Gujarat Weather : રાજ્યના મોટા ભાગમાં જામશે વરસાદી માહોલ, જાણો 29 તારીખ સુધી ક્યાં માટે કરાઈ વરસાદની આગાહી? ક્યાં કેટલો નોંધાયો વરસાદ?


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-06-24 11:06:26

રાજ્યના મોટા ભાગના વિસ્તારોમાં વરસાદની ધમાકેદાર બેટિંગ જોવા મળી રહી છે. મોટા ભાગના વિસ્તારોમાં મેઘરાજા જોરદાર બેટિંગ કરી રહ્યા છે. વહેલી સવારથી અનેક વિસ્તારોના વાતાવરણમાં પલટો આવ્યો છે. સમગ્ર રાજ્યમાં જાણે મેઘમહેર જોવા મળી રહી છે. વરસાદનું આગમન થતા ઠંડક પ્રસરી છે. આ વખતે ચોમાસું અનેક દિવસો પહેલા આવી ગયું હતું પરંતુ જોઈએ તેવી રીતે વરસાદ વરસ્યો ન હતો. અનેક વિસ્તારો એવા હતા જ્યાં સારો વરસાદ વરસી રહ્યો હતો જ્યારે અનેક વિસ્તારો એવા હતા જે વરસાદની પ્રતિક્ષામાં હતા.

Image

Image


Image

મોટા ભાગના વિસ્તારોમાં જામ્યો વરસાદી માહોલ

આગામી દિવસોમાં રાજ્યનું હવામાન કેવું રહેશે તેની આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.. મોટા ભાગના સ્થળો પર વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. આજ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છમાં છુટાછવાયા સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે. જ્યારે જામનગર, સુરેન્દ્રનગર, મોરબી, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, પોરબંદરમાં અનેક વિસ્તારોમાં ઘણા સ્થળો પર ગાજવીજ સાથે હળવા વરસાદની આગાહી કરવામાં આવી છે. 

Image

Image


આજે આ વિસ્તારોમાં થઈ શકે છે મેઘરાજાની પધરામણી 

તે સિવાય બનાસકાંઠા. પાટણ. મહેસાણા, સાબરકાંઠા, અરવલ્લી, આણંદ, અમદાવાદ, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, નર્મદા, છોટા ઉદેપુર, સુરત, તાપી, ડાંગ, નવસારી, ભરૂચ, આણંદ, ખેડા, મહીસાગર, ગાંધીનગર સહિતના વિસ્તારોમાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. આવતી કાલ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છમાં છુટા છવાયા સ્થળો પર વરસાદ વરસી શકે છે જ્યારે મોરબી, દ્વારકા, જામનગર, રાજકોટ, બોટાદ, ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ, જૂનાગઢ, પોરબંદર, સુરેન્દ્રનગરના અમુક સ્થળો પર હળવો વરસાદ વરસી શકે છે. તે સિવાય બનાસકાંઠા, મહેસાણા, સાબરકાંઠા, પાટણ, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, તાપી, સુરત,નવસારી, વલસાડ, છોટા ઉદેપુર, અમદાવાદ, આણંદ, ખેડા, વડોદરા સહિતના અનેક વિસ્તારો મોટા ભાગના સ્થળો પર ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે.

Image

29 તારીખ સુધી ક્યાં વરસી શકે છે વરસાદ? 

26 તારીખ માટે કરવામાં આવેલી આગાહી અનુસાર કચ્છ સિવાયના તમામ જિલ્લાઓના થોડા સ્થળો પર હળવાથી મધ્યમ વરસાદ વરસી શકે છે. 27 તારીખની વાત કરીએ તો આ સ્થળોએ ગાજવીજ સાથે હળવો વરસાદ વરસી શકે છે જેમાં સાબરકાંઠા, ગાંધીનગર, અરવલ્લી, મહીસાગર, દાહોદ, પંચમહાલ, વડોદરા, આણંદ, છોટા ઉદેપુર, નર્મદા, ભરૂચ, તાપી, ડાંગ, સુરત, નવસારી, ખેડા, ભાવનગર, અમરેલી, જૂનાગઢ, ગીર સોમનાથ, અમદાવાદનો સમાવેશ થાય છે. તે સિવાય 28 તારીખ માટે પણ રાજ્યના મોટા ભાગોમાં છુટો છવાયો વરસાદ વરસી શકે છે તો ઘણા સ્થળો એવા છે જ્યાં ગાજવીજ સાથે વરસાદ વરસી શકે છે. 29 તારીખે પણ રાજ્યમાં વરસાદી માહોલ જામી શકે છે. 


ક્યાં કેટલો નોંધાયો વરસાદ? 

છેલ્લા 24 કલાકમાં ક્યાં કેટલો વરસાદ નોંધાયો તેની વાત કરીએ તો જૂનાગઢના મેંદરડામાં સૌથી વધારે વરસાદ નોંધાયો છે. 88 એમએમ વરસાદ ત્યાં પડ્યો છે. તે સિવાય દ્વારકાના ખંભાળિયામાં 71 એમએમ જેટલો વરસાદ નોંધાયો છે. છોટા ઉદેપુરના સંખેડામાં 64 એમએમ જ્યારે ડાંગના સુબિરમાં 63 એમએમ વરસાદ નોંધાયો છે. છેલ્લા 24 કલાકમાં ગુજરાતના 130 તાલુકામાં વરસાદ પડ્યો છે. મહત્વનું છે કે આજે પણ અનેક વિસ્તારોમાં સવારથી જ વરસાદી માહોલ જામ્યો છે. ત્યારે તમારે ત્યાં કેવું વાતાવરણ છે તે અમને કમેન્ટ બોક્સમાં જણાવજો..                 




અનેક ગુજરાતીઓ એવા હશે જેમને ગુજરાતી ભાષા બોલતા નથી આવડતી... ભાષાની જે મીઠાશ હોવી જોઈએ તેવી ભાષા લોકોને નથી આવડતી..

કોઈ લાંચ આપી, કોઈએ લીધી આ સાયકલ ચાલ્યા કરે કે કેમ કે બધાને એવું લાગે છે કે પૈસાથી બધુ ખરીદી શકાય.. આજે એવા એક કિસ્સા વિશે વાત કરવી છે જે જોઈ તમે ચોંકી જશો..વાત છે ગોધરાની જ્યાં જજ સાહેબને લાંચ આપવાની કોશિશ કરી છે એ પણ કોર્ટમાં....

સુરતથી એક દુ:ખદ ઘટના સામે આવી છે.. સુરતના સચિન પાલી ગામમાં ત્રણ બાળકોના મોત આઈસ્ક્રીમ ખાધા બાદ થયા છે તેવું પ્રાથમિક અનુમાન લગાવામાં આવી રહ્યું છે... આઈસ્ક્રીમ ખાધા બાદ તેમની તબિયત બગડી, હોસ્પિટલ ખસેડવામાં આવ્યા જ્યાં સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું...

વહેલી સવારે અને રાત્રે ઠંડીનો અહેસાસ થઈ રહ્યો છે... આગામી દિવસોમાં તાપમાનમાં થોડો ફેરફાર નોંધાઈ શકે છે તેવી વાત હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે... આગાહી અનુસાર બે ત્રણ દિવસ બાદ ગુજરાતમાં ઉત્તરના પવન ફૂંકાશે