ઈઝરાયેલના જવાનો પર ગાઝામાં ગ્રેનેડ હુમલો, 21ના મોત, PM નેતન્યાહૂએ કહીં આ વાત


  • Published By :
  • Published Date : 2024-01-23 15:48:25

ઈઝરાયેલની સેનાએ કહ્યું છે કે મધ્ય ગાઝામાં એક હુમલામાં તેના 24 જવાનના મોત થયા છે. હમાસ-ઈઝરાયેલ યુધ્ધ શરૂ થયા બાદનો ઈઝરાયેલને આ અત્યાર સુધીનો સૌથી મોટો ઝટકો છે. સેનાના મુખ્ય પ્રવક્તા રિયર એડમિરલ ડેનિયલ હેગારીએ મંગળવારે આ જાણકારી આપી છે. તેમણે જણાવ્યું કે સૈનિકો મધ્ય ગાઝામાં સોમવારે બે મકાનોને ધ્વસ્ત કરવા માટે વિસ્ફોટક લગાવવાની તૈયારી કરી રહ્યા હતા તે સમયે જ એક આતંકવાદીએ રોકેટ સંચાલિત ગ્રેનેડથી હુમલો કર્યો હતો. તેના કારણે વિસ્ફોટક ફાટ્યું અને ઈમારત ધરાશાયી થઈ હતી. બિલ્ડિંગના કાટમાળમાં દટાઈ જવાથી 24 જવાનોના મોત નિપજ્યા હતા. 


PM નેતન્યાહૂએ કર્યું ટ્વીટ


ઈઝરાયેલના વડાપ્રધાન બેન્ઝામિન નેતન્યાહૂએ ગાઝામાં સૌથી ઘાતક હુમલામાં 24 જવાનોના મોત પર શોક વ્યક્ત કર્યો છે. જો કે તેમણે કહ્યું કે જ્યાં સુધી સંપુર્ણપણે  જીત ના મળે ત્યાં સુધી સેના ગાઝામાં લડતી રહેશે. એક્સ પર એક પોસ્ટમાં નેતન્યાહૂએ કહ્યું યુધ્ધની શરૂઆત બાદ સોમવારનો દિવસ સૌથી મુશ્કેલ દિવસ રહ્યો છે. તેમણે કહ્યું કે સેના આ હુમલાની તપાસ કરશે. 


ગાજામાંથી 20 લાખ લોકો વિસ્થાપિત


ઈઝરાયેલની સેના દ્વારા જમીન પર કરવામાં આવેલી કાર્યવાહી બાદ ગાઝામાં ઈઝરાયેલી સેના પર આ સૌથી ભયાનક હુમલો છે. જો કે ઈઝરાયેલના હુમલા બાદ ગાઝામાં 20 લાખથી વધુ લોકો વિસ્થાપિત થયા છે. જ્યારે લગભગ 25 હજારથી પણ વધુ લોકોના મોત નિપજ્યા છે. આ યુધ્ધ ક્યારે બંધ થશે તે અંગે કોઈ સ્પષ્ટપણે કહી શકે તેમ નહીં, ઈઝરાયેલના વડાપ્રધાન આંતરરાષ્ટ્રિય દબાણને પણ ફગાવી ચુક્યા છે.  



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે