Gujarat Weather - જાણી લો આજે કયા વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ, છેલ્લા 24 કલાકમાં આટલા તાલુકામાં વરસાદ નોંધાયો


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-08-03 10:36:26

ગુજરાતમાં વરસાદી માહોલ જામ્યો છે. અનેક જગ્યાઓ પર ભારે વરસાદ વરસી રહ્યો છે અને અનેક જગ્યાઓ માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે.. વરસાદ થતા પ્રકૃતિ સોળે કળાએ ખીલી છે. હવામાન વિભાગ દ્વારા આગામી દિવસોમાં વાતાવરણ કેવું રહેશે તે વિશેની આગાહી કરવામાં આવી છે. અનેક વિસ્તારો માટે ઓરેન્જ તેમજ યલો એલર્ટ આપવામાં આવ્યું છે... આજ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો અમરેલી, ભાવનગર, ભરૂચ, સુરત, નર્મદા, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દાદરા નગર હવેલી, દમણ માટે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે.



આ વિસ્તારો માટે હવામાન વિભાગે આપ્યું એલર્ટ

તે ઉપરાંત કચ્છ, બનાસકાંઠા, પાટણ, મહેસાણા, સાબરકાંઠા, પંચમહાલ, દાહોદ, વડોદરા, છોટા ઉદેપુર, જૂનાગઢ, ગીર સોમનાથ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે.. આ વિસ્તારોમાં ભારે વરસાદ વરસી શકે છે.. તે સિવાય આવતી કાલ એટલે કે ચોથી તારીખ માટે કરવામાં આવેલી આગાહીની વાત કરીએ તો ભાવનગર, બનાસકાંઠા, ભરૂચ, નર્મદા, સુરત, તાપી, ડાંગ, નવસારી, વલસાડ, દમણ, દાદરા નગર હવેલી માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે. 




આ વિસ્તારોમાં નોંધાયો આટલા ઈંચ વરસાદ

મહત્વનું છે કે રાજ્યમં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ ખાબક્યો છે. વલસાડના વાપીમાં 7.2 ઈંચ વરસાદ નોંધાયો છે. કપરાડામાં 6.5 ઈંચ, પારડી 4.6 ઈંચ, ધરમપુર 4 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. જ્યારે જામનગરના જોડિયા તેમજ નવસારીમાં 2.6 ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે. તે સિવાય રાજ્યના 10 જેટલા તાલુકા એવા છે જ્યાં બે ઈંચ જેટલો વરસાદ નોંધાયો છે.. અમદાવાદમાં પણ સવારથી વરસાદી માહોલ જામ્યો છે. તમારે ત્યાં વરસાદી માહોલ છે કે નહીં તે અમને કમેન્ટમાં જણાવજો.. 

ગુજરાતમાં છેલ્લા 24 કલાકમાં 172 તાલુકામાં વરસાદ, વાપીમાં 7 ઈંચ, આ જિલ્લામાં ઓરેન્જ એલર્ટ 2 - image




આપણી આસપાસ શાંતિ હોય, લાગણીઓ હોય.. જીવન કેવું હોય તેની કલ્પના દરેક માણસ કરતો હોય છે. સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે રચના સ્વપ્ન.

વડોદરામાં જે પરિસ્થિતિનું સર્જન થયું તે આપણે જાણીએ છીએ... અનેક દિવસો સુધી લોકોને પાણી ના મળ્યું હતું. સ્થાનિકોનો રોષ જોવા મળ્યો હતો ત્યારે એક જૈન મુનિનો વીડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થઈ રહ્યો છે જેમાં જૈન મુનીનો આક્રોશ દેખાઈ રહ્યો છે. ભાજપ પર તેમણે પ્રહાર કર્યા હતા.

આજે શિક્ષક દિવસ છે.. શિક્ષકોને આપણે ત્યાં ઘણું મહત્વનું સ્થાન આપવામાં આવ્યું છે. બાળકના જીવનમાં માતા પિતા સિવાય જો કોઈનું મહત્વનું સ્થાન હોય તો તે શિક્ષકનું છે.. શિક્ષકો જ્યારે વિદ્યાર્થીઓેને ભણાવે છે ત્યારે તે આવવાની પેઢીને તૈયાર કરે છે.

ગુજરાતમાં ટેટ ટાટ પાસ ઉમેદવારો ઘણા સમયથી માગ કરી રહ્યા છે કાયમી શિક્ષકોની ભરતી કરવામાં આવે.. જ્ઞાન સહાયકનો વિરોધ તે કરી રહ્યા છે. આજે ગાંધીનગર ખાતે ટેટ ટાટ પાસ ઉમેદવારો આંદોલન કરવા માટે આવ્યા હતા. અને સરકાર વિરૂદ્ધ સૂત્રોચ્ચાર કર્યા હતા.