂંટણીઓમાં લોકલ મુદ્દાઓ પર ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું. સ્થાનિકો સાથે તેમની શૈલીમાં કામ કર્યું. સ્પષ્ટ રણનીતિ સાથે આમ આદમી પાર્ટી મેદાનમાં ઉતરી. સોશ્યિલ મીડિયાને હથિયાર બનાવ્યું . આમ આદમી પાર્ટી ૨૦૧૫ની દિલ્હી વિધાનસભાની ચૂંટણીઓથી જ સોશ્યિલ મીડિયાને હથિયાર બનાવવામાં હોંશિયાર છે. આમ આદમી પાર્ટી પોતાની પીચ પર ભાજપને રમવા લઈ આવ્યા. ચૂંટણી દરમ્યાન ભાજપના નેતાઓ ડિફેન્સિવ દેખાયા. સાથે જ વિસાવદરમાં એવો મેસેજ આપ ક્લિક કરાવી શકી કે , એકને હરાવવા આખું ભાજપ ઉતર્યું છે. 

Visavadar By Election 2025: કોણ છે વિસાવદર બેઠક પરના ભાજપના ઉમેદવાર કિરીટ  પટેલ, જાણો તેમના વિશે બધું - Who Is Kirit Patel? BJP Candidate from  Visavadar Seat – Know His Profile, Biography ...

હવે વાત કરીએ કે , વિસાવદરમાં કિરીટ પટેલની હારના કારણો શું હતા? 10 વર્ષ સંગઠનમાં રહીને કરેલી કથિત તાનાશાહી નડી. વિસાવદરનો સત્તા વિરોધી મિજાજ નડ્યો. સહકાર કૌભાંડમાં નામ ઉછળતા છબી પર અસર થઈ. જનતા સામે તુમાખીવાળું વર્તન ના ચાલ્યું. સંગઠનનું ખુબ જોર પણ આંતરીક વિવાદ સામે ઉપરથી સીધી ટિકિટ મેનેજ કર્યાનો મેસેજ ગયો. હર્ષદ રીબડીયા જેવા નેતાઓએ સાથ ના આપ્યો. ભાજપને જનતા હરાવે તો પણ ધારાસભ્ય ખરીદવાની વૃત્તિ ઉંધી પડી. રસ્તા ભંગાર હાલતમાં અને વાત પેરિસની નડી. એટલુંજ નહિ ભાજપના નેતાઓએ જે બેફામ નિવેદનબાજીઓ કરી તેનાથી તેનું નુકશાન ભાજપને જ થયું. 

Delhi polls: Trinamool, SP to campaign for AAP; Congress left alone

વાત કરીએ , વિસાવદરની પેટાચૂંટણીના ગુજરાતની રાજનીતિ પર કેવી રીતે દૂરની અસર જન્માવી શકે છે? આવનારા સમયમાં મ્યુનિસિપલ કોર્પોરેશન અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓ છે. તેમાં આમ આદમી પાર્ટી કોંગ્રેસ કરતા નરેટિવ બેટલમાં આગળ રહી શકે છે કે , ભાજપને માત્ર ને માત્ર આમ આદમી પાર્ટી જ ટક્કર આપી શકે છે. 2027માં ગુજરાતમાં વિધાનસભાની ચૂંટણીઓ છે તે સમયે આમ આદમી પાર્ટી અને કોંગ્રેસ વચ્ચે ગઠબંધન થશે કે કેમ? તે ખુબ મોટો યક્ષપ્રશ્ર્ન છે . જો નથી થતું તો , હજુ પણ કોંગ્રેસના વોટશેરમાં આમ આદમી પાર્ટી ભાગ પડાવી શકે છે. આમ આદમી પાર્ટીનું જે સંગઠન છે બુથ લેવલનું તે કોંગ્રેસ કરતા મજબૂત છે. તો હવે જોઈએ આગળ શું થાય છે? જે પણ અપડેટ હશે અમે તમને આપતા રહીશું. 




"આપણે સમાજને ના તોડીએ. સમાજને તોડનારી વ્યક્તિઓને વ્યક્તિઓને સમજીએ." આ શબ્દો છે ,ઉત્તરપ્રદેશના રાજ્યપાલ આનંદીબેન પટેલના દીકરી અનાર પટેલના. અનાર પટેલે થોડાક સમય અગાઉ બનાસકાંઠાના શહેરના પાલનપુરના કાર્યક્રમમાં હાજરી આપી હતી. આ કાર્યક્રમમાં સરદાર સાહેબની મૂર્તિનું અનાવરણ કરવામાં આવ્યું હતું. પાલનપુરના કાર્યક્રમમાં અનાર પટેલ દ્વારા પાટીદાર સમાજની એકતા પર ટીપ્પણી કરવામાં આવી છે.

ગીર સોમનાથ જિલ્લામાં "સોમનાથ અમૃત મહોત્સવની" જબરદસ્ત તૈયારી ચાલી રહી છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી આ અવસરે ગીર સોમનાથ જિલ્લાની મુલાકાતે આવવાના છે. ત્યારે , નગરપાલિકાનો એક કર્મચારી નારિયેળી દૂર કરવા માટે ઝાડ પર ચઢે છે. આ પછી તેઓ પોતાનું બેલેન્સ ગુમાવતા જમીન પર પડે છે અને જીવ ગુમાવે છે. ત્યારબાદ જિલ્લાના કોળી સમાજમાં આક્રોશ ફાટી નીકળ્યો હતો. આ પછી , ગીર સોમનાથના MLA વિમલ ચુડાસમા અને જૂનાગઢના MP રાજેશ ચુડાસમા પીડિત પરિવારને મળવા પહોંચી જાય છે. જેનાથી ગીર સોમનાથ જિલ્લાના રાજકારણમાં ગરમાવો આવી ગયો છે.

તમિલનાડુના રાજકીય માહોલ ગરમાયેલો છે કેમ કે, ૨૩૪ ધારાસભ્યોનું કદ ધરાવતી તમિલનાડુંની વિધાનસભામાં વિજયની પાર્ટી TVK પાસે મેજીક ફિગર નથી. આ ઉપરાંત , જયારે તેમણે ગવર્નર રાજેન્દ્ર આરલેકર સાથે મુલાકાત કરી ત્યારે , વિજય પાસે ૧૧૮નો મેજીક ફિગર નહોતો આ કારણે , ગવર્નર રાજેન્દ્ર આરલેકર દ્વારા ૧૧૮ ધારાસભ્યોના સહી સાથે પ્રસ્તાવ લાવવાની વાત કરવામાં આવી છે. બીજી તરફ , વિજયે પોતાની પાર્ટીના ૧૦૮ ધારાસભ્યોને મામલ્લાપુરમ ખાતે રિસોર્ટમાં મોકલી દીધા છે. તમિલનાડુંમાં રિસોર્ટ પોલિટિક્સ શરૂઆત થઇ ચુકી છે.

એપ્રિલ, ૨૦૧૭માં જયારે ઓરિસ્સાના ભુવનેશ્વરમાં ભારતીય જનતા પાર્ટીની કાર્યકારિણી મળી હતી તેમાં , વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ કહ્યું હતું કે , ભારતીય જનતા પાર્ટીનો સુવર્ણ યુગ ત્યારે જ હશે કે જયારે ભાજપ ઓરિસ્સા , પશ્ચિમ બંગાળ અને કેરળમાં પોતાની સરકાર બનાવે. પાંચ રાજ્યોમાં જનાદેશ આવી ગયો છે. સૌથી ચોંકાવનારા પરિણામ પશ્ચિમ બંગાળના રહ્યા છે. કેમ કે , ૧૫ વર્ષ પછી પશ્ચિમ બંગાળમાં ભાજપે સત્તાધારી પક્ષ તૃણમૂલ કોંગ્રેસ પાસેથી સત્તા આંચકી લીધી છે. ૧૯૫ બેઠકો સાથે સરકાર બનાવવા જઈ રહ્યો છે.