ગુજરાતમાં મંત્રીમંડળના વિસ્તરણ પછી , નવા મંત્રીઓએ પદભાર સંભાળીને કામ શરુ કરી દીધું છે. ત્યારે હવે બે મંત્રીઓને પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીને પ્રવક્તા મંત્રી તરીકેની જવાબદારી આપવામાં આવી છે. સાથે જ જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવવામાં આવ્યા છે. આ અગાઉ ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા.

આજે રાજ્ય સરકારે પ્રવક્તા મંત્રીઓની જાહેરાત કરી છે. ડે. સીએમ અને ગૃહ મંત્રી હર્ષ સંઘવીને વધુ એક મહત્વની જવાબદારી આપવામાં આવી છે. હર્ષ સંઘવી હવે રાજ્ય સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. આ સાથે મંત્રી જીતુ વાઘાણીને પણ પ્રવક્તા મંત્રી બનાવાયા છે. આ પહેલા મંત્રીમંડળમાં ઋષિકેશ પટેલ પ્રવક્તા મંત્રી હતા. હવે હર્ષ સંઘવી અને જીતુ વાઘાણી સરકારના પ્રવક્તા મંત્રી તરીકે પણ જવાબદારી નિભાવશે. જીતુ વાઘાણી ભૂતકાળમાં પણ પ્રવક્તા મંત્રીની જવાબદારી સ્વીકારી ચુક્યા છે. હવે આપણે જાણીએ કે , પ્રવક્તા મંત્રીની સરકારમાં શું જવાબદારી હોય છે. પ્રવક્તા મંત્રી રાજ્યસરકારના નીતિ વિષયક નિર્ણયો અને મહત્વપૂર્ણ બાબતોની જાણકારી મીડિયા સમક્ષ રાખતા હોય છે.

વાત કરીએ , ગુજરાત સરકારના મંત્રીમંડળના વિસ્તરણની તો , ઉત્તર ગુજરાતમાંથી ૪ , મધ્ય ગુજરાતમાંથી ૭ , દક્ષિણ ગુજરાતમાંથી ૬ અને સૌરાષ્ટ્ર - કચ્છ માંથી ૯ જણને મંત્રી બનાવવામાં આવ્યા છે. રાજકોટ જિલ્લામાંથી માત્ર જસદણના MLA કુંવરજી બાવળીયાને મંત્રી પદે યથાવત રાખવામાં આવ્યા છે. જેતપુરના MLA જયેશ રાદડિયાનું નામ છેલ્લી ઘડીએ કપાયું છે.






.jpg)








