Gujarat Loksabha : Congressએ 40 સ્ટાર પ્રચારકોના નામની કરી જાહેરાત, જાણો ગુજરાતમાં કયા દિગ્ગજ નેતાઓ કરશે પ્રચાર?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-04-23 13:10:43

લોકસભા ચૂંટણીને લઈ રાજકીય પાર્ટી એકદમ એક્ટિવ મોડમાં દેખાઈ રહી છે.. ગુજરાતની 26 લોકસભા બેઠકો માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે... 24 બેઠકો માટે કોંગ્રેસે ઉમેદવારના નામની જાહેરાત કરી જ્યારે બે બેઠકો પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારને ઉતાર્યા છે. ભાજપ દ્વારા સ્ટાર પ્રચારકોની યાદી જાહેર ઘણા સમય પહેલેથી કરવામાં આવી. તે બાદ આપ દ્વારા પણ સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી. અને અંતે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરવામાં આવી છે... સ્ટાર પ્રચારકની યાદીમાં કોંગ્રેસના અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી. રાહુલ ગાંધી સહિત 40 નામોની જાહેરાત કરવામાં આવી છે..

ગુજરાત લોકસભા બેઠક માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી, જાણો ક્યા નેતા ગુજરાતમાં કરશે પ્રચાર

લોકસભા બેઠક પર ઉમેદવારને લઈ ચિત્ર સ્પષ્ટ થયું 

ગુજરાતમાં લોકસભા ચૂંટણીમાં જાણે કોંગ્રેસને વધારે  રસના હોય તેવું લાગી રહ્યું છે.! કોંગ્રેસના દિગ્ગજ નેતાઓ ગુજરાતમાં ઉમેદવારોના પ્રચાર માટે નતા દેખાયા.. આ બધા વચ્ચે કોંગ્રેસ દ્વારા સ્ટાર પ્રચારકની યાદી જાહેર કરી છે ગુજરાત માટે જેમાં કોંગ્રેસના દિગ્ગજ નેતાઓના નામનો સમાવેશ છે... કઈ બેઠક પર કોની કોની વચ્ચે જંગ થશે તેનું ચિત્ર ગઈકાલે સ્પષ્ટ થઈ ગયું છે... કયા કયા ઉમેદવારો વચ્ચે ચૂંટણીમાં જંગ જામવાનો છે તેનો ખ્યાલ ગઈકાલે આવી ગયો છે.. આ બધા વચ્ચે સુરતમાં જે ખેલ ખેલાયો તે આપણે જાણીએ છીએ... સુરત લોકસભા બેઠક પર ભાજપના ઉમેદવાર બિનહરીફ જાહેર થયા છે.


કોંગ્રેસે સ્ટાર પ્રચારકના નામની કરી જાહેરાત 

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે કોંગ્રેસે અને આમ આદમી પાર્ટીએ ગઠબંધન કર્યું છે. ભરૂચ અને ભાવનગર બેઠક પર આમ આદમી પાર્ટીએ પોતાના ઉમેદવારની જાહેરાત કરી છે.. આમ આદમી પાર્ટી દ્વારા ચૂંટણી પ્રચારની શરૂઆત કરવામાં આવી ગઈ છે.. આ બધા વચ્ચે ગુજરાત માટે કોંગ્રેસે 40 સ્ટાર પ્રચારકોની યાદી જાહેર કરી છે જેમાં દિગ્ગજ નેતાઓ છે.. 


કોણ કોણ બન્યા કોંગ્રેસના સ્ટાર પ્રચારક? 

કોંગ્રેસના રાષ્ટ્રીય અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગે, સોનિયા ગાંધી, રાહુલ ગાંધી, પ્રિયંકા ગાંધી, અમિત ચાવડા, શક્તિસિંહ ગોહિલ, સચિન પાયલટ, જગદીશ ઠાકોર, અમીબેન યાજ્ઞિક, જીજ્ઞેશ મેવાણી, વિમલ ચુડાસમા, મુમતાઝ પટેલ, શૈલેષ પરમાર, પરેશ ધાનાણી સહિત 40 નેતાઓને સ્ટાર પ્રચારક તરીકે નિયુક્ત કરવામાં આવ્યા છે... 



દિલ્હીના મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલને વચગાળાના જામીન ચૂંટણી હોવાને કારણે મળી શકે છે. સુપ્રીમ કોર્ટમાં આ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી.

કોંગ્રેસના દિગ્ગજ નેતા અને પૂર્વ ધારાસભ્ય ઈન્દ્રનીલ રાજ્યગુરુનું નિવેદન ચર્ચામાં છે... એક વીડિયો વાયરલ થયો છે તેમને અને એમાં એ રાહુલ ગાંધીના ભરપેટ વખાણ કરી રહ્યાં છે એટલે સુધી તો વાંધો નથી. પણ મહાત્મા ગાંધીજીને લુચ્ચા કહીને સંબોધન કર્યું... તે બાદ તેમણે આ મામલે પ્રતિક્રિયા આપી છે.

ગઈકાલે અનેક રાજવીઓએ પીએમ મોદીને સમર્થન જાહેર કર્યું. તે બાદ આ મુદ્દે ભાવનગરના યુવરાજ દ્વારા પ્રતિક્રિયા આપવામાં આવી છે. જેમાં યુવરાજ જયવીરરાજસિંહે લખ્યું કે મારૂં સમર્થન સમાજ સાથે છે...

વડોદરા લોકસભા બેઠક પર ભાજપે ડો.હેમાંગ જોષીને ટિકીટ આપી છે જ્યારે ઈન્ડિયા ગઠબંધન અંતર્ગત જશપાલસિંહ પઢિયારને ટિકીટ આપી છે. ત્યારે જનતા વતી જમાવટે ઉમેદવારને ફોન કર્યો હતો તેમનું વિઝન જાણવા. ત્યારે તેમણે વિઝન જણાવ્યું હતું.