Gujarat Rain : વરસાદને લઈ હવામાન વિભાગે આ જિલ્લાઓ માટે આપ્યું યલો એલર્ટ, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં થઈ મેઘમહેર..


  • Published By :
  • Published Date : 2024-06-29 11:10:36

રાજ્યમાં ચોમાસું આગળ વધી રહ્યું છે. સાર્વત્રિક વરસાદ વરસી રહ્યો છે.. અનેક  જગ્યાઓ પર મેઘરાજાએ એટલી જોરદાર બેટિંગ કરી છે રસ્તા પર પાણી ભરાઈ ગયા છે. રસ્તાઓ પાણી પાણી થઈ ગયા.. વરસાદ ક્યારે આવશે તેની રાહ લોકો જોઈ રહ્યા હતા, ત્યારે વરસાદ જોરદાર બેટિંગ કરી રહ્યો છે. છેલ્લા 24 કલાકમાં 159 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સૌથી વધારે વરસાદ નવસારીમાં નોંધાયો છે.

Image


Image

અમદાવાદમાં ગઈકાલે જામ્યો હતો વરસાદી માહોલ 

ગરમીથી લોકો ત્રસ્ત થઈ ગયા હતા અને વરસાદ ક્યારે આવે તેની રાહમાં હતા.. વરસાદ આવે અને આ ગરમીથી રાહત મળે. ગુજરાતમાં વરસાદ વરસી રહ્યો છે. થોડા દિવસથી વરસાદી માહોલ જામ્યો છે. હવામાન વિભાગ દ્વારા વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે જે મુજબ આજે અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે. અમદાવાદમાં વરસાદ આવ્યો ન હતો પરંતુ ગઈકાલે અમદાવાદમાં પણ મેઘરાજાની પધરામણી થઈ. તે સિવાય સુરત જિલ્લાના પલસાણામાં સારો વરસાદ નોંધાયો છે. 



ક્યારે અને ક્યાં આવી શકે છે વરસાદ?

આજ માટે હવામાન વિભાગે કરેલી આગાહીની વાત કરીએ તો નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. બીજી જગ્યાઓ વરસાદ સામાન્ય વરસી શકે છે. તે સિવાય આવતી કાલ માટે કરાયેલી આગાહીની વાત કરીએ ગાંધીનગર, અમદાવાદ, ખેડા, આણંદ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. 

Image

Image

આ તારીખો માટે કરાયેલી આગાહી પણ જાણી લો.. 

પહેલી જુલાઈની વાત કરીએ તો સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર, સુરત, નવસારી માટે યલો એલર્ટ જાહેર કરાયું છે જ્યારે વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. બીજી જુલાઈએ નવસારી, વલસાડ, દમણ તેમજ દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે..



ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો નવસારીમાં 106 એમએમ વરસાદ વરસ્યો જ્યારે સુરતના પલસાણામાં 103 એમએમ વરસાદ ખાબક્યો છે. તે સિવાય જાલપોરમાં 87 એમએમ જ્યારે વલસાડના ઉમરગામમાં 86 એમએમ, ખેરગામમાં 75 એમએમ વરસાદ ખાબક્યો છે. તાપીના વાલોદમાં 64 એમએમ વરસાદ જ્યારે બોટાદમાં 61 એમએમ વરસાદ ખાબક્યો છે. 



વરસાદને કારણે ગરમીથી મળી આંશિક રાહત

મહત્વનું છે કે રાજ્યના અનેક ભાગોમાં વરસાદી માહોલ જામતા ગરમીથી આંશિક રાહત મળી છે. જગતના તાતની ચિંતા હળવી થઈ છે.. અનેક એવી તસવીરો સામે આવી છે જેમાં બાળકો વરસાદની મજા માણતા દેખાય છે તો પાણી ભરાઈ જવાને કારણે લોકોને મુશ્કેલીનો સામનો કરવો પડે છે. થોડા વરસાદમાં વરસાદી પાણી ભરાઈ જાય છે. પુલ ધરાશાયી થઈ જવાની ઘટના બને છે. પ્રિ મોનસુનની કામગીરીની પોલ ખુલ્લી જાય છે.. ત્યારે તમારે ત્યાં કેવો વરસાદ છે તે અમને જણાવજો. 



અમદાવાદમાં અંતાક્ષરી મહોત્સવ 2026 અમદાવાદ શહેરમાં એક અનોખો અને આનંદમય માહોલ ત્યારે સર્જાયો, જ્યારે Rotary International ડિસ્ટ્રિક્ટ 3055 દ્વારા ઇન્ટર ક્લબ અંતાક્ષરી મહોત્સવ 2026નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું. આ કાર્યક્રમ ગુજરાત સાહિત્ય પરિષદ હોલ ખાતે સફળતાપૂર્વક યોજાયો હતો. સમગ્ર હોલમાં ઉત્સાહ, આનંદ અને સંગીતનો સરસ મેળાપ જોવા મળ્યો. આ મહોત્સવમાં ડિસ્ટ્રિક્ટની વિવિધ ક્લબોમાંથી કુલ 15 ટીમોએ ભાગ લીધો હતો. દરેક ટીમ પોતાના શ્રેષ્ઠ પ્રદર્શન માટે તૈયાર હતી, જેના કારણે શરૂઆતથી જ સ્પર્ધામાં એક સકારાત્મક અને ઉત્સાહભેર વાતાવરણ જોવા મળ્યું.

સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે ૨૬મી એપ્રિલે મતદાન છે ત્યારે , નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીએ પુરજોશમાં પ્રચારમાં લાગી ચુક્યા છે. વિકાસ સંકલ્પ સભાઓ હર્ષ સંઘવી જે વિરોધીઓ છે તેમના ગઢમાં કરી રહ્યા છે. જેમ કે , થોડાક સમય અગાઉ , હર્ષ સંઘવીએ આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ચૈતર વસાવાના ગઢમાં સભા કરી હતી , હવે કોંગ્રેસના વડગામના MLA જીગ્નેશ મેવાણીના ગઢમાં સભા ગજવી છે. આ ઉપરાંત , તેઓ ૨૩મી તારીખે રાજકોટમાં રોડ શો પણ કરવાના છે.

ધંધુકામાં માત્ર એક ઓવરટેક જેવી નજીવી બાબતે ધર્મેશ ગમારા નામના યુવાનનો જીવ લઇ લેવામાં આવે છે ત્યારબાદ , બે સમુદાયો ધંધુકામાં આમનેસામને આવી જાય છે. ખુબ મોટાપાયે ઘર્ષણ થાય છે. આ પછી , પોલીસ દ્વારા ધંધુકામાં સઘન કોમ્બિંગ હાથ ધરાય છે અને ૨૦૦ લોકોના ઘરોની પણ તપાસ કરવામાં આવી છે. તો હવે પોલીસ આ સમગ્ર મામલે તપાસ કરવા માટે અમદાવાદના રેન્જ IG રાઘવેન્દ્ર વત્સ દ્વારા સ્પેશ્યલ ઇન્વેસ્ટિગેશન ટીમની રચના કરવામાં આવી છે.

ગુજરાતમાં સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ માટે મતદાન ૨૬મી એપ્રિલે યોજાવાનું છે ત્યારે , રાજકોટ મહાનગરપાલિકામાં લેઉવા સમાજના મતો ખુબ મોટી સંખ્યામાં છે ત્યારે , ભારતીય જનતા પાર્ટીના રાજકોટના કોર્પોરેટરોએ ખોડલધામના ચેરમેન નરેશ પટેલ સાથે મુલાકાત કરી છે. જોકે આ મુલાકાત પછી , ભાજપ જીતી શકશે કે કેમ તે તો પરિણામના દિવસે જ ખબર પડશે. પરંતુ , રાજકોટ મહાનગરપાલિકામાં ભારતીય જનતા પાર્ટીના ટિકિટ વહેંચણી પછી જૂથવાદ સપાટી પર આવી ગયો છે. આ કારણે પાર્ટીની સામે પડકાર ઉભો થયો છે.