Omicronના નવા સબ વેરિએન્ટ BF.7 અંગે સરકાર એક્સનમાં, સ્વાસ્થ્ય મંત્રી મનસુખ માંડવિયાએ યોજી બેઠક


  • Published By : Payal rathod
  • Published Date : 2022-10-18 20:26:11

Omicron ના સબ વેરિએન્ટ BF.7ની ભારતમાં એન્ટ્રી થઈ ગઈ હોવાની પુષ્ટી થયા બાદ સરકાર એક્સનમાં આવી છે. સરકારને આશંકા છે કે દેશમાં ફરીથી કોરોનાના કેસ વધી શકે છે. કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ Omicronના સબ વેરએન્ટના ખતરાને જોતા આજે આરોગ્ય વિભાગના અધિકારીઓ સાથે બેઠક યોજી હતી. આ બેઠકમાં દિવાળીથી લઈને જરૂરી સાવધાની રાખવા પર ભાર મુકવામાં આવ્યો હતો. 


ગુજરાતમાં સબ વેરિયન્ટ BF.7નો પહેલો કેસ નોંધાયો


અત્રે ઉલ્લેખનિય છે કે ભારતમાં અત્યંત સંક્રામક Omicron સબ વેરિયન્ટ BF.7 મળી આવ્યો છે. BF.7 વેરિઅન્ટ પ્રથમ ચીનમાં જોવા મળ્યો હતો અને હવે તે અમેરિકા, બ્રિટન, ઓસ્ટ્રેલિયા અને બેલ્જિયમમાં પહોંચી ગયું છે. ગુજરાતમાં સબ-વેરિઅન્ટ સૌથી પહેલો કેસ મળી આવ્યો હતો, જેને ગુજરાત બાયોટેકનોલોજી રિસર્ચ સેન્ટર દ્વારા પુષ્ટિ આપવામાં આવી હતી અને તેને 'ઓમીક્રોન સ્પોન' તરીકે ઓળખવામાં આવ્યો હતો.


WHOએ વાયરલને અત્યંત સંક્રામક ગણાવ્યો


સમગ્ર ચીનમાં કોરોનાના નવા કેસ BF.7 વેરિઅન્ટથી શરૂ થયા છે. હકીકતમાં, વિશ્વ આરોગ્ય સંસ્થા (WHO)એ અત્યંત સંક્રામક BF.7 કોવિડ સબ વેરિયન્ટ અંગે ચેતવણી આપી હતી. તે સબ વેરિયન્ટનું નવું ફ્લેગશિપ વેરિઅન્ટ બનવાની પણ આશા છે. એક અધિકારીએ મીડિયાને જણાવ્યું કે, "આ વેરિઅન્ટ વધુ વાયરલ થઈ રહ્યું છે કે કેમ તે જોવા માટે અમે પરિસ્થિતિ પર નજર રાખી રહ્યા છીએ."



પરષોત્તમ રૂપાલા અને ક્ષત્રિય સમાજ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. ક્ષત્રિય સમાજ પોતાની માગ સાથે અડગ છે તો ભાજપ પણ પોતાની વાત મક્કમ દેખાઈ રહ્યો છે. ત્યારે ગઈકાલે અમદાવાદમાં ક્ષત્રિય સમાજની બેઠક મળી હતી ત્યાં મોટી સંખ્યામાં ક્ષત્રાણીઓ આવ્યા હતા.. આ મીટિંગ દરમિયાન ક્ષત્રિયાણી દ્વારા એવા નિવેદન આપવામાં આવ્યા જે સ્વીકાર્ય ના હોય.!

ગુજરાતમાં કાળઝાળ ગરમીનો અનુભવ થઈ રહ્યો છે. અનેક જિલ્લાઓમાં તાપમાન 40ને પાર પહોંચી ગયું છે. હવામાન વિભાગની આગાહી અનુસાર બે ત્રણ દિવસો દરમિયાન ગરમી નહીં વધે પરંતુ તે બાદ ગરમીનો પારો સતત વધશે. હવામાન નિષ્ણાત દ્વારા પણ આવી આગાહી કરવામાં આવી છે.

દેશમાં આજે પ્રથમ તબક્કા માટે મતદાન યોજાયું હતું. 102 બેઠકો પર મતદાનની પ્રક્રિયા હાથ ધરાઈ હતી. સૌથી વધારે મતદાન પશ્ચિમ બંગાળમાં થયું છે. ગુજરાતમાં ત્રીજા તબક્કા અંતર્ગત મતદાન થવાનું છે.

સાબરકાંઠા લોકસભા બેઠક પર અપક્ષ તરીકે ભુપેન્દ્રસિંહ ઝાલાએ ઉમેદવારી ફોર્મ ભર્યું છે. સાબરકાંઠા લોકસભા બેઠક પર ભાજપે ઉમેદવારને બદલ્યા હતા. હવે સાબરકાંઠાના ઉમેદરવાર શોભનાબેન બારૈયાને આપી છે.