UNમાં PM મોદીના નેતૃત્વમાં રચાયો નવો ગિનિસ વર્લ્ડ રેકોર્ડ, 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા


  • Published By :
  • Published Date : 2023-06-21 20:35:04

આજે વિશ્વ યોગ દિવસ છે અને પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી હાલ અમેરિકાના ત્રણ દિવસના  રાજકીય પ્રવાસ પર છે. આજે તેમણે UN હેડક્વાર્ટર ખાતે ઉપસ્થિત લોકોને સંબોધ્યા હતા. ત્યાર બાદ UN હેડક્વાર્ટર પરીસરમાં યોજાયેલા યોગ કાર્યક્રમમાં ભાગ લીધો હતો અને સમુહમાં યોગાભ્યાસ કર્યો હતો. સંયુક્ત રાષ્ટ્રમાં નરેન્દ્ર મોદીએ ભદ્રાસન, ઉષ્ટ્રાસન, ઉત્તાન શિશુનાસન, ભુજંગાસન, પવન મુક્તાસન, શવાસન કર્યા હતા. વડાપ્રધાન યોગ કરવા માટે સામાન્ય લોકો વચ્ચે બેસી ગયા હતા. મોદીના બાજુમાં જાણીતો એક્ટર રિચર્ડ ગેરે પણ હતા. યોગથી મોદી અને તમામ લોકોએ ધ્યાન લગાવ્યું હતું. લોકો એક સાથે સમુહમાં ઓમ ઉચ્ચારણ કર્યું હતું.


PM મોદીએ કહ્યું- હું તમને જોઈને ખુશ છું


આ પ્રસંગે ઉપસ્થિત લોકોને સંબોધતા વડાપ્રધાન મોદીએ કહ્યું, “તમને અહીં જોઈને મને આનંદ થયો. આવવા બદલ આપ સૌનો આભાર. મને કહેવામાં આવ્યું છે કે આજે લગભગ દરેક રાષ્ટ્રનું પ્રતિનિધિત્વ કરતા લોકો અહીં ઉપસ્થિત છે.


નવો વિશ્વ વિક્રમ સર્જાયો


સંયુક્ત રાષ્ટ્રમાં યોજાયેલા યોગ કાર્યક્રમે પણ એક મોટો રેકોર્ડ બનાવ્યો છે, જેના માટે આ કાર્યક્રમનું નામ ગિનિસ વર્લ્ડ રેકોર્ડમાં સામેલ થયું છે. આ યોગ સેશનમાં મોટાભાગની રાષ્ટ્રીયતા (વિવિધ દેશો) ધરાવતા લોકો હાજર હતા. મતલબ કે લગભગ દરેક રાષ્ટ્રનો એક વ્યક્તિ અથવા પ્રતિનિધિ ઉપસ્થિત હતો.ગિનીસ વર્લ્ડ રેકોર્ડના અધિકારી માઈકલ એમ્પ્રીકે જણાવ્યું હતું કે સંયુક્ત રાષ્ટ્રના યોગ કાર્યક્રમમાં 135 દેશોના પ્રતિનિધિઓ સામેલ થયા હતા. અગાઉ 140 દેશોના પ્રતિનિધિઓ ભાગ લે તેવી અપેક્ષા હતી. પરંતુ 135 દેશોના પ્રતિનિધિઓ સાથે પણ તે વિશ્વ વિક્રમ બની ગયો.



અમદાવાદ માટે ખેલકૂદમાં ખુબ ગૌરવવાળી ક્ષણ સામે આવી છે. કેમ કે , અમદાવાદ ગોતાના રહેવાસી હની મેહતા અને મિવાન મેહતાએ ગોવામાં આયોજિત પહેલી ઇન્ટરનેશનલ કરાટે ટુર્નામેન્ટમાં ભાગ લીધો હતો જેમાં હની મેહતાએ બ્રોન્ઝ અને સિલ્વર મેડલ જીત્યો છે જયારે મિવાન મેહતા દ્વારા સિલ્વર મેડલ જીતવામાં આવ્યો છે.

રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.