એપ્રિલ 2023માં GST કલેક્શન રેકોર્ડ 1.87 લાખ કરોડે પહોંચ્યું, ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું


  • Published By :
  • Published Date : 2023-05-01 20:35:04

ગુડ્સ એન્ડ સર્વિસ ટેક્સ (GST) દેશમાં સૌપ્રથમ વખત 1 જુલાઈ,2017માં અમલી કરવામાં આવ્યો હતો. છેલ્લા લગભગ 6 વર્ષમાં પહેલી વખત એપ્રિલ 2023માં રેકોર્ડ જીએસટી કલેક્શન થયું છે. એપ્રીલમાં જીએસટી કલેક્શન 1.87 લાખ કરોડ રૂપિયા થયું છે.  આ પહેલા સૌથી વધુ જીએસટી કલેક્શન એપ્રીલ 2022માં 1.68 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. એપ્રીલ 2022ની  તુલનામાં ગત મહિને 19,495 કરોડ રૂપિયા જેટલું જીએસટી કલેક્શન થયું હતું.


સરકારી આંકડા મુજબ એપ્રીલમાં કુલ 1,87,035 કરોડ જીએસટીમાં CGST કલેક્શન 38,440 કરોડ રૂપિયા, SGST કલેક્શન 47,412 કરોડ રૂપિયા, IGST કુલ 89,158 કરોડ રૂપિયા અને સેસ સ્વરૂપમાં 12,025 કરોડ રૂપિયાની વસૂલાત કરવામાં આવી છે.


એપ્રિલ માં રેકોર્ડ GST કલેક્શન


જીએસટીના મોરચે મોદી સરકાર માટે નાણાકિય વર્ષ 2023-24ની શરૂઆત શાનદાર રહેશે. મહિના દર મહિનાની તુલના કરીએ તો માર્ચ-2023માં જીએસટી કલેક્શન 1.60 લાખ કરોડ રહ્યું હતું. નાણાકિય વર્ષ 2022-23માં સતત ચોથા મહિને માર્ચમાં કલેક્શન 1.50 લાખ કરોડ રૂપિયા રહ્યું હતું. પરંતું જીએટીનો અમલ થયા બાદથી અત્યાર સુધી એપ્રિલ-2023માં સૌથી વધુ કલેક્શન થયું છે. નાણા મંત્રાલયના જણાવ્યા મુજબ એપ્રિલ 2023માં જીએસટી કલેક્શન ગત વર્ષની તુલનામાં 12 ટકા વધુ છે.  


ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પણ વધ્યું


નાણાકીય વર્ષ 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન સરકારના અંદાજ કરતાં વધુ હતું. નાણાકીય વર્ષ 2022-23માં નેટ ડાયરેક્ટ ટેક્સ કલેક્શન રૂ. 16.61 લાખ કરોડ હતું. તે જ સમયે, નાણાકીય વર્ષ 2021-22માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન 14.12 લાખ કરોડ રૂપિયા હતું. તદનુસાર, 2022-23માં ડાયરેક્ટ ટેક્સ કલેક્શન પાછલા વર્ષ કરતાં 17.63 ટકા વધુ હતું.



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે