Gujarat: આ તારીખો દરમિયાન આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ, જાણો અંબાલાલ પટેલ અને હવામાન વિભાગની શું કહે છે આગાહી?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-09 16:37:39

ગુજરાતમાં બે ત્રણ દિવસથી ગરમીનો પ્રકોપ વધી ગયો છે. હવામાન વિભાગે રાજ્યના અનેક ભાગો માટે કમોસમી વરસાદની આગાહી કરી છે. આ વખતની ગરમીએ અનેક વર્ષોના રેકોર્ડ તોડી દીધા છે.. વાતાવરણમાં આવતા ફેરફારને કારણે શિયાળામાં પણ કમોસમી વરસાદ આવે છે અને ઉનાળામાં પણ કમોસમી વરસાદ આવે છે.. ત્યારે રાજ્યમાં ફરી એક વખત માવઠાની આગાહી કરવામાં આવી છે.. હવામાન વિભાગ તેમજ હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા માવઠાની આગાહી કરવામાં આવી છે.. વરસાદની આગાહી કરાતા ધરતીપુત્રોની ચિંતા વધી છે...   

News18 Gujarati

આ જગ્યાઓ પર આવી શકે છે કમોસમી વરસાદ 

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો બીજી તરફ રાજ્યમાં કમોસમી વરસાદની આગાહી કરાઈ છે.. હવામાન વિભાગે તેમજ હવામાન નિષ્ણાતે કમોસમી વરસાદની આગાહી કરી છે.. 11થી 15 તારીખ દરમિયાન કમોસમી વરસાદની સંભાવના રહેલી છે. હવામાન વિભાગ દ્વારા કરવામાં આવેલી આગાહી અનુસાર 11મે અને 12મેના રોજ નર્મદા, તાપી, ડાંગ, નવસારી તેમજ વલસાડ જિલ્લાના અનેક વિસ્તારોમાં વરસાદ વરસી શકે છે.. 13 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર આ તારીખે સાબરકાંઠા, નર્મદા, દાહોદ, છોટા ઉદેપુર, સુરત, તાપી, નવસારી જિલ્લા માટે વરસાદની આગાહી કરવામાં આવી છે

News18 Gujarati

News18 GujaratiNews18 GujaratiNews18 Gujarati

શું કહે છે હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલની આગાહી?

14મી તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર જામનગર, રાજકોટ, સુરેન્દ્રનગર, બોટાદ, અમરેલી, ભાવનગર, તાપી, ડાંગ, નવસારી અને વલસાડ જિલ્લામાં વરસાદ વરસી શકે છે. તાપી, નવસારી, ડાંગ અને વલસાડ જિલ્લામાં 15 તારીખે વરસાદ વરસી શકે છે. તે સિવાય હવામાન નિષ્ણાત દ્વારા પણ વરસાદને લઈ આગાહી કરવામાં આવી છે.. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલ દ્વારા પણ કરવામાં આવી છે માવઠાની આગાહી. તેમની આગાહી અનુસાર પંચમહાલ, સાબરકાંઠા ,વડોદરા, ખેડા,અમદાવાદ સહિતના ભાગોમાં ગાજવીજ સાથે વરસાદ આવી શકે છે.. 



ગુજરાત કોંગ્રેસના અધ્યક્ષ શક્તિસિંહ ગોહિલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે. લોકસભાની ચૂંટણી પછી પ્રથમવાર શક્તિસિંહ ગોહિલ રાજકોટ પહોંચ્યા હતા.. અને કોંગ્રેસના હોદ્દેદારો અને કાર્યકર્તાઓ પણ મોટી સંખ્યામાં હાજર હતા..., તેમણે કહ્યું કે બૂથ મેનેજમેન્ટમાં ખામી અંગેની વાત કરી હતી.

49 બેઠકો માટે મતદાન થવાનું છે.. આ ચરણમાં 695 જેટલા ઉમદેવારોના ભાવિ ઈવીએમમાં કેદ થવાના છે.. મહારાષ્ટ્ર, બિહાર, ઉત્તર પ્રદેશ, ઝારખંડ, ઓડિશા, પશ્ચિમ બંગાળ, જમ્મુ કાશ્મીર, લદ્દાખની લોકસભા બેઠકો માટે મતદાન થઈ રહ્યું છે... સવારના 9 વાગ્યા સુધી 10.28 ટકા સરેરાશ મતદાન થયું છે..

ઈરાનથી એક દુખદ સમાચાર સામે આવ્યા છે... હેલિકોપ્ટર ક્રેશની દુર્ઘટનામાં ઈરાનના રાષ્ટ્રપતિ ઈબ્રાહિમ રઈસી તેમજ વિદેશ મંત્રી હેસૈન અમીરબદોલ્લાહિયાનનું મોત થઈ ગયા હોવાના સમાચાર સામે આવ્યા છે.

ગુજરાતમાં લોકસભા ચૂંટણી માટે મતદાન પૂર્ણ થઈ ગયું છે.. ચોથી તારીખે પરિણામ આવવાનું છે, સૌ કોઈની નજર સૌરાષ્ટ્રની બેઠકો પર રહેવાની છે. અનેક પરિબળો છે જે પરિણામ પર અસર કરી શકે છે.