Gujarat Budget : ગુજરાતના 7 મહાનગરપાલિકાને મળ્યો નગરપાલિકાનો દરજ્જો, અમદાવાદ રિવરફ્રન્ટને ગાંધીનગર સુધી લંબાવાશે... જાણો વિગત


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-02-02 15:29:40

ગુજરાતના નાણામંત્રી કનુ દેસાઈએ આજે વર્ષ 2024-25 માટેનું બજેટ રજૂ કર્યું છે. વિવિધ વિભાગો માટે કરોડોની ફાળવણી કરવામાં આવી છે. વિવિધ નવી યોજનાઓની જાહેરાત કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો ઐતિહાસિક નિર્ણય કર્યો છે. આ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.  

રિવરફ્રેન્ટને લઈ બજેટમાં કરવામાં આવી આ જાહેરાત 

ગુજરાત રાજ્યનો વિકાસ આગળ વધે તે માટે અનેક યોજનાની જાહેરાત કરવામાં આવી છે. બજેટ સત્રની શરૂઆત થઈ તે પહેલા જ કનુ દેસાઈ દ્વારા નિવેદન આપવામાં આવ્યું હતું કે આ ગુજરાતના ઈતિહાસનું સૌથી મોટું બજેટ હશે. ગાંધીનગરને લઈ અનેક મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. બજેટમાં અમદાવાદના વિકાસ માટે પણ મોટા નિર્ણયો લેવામાં આવ્યા છે. જે મુજબ, અમદાવાદ રિવરફ્રન્ટની લંબાઈ વધારવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ રિવરફ્રન્ટ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવાશે. છેક ગાંધીનગર ગિફ્ટ સિટી સુધી રિવરફ્રન્ટને લંબાવવામાં આવનાર છે.  



રિવરફ્રન્ટની લંબાઈ થઈ જશે 38.2 કિલોમીટર!

ગાંધીનગર સુધી લંબાવવામાં આવશે અમદાવાદ રિવરફ્રન્ટને અમદાવાદનો રિવરફ્રન્ટ હવે રાજ્યના પાટનગર સુધી લંબાવવામાં આવશે તેવી જાહેરાત વિધાનસભામાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગુજરાત સરકારે હવે રિવરફ્રન્‍ટને સળંગ અમદાવાદથી ગાંધીનગર સુધી લંબાવવાનો નિર્ણય કર્યો છે. ઇન્‍દિરાબ્રિજથી ગાંધીનગર સુધીના રિવરફ્રન્ટના ભાગને  ફેઝ-4 અને ફેઝ-5 કરવામાં આવશે. આ બાદ રિવરફ્રન્‍ટની કુલ લંબાઇ 38.2 કિલોમીટર થઈ જશે. જેના બાદ તે વિશ્વનો સૌથી લાંબો રિવરફ્રન્ટ બનશે.

7 નગરપાલિકાને બનાવાશે મહાનગર પાલિકા 

રિવરફ્રન્ટ ઉપરાંત 7 નગરપાલિકાઓને મહાનગર પાલિકાનો દરજ્જો આપવાની જાહેરાત આજના બજેટ સત્રમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે. ગઈકાલથી શરૂ થયેલા બજેટ સત્રનો આજે બીજો દિવસ હતો. જે 7 નગરપાલિકાને મહાનગરપાલિકાનો દરજ્જો આપવાની વાત કરવામાં આવી છે તે છે નવસારી, ગાંધીધામ, મોરબી, વાપી, આણંદ, મહેસાણા તેમજ સુરેન્દ્રનગર અને વઢવાણ સંયુક્તનો સમાવેશ થાય છે. 



ખેડૂતો માટે કરાઈ આટલા કરોડની જોગવાઈ! 

વિદ્યાર્થીઓ, મહિલાઓ ઉપરાંત ખેડૂતોને લઈને પણ મહત્વપૂર્ણ જાહેરાત કરવામાં આવી છે. ખેતી, ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગ માટે 22194 કરોડની જોગવાઈ કરી. ટ્રેક્ટર અને કૃષિ યાંત્રિકીકરણની ખરીદી સહાય માટે 701 કરોડની જોગવાઈ. ખેતરને ફરતે કાટાળીવાડ, સોલાર ફેન્સિંગ માટે 350 કરોડની જોગવાઈ તથા એગ્રો અને ફુડ પ્રોસેસિંગ એકમો માટે 200 કરોડની જોગવાઈ કરી હતી. ખેડૂતોના આકસ્મિક મૃત્યુના કિસ્સામાં વીમા સંરક્ષણ માટે 81 કરોડની જોગવાઈ આ બજેટમાં નાણામંત્રી દ્વારા કરવામાં આવી છે.   



ગુજરાતમાં આજે લોકસભા બેઠક ચૂંટણી માટે મતદાન થઈ રહ્યું છે.. સાથે સાથે પાંચ વિધાનસભા બેઠકો માટે પણ મતદાન યોજાઈ રહ્યું છે... ધારાસભ્યોએ પોતાના પદ ઉપરથી રાજીનામું આપી દીધું હતું જેને કારણે પાંચ બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે...

ત્રીજા તબક્કા માટે મતદાન થઈ રહ્યું છે.. મતદાનને માત્ર હવે ગણતરીના કલાકો જ બાકી રહ્યા છે. એક વાગ્યા સુધી મતદાતાઓમાં નિરસતા દેખાઈ રહી હતી.. પરંતુ ધીરે ધીરે મતદાનનો આંકડો વધી રહ્યો છે. રાજ્યમાં સરેરાશ મતદાન 47.03 થયું છે.. સૌથી વધારે મતદાન બનાસકાંઠામાં થયું છે..

લોકશાહીના પર્વની ઉજવણી આપણે કરી રહ્યા છીએ.. ગુજરાતમાં મતદાનમાં નિરસતા દેખાઈ રહી છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે મતદાનને સમર્પિત રચના..

ઈન્ડિયા ગઠબંધન અને ભાજપના ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જોવા મળવાનો છે. કોંગ્રેસના પ્રદેશ અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલે ભાજપ પર પ્રહાર કર્યા છે.. શક્તિસિંહ ગોહિલે આરોપ લગાવ્યો છે કે ગાંધીનગરના વાસણ ગામમાં ભાજપના નેતા દ્વારા મતદાન બંધ કરાવામાં આવ્યું છે.