તલાટી કમ મંત્રીઓ માટે ગુડ ન્યૂઝ, સરકારે 5માંથી 4 માંગણી સ્વીકારી, ભથ્થું પણ 900થી વધારી 3 હજાર કર્યુ


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-13 19:34:29

વિધાનસભાની ચૂંટણી નજીક આવી રહી છે ત્યારે કર્મચારીઓનો સરકાર સામેનો વિરોધ પણ વધી રહ્યો છે. સરકાર પણ સત્વરે નિર્ણયો લઈ કર્મચારીઓનો અસંતોષ દુર કરવાના પ્રયાસો કરી રહી છે. આજે મંગળવારે રાજ્ય સરકારે તલાટી કમ મંત્રીઓનું ભથ્થું વધારી અને  તેનો આજથી જ અમલ  કરવાનો મહત્વપુર્ણ નિર્ણય લીધો છે. સરકારના આ પગલાથી તલાટીઓની દિવાળી સુધરી ગઈ છે. 


ભથ્થામાં કેટલો વધારો કર્યો?


રાજ્ય પંચાયત તલાટી મહામંડળની રજૂઆત બાદ સરકારે આજે ભથ્થામાં વધારો કરવાનો ઠરાવ કર્યો છે. સરકારે બહાર પાડેલ ઠરાવ મુજબ તલાટી કમ મંત્રીઓનું માસિક ભથ્થું વધારીને 3000 કર્યું છે. પહેલાં તલાટી કમ મંત્રીઓને દર મહિને 900 રુપિયાનું ખાસ માસિક ભથ્થું મળતું હતું. જુના ઠરાવને પણ 10 વર્ષ જેટલો સમય વિતવાથી હવે સરકારે ભથ્થામાં 2100 રુપિયાનો વધારો કર્યો છે. આ નવો ઠરાવ આજે એટલે કે 13 સપ્ટેમ્બર 2022થી જ અમલી બનશે. ભથ્થા વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત, ગ્રામ, ગૃહ નિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગ હેઠળ ફરજ બજાવતા તમામ તલાટી કમ મંત્રીઓને મળશે. 


કઈ રીતે આવ્યું પ્રશ્નોનું સમાધાન


રાજ્યના તલાટી કમ મંત્રીઓએ પોતાની પડતર માંગણીઓને લઈને લાંબા સમયથી હડતાળનો માર્ગ અપનાવ્યો હતો. આ કારણે ગ્રામીણ કક્ષાએ કામગીરી ખોરવાઈ હતી. રાજ્યના પંચાયત મંત્રી બ્રિજેશ મેરજાએ રાજ્યના તલાટી કમ મંત્રીઓ રાજ્ય પંચાયત તલાટી મહામંડળને પડતર માંગણીઓ અંગે સંતોષવાની બાંહેધરી આપતા 22 ઓગસ્ટના રોજ હડતાળ સમેટી લેવામાં આવી હતી. સરકાર દ્વારા 5માંથી 4 માંગણી સ્વીકારવામાં આવી છે. વધુમાં એક માંગણી માટે સરકાર વિશેષ કમિટિની રચના કરશે. 


શું હતી તલાટીઓની પડતર માંગણીઓ?


તલાટીઓને ઉચ્ચ પગાર ધોરણના લાભ

રેવન્યુને મર્જ કરવા અથવા જોબ ચાર્ટ અલગ કરવા

પ્રથમ-દ્વિતીય ઉચ્ચતર પગાર ધોરણ પરીક્ષા પાસ કરવાની શરતે પાત્રતા તારીખ મુજબ મંજૂર કરવી

2004-05 પછીના તમામ તલાટીઓની નોકરી સળંગ ગણવી

રેવન્યુ તલાટીને પંચાયત તલાટી મંત્રીમાં મર્જ કરવા 

પ્રથમ ઉચ્ચર પગાર ધોરણ માટે લેવાતી પરીક્ષા રદ કરવામાં આવે

પંચાયત વિભાગ સિવાયની કામગીરી તલાટીને નહીં આપવાની માગ




ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .