Gujarat Weather - આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ, જાણો હવામાન વિભાગે ક્યાં માટે આપ્યું એલર્ટ?


  • Published By :
  • Published Date : 2024-08-10 15:25:39

ગુજરાતમાં ચોમાસાની ગતિ ધીમી પડી ગઈ હોય તેવું કહીએ તો પણ અતિશયોક્તિ નથી. કોઈ વિસ્તારમાં વરસાદ હોય છે તો કોઈ વિસ્તારમાં વરસાદ નથી હોતો.. વરસાદી ઝાપટાનો અહેસાસ રાજ્યના અનેક શહેરોમાં થાય છે.. એક સમય હતો કે મોટા ભાગના વિસ્તારો માટે હવામાન વિભાગ દ્વારા એલર્ટ આપવામાં આવતું હતું.કોઈ જગ્યા માટે રેડ તો કોઈના માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવતું હતું.. પરંતુ હવે માત્ર થોડા વિસ્તારો માટે એલર્ટ આપવામાં આવે છે. આગામી દિવસોમાં હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગે આપી છે.

News18 Gujarati

આ વિસ્તારોમાં વરસી શકે છે વરસાદ 

રાજ્યના અનેક ભાગો માટે હવામાન વિભાગે યલો એલર્ટ જાહેર કર્યું છે. બનાસકાંઠા, સાબરકાંઠા, અરવલ્લી, મહીસાગર જિલ્લા માટે યલો એલર્ટ જાહેર કર્યું છે. આવનાર બે દિવસ દરમિયાન ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે.  તે ઉપરાંત અમદાવાદ, ગાંધીનગર,આણંદ, પંચમહાલ, વડોદરા, છોટા ઉદેપુર, ભરૂચ, સુરત ડાંગ, તાપી, નવસારી, વલસાડ સહિતના વિસ્તારોમાં પણ વરસાદની શક્યતા છે.

News18 Gujarati


News18 GujaratiNews18 Gujarati

માછીમારોને દરિયો ના ખેડવા અપાઈ સૂચના

આગામી દિવસોમાં રાજ્યના મોટાભાગના જિલ્લાઓમાં વરસાદ થઈ શકે છે.. સામાન્યથી હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે.. આગામી પાંચ દિવસ દરમિયાન માછીમારોને દરિયો ના ખેડવાની સૂચના પણ આપવામાં આવી છે.. અમદાવાદ તેમજ ગાંધીનગરમાં બે દિવસ ગાજવીજ સાથે સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. ત્યારે તમારે ત્યાં વરસાદ છે કે કોરૂં છે તે અમને કમેન્ટમાં જણાવજો..  




થોડાક સમય પહેલા કોંગ્રેસ દ્વારા પીએમ મોદીની માતા માટેનો એક AI જનરેટેડ વિડિઓ બહાર પાડવામાં આવ્યો હતો. આ AI વિડિઓને લઇને પટના હાઇકોર્ટ દ્વારા હવે કોંગ્રેસને આદેશ આપવામાં આવ્યો છે કે , " પીએમ મોદીના માતાનો AI વિડિઓ હટાવવામાં આવે. " કોંગ્રેસ દ્વારા AI વીડિયોમાં બતાવવામાં આવ્યું છે કે , પીએમ મોદીને સપનામાં તેમના માતા આવ્યા હતા. પટના હાઈકોર્ટે રાહુલ ગાંધી , ભારતીય ચૂંટણીપચ , મેટા , ગુગલ , એક્સ (ટ્વીટર) અને માહિતી ટેક્નોલોજી મંત્રાલયને AI વિડિઓને લઇને નોટિસ ફટકારી છે.

ગુજરાતમાં હવે બનાસ ડેરીમાં ચૂંટણીઓ જાહેર થઇ ચુકી છે . બનાસ ડેરીની ચૂંટણીઓમાં હરીફ પેનલ ઉભી થવાની શક્યતા છે . બનાસ ડેરીના ચેરમેન શંકર ચૌધરી એ હાલમાં વિધાનસભાના અધ્યક્ષ છે. ચૂંટણીની જાહેરાત થતા જ સહકરી ક્ષેત્રે હલચલ શરુ થઇ ગઈ છે. ૧૬મી સપ્ટેમ્બરથી ઉમેદવારી ફોર્મ ભરી શકાશે. આ ચૂંટણીઓના પરિણામ ૧૧મી ઓક્ટોબરના રોજ જાહેર થશે. બનાસ ડેરીના ૧૬ ડિરેક્ટર પદો માટે મતદાન યોજાવા જઈ રહ્યું છે.

અંકલેશ્વરના પાનોલી GIDCમાં આવેલી સંઘવી ઓર્ગેનિક્સ કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી. આ ભીષણ આગ લાગવાને કારણે અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. આગના કારણે ધુમાડાના ગોટેગોટા દૂર દૂર સુધી દેખાયા હતા. આગના કારણે નજીકના સંજાલી ગામમાં ભયનો માહોલ છે. ભીષણ આગના કારણે ૧૨થી ફાયર ફાઇટર્સ ઘટનાસ્થળે પહોંચી ગયા હતા. આ દુર્ઘટનાના કારણે આજુબાજુની કંપનીઓને પણ ખાલી કરાવવામાં આવી હતી.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવા કે જેઓ ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા આજે ખખડાવી શકે છે. ડેડીયાપાડા પોલીસે સેશન્સ કોર્ટમાં ચાર્જશીટ રજુ કરી હતી તે પછી કોર્ટે ચૈતર વસાવાના જામીન ફગાવી દીધા છે. આ જામીન ફગાવતા ચૈતર વસાવા ફરી એકવાર ગુજરાત હાઇકોર્ટના દરવાજા ખખડાવી શકે છે. આ માટે સુપ્રીમ કોર્ટના વકીલ વિક્રમ ચૌધરી ચૈતર વસાવા તરફથી લડવાના છે .