કચ્છમાં ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં શિક્ષણ વિભાગે આ ભાંગરો વાટ્યો


  • Published By :
  • Published Date : 2023-04-06 21:36:33

ગુજરાતમાં શિક્ષણનું સ્તર કથળ્યું હોવાનું એક કારણ શિક્ષણ વિભાગની બેદરકારી પણ છે. રાજ્ય સરકારનો આ મહત્વનો વિભાગ શિક્ષણ ક્ષેત્રે સુધારા થાય કે વિદ્યાર્થીઓને  ગુણવત્તાસભર શિક્ષણ મળે તે માટે કોઈ નક્કર પ્રયાસો જ કરતો નથી. શિક્ષણ વિભાગ દ્વારા લેવાતી પરીક્ષાઓમાં પણ છબરડા બહાર આવતા રહે છે. જેમ કે આજે કચ્છની એક સરકારી શાળાના ધોરણ ત્રણની પરીક્ષામાં મોટી ભૂલ સામે આવી છે.


પર્યાવરણના પેપરમાં ગોટાળો


ધોરણ-3ના પર્યાવરણના પેપરમાં મોટી ભૂલ સામે આવી છે. આજે કચ્છની સરકારી પ્રાથમિક શાળા અંતર્ગત અભ્યાસ કરતા 27 હજાર બાળકોને પર્યાવરણ વિષયના પેપરમાં ખેલકુદનો પ્રશ્ન પુછાયો હતો. 4 માર્કસના પ્રશ્ન નંબર-6માં ચારમાંથી કોઈપણ એક વિકલ્પ પસંદ કરી ચાર સવાલના જવાબ સાચા કે ખોટા ચિન્હ કરી આપવાના હતા. બીજા ક્રમના પ્રશ્નમાં સવાલ હતો કે, સચિન તેંડુલકર કઈ રમતનો ખેલાડી છે વિદ્યાર્થીઓને મળ્યા 4 ઓપ્શન- હોકી, કબડ્ડી, ફૂટબોલ કે ચેસ. હવે આમાં ખરો વિકલ્પ ક્રિકેટ અપાયો જ નહોતો, આ કારણે વિદ્યાર્થીઓ મુંઝાયા હતા. આમ પ્રશ્નપત્રમાં શિક્ષણ વિભાગ દ્વારા ચૂક રહી ગયાનું સામે આવ્યું હતું. ભૂલ સુધરે તે પહેલાં તો પર્યાવરણનું પેપર પણ પૂર્ણ થઇ ગયું હતું. 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે