ગુજરાત હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી, કોંગ્રેસના નેતાઓએ આપી પ્રતિક્રિયા, જાણો કયા નેતાએ શું કહ્યું?


  • Published By :
  • Published Date : 2023-07-07 14:17:47

મોદી સરનેમને લઈ સુરતની કોર્ટે રાહુલ ગાંધીને સજા ફટકારી હતી. સુરત કોર્ટે તેમને બે વર્ષની સજા તેમજ દંડ ફટકાર્યો હતો. ત્યારે તે સજાને પડકારતી અરજી ગુજરાત હાઈકોર્ટમાં કરવામાં આવી હતી. રાહુલ ગાંધીને સજામાંથી રાહત મળી શકે છે તેવી આશા કોંગ્રેસના કાર્યકર્તાઓને હતી. પરંતુ ગુજરાત હાઈકોર્ટે તેમની અરજીને ફગાવી દીધી છે. જેને લઈ તેમની સજા યથાવત રહેશે. રાહુલ ગાંધીને મોટો ફટકો પડ્યો છે. જજ હેમંત પ્રચ્છકે આ મામલે ચુકાદો સંભળાવ્યો છે. 

હાઈકોર્ટે ફગાવી રાહુલ ગાંધીની અરજી 

કર્ણાટકના કોલાર ખાતે લોકસભાના ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના પૂર્વ અધ્યક્ષ રાહુલ ગાંધી દ્વારા વડાપ્રધાન નરેન્દ્ર મોદીને 'ચોર'નું ઉપનામ આપવામાં આવ્યું હતું, જેમાં તેમણે એવું વિવાદાસ્પદ નિવેદન આપ્યું હતું કે 'બધા ચોરોની સરનેમ'મોદી' કેમ હોય છે ?' તે બાદ પૂર્ણેશ મોદીએ તેમના વિરૂદ્ધ માનહાનીનો કેસ દાખલ કર્યો હતો. થોડા સમય પહેલા સુરતની નીચલી કોર્ટે તેમને બે વર્ષની સજા ફટકારી હતી. સજાને કારણે તેમની સાંસદ તરીકેની સદસ્યતા પણ રદ થઈ ગઈ હતી. ત્યારે સુરતની કોર્ટ દ્વારા આપવામાં આવેલા નિર્ણયને હાઈકોર્ટમાં પડકાર્યો હતો. પરંતુ હાઈકોર્ટે તે અરજીને ફગાવી દીધી છે. જેને લઈ રાહુલ ગાંધીને મળેલી સજા યથાવત રહેશે.

બેનરો સાથે કોંગ્રેસના નેતાઓએ કર્યો વિરોધ 

ગુજરાત હાઈકોર્ટમાં જ્યારે સુનાવણી ચાલી રહી હતી તે દરમિયાન કોંગ્રેસના ગુજરાત કોંગ્રેસ પ્રમુખ શક્તિસિંહ ગોહિલ સહિત અનેક નેતાઓ, કાર્યકરો ઉપસ્થિત હતા. કોંગ્રેસ પાર્ટીના વરિષ્ઠ નેતાઓ જેવા કે પ્રિયંકા ગાંધી, જયરામ રમેશ સહિતના નેતાઓએ ટ્વિટર પર પોતાનો રોષ વ્યક્ત કર્યો હતો. તે ઉપરાંત સ્થાનિક કોંગ્રેસના નેતાઓ દ્વારા હાઈકોર્ટના નિર્ણયનો વિરોધ કરવામાં આવ્યો હતો. હાથમાં બેનરો લઈ વિરોધ દર્શાવ્યો હતો. બેનેરોમાં લખેલું હતું લોકશાહી બચાવો, સંવિધાન બચાવો, રાહુલ ગાંધીનો સાથ નહીં છોડે ગુજરાત, રાહુલજીની એક જ વાત ડરો મત. મહત્વનું છે કે ચૂકાદો આવ્યા બાદ કોંગ્રેસના નેતાઓની પ્રતિક્રિયાઓ સામે આવી રહી છે.

 



ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે