Gujarat Weather : આગામી દિવસોમાં હવામાનમાં આવશે ફેરફાર કે રહેશે યથાવત? જાણો શું કહે છે હવામાન વિભાગની આગાહી?


  • Published By :
  • Published Date : 2024-04-22 18:19:27

એક તરફ ગરમીનો પ્રકોપ છે તો એક તરફ ગુજરાતના રાજકારણમાં ગરમાવો છે... ઉનાળામાં કાળઝાળ ગરમીનો અનુભવ લોકોને થવા લાગ્યો હતો. ઘરની બહાર નીકળતા પહેલા લોકોને વિચાર કરવો પડે છે તેવી પરિસ્થિતિ સર્જાઈ છે. તાપમાનનો પારો વધી રહ્યો હતો પરંતુ વચ્ચે કમોસમી વરસાદ આવ્યો અને તાપમાનનો પારો નીચે આવી ગયો. કમોસમી વરસાદને કારણે વાતાવરણમાં ઠંડક પ્રસરી છે જેને કારણે લોકોએ રાહતનો શ્વાસ લીધો છે પરંતુ આવનાર દિવસમાં આ ગરમીનું પ્રમાણ વધી શકે છે તેવું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે.



વાદળછાયા વાતાવરણને કારણે ગરમીથી મળી રાહત

ઉનાળાની શરૂઆત થતા જ કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને થવા લાગ્યો હતો. તાપમાનનો પારો સતત વધી રહ્યો હતો જેને કારણે લોકો ગરમીથી ત્રાહિમામ પોકારી ઉઠ્યા છે. આગામી દિવસોમાં ભીષણ ગરમીનો અહેસાસ લોકોને થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સના કારણે આકાશમાં વાદળછાયું વાતાવરણનો અહેસાસ થઈ રહ્યો છે. વાદળછાયા વાતાવરણને કારણે ગરમીના ત્રાસથી રાહત લોકોને મળી હતી પરંતુ આ રાહત માત્ર થોડા દિવસ માટે હતી.. પરંતુ આવનાર દિવસોમાં ફરી એક વખત ગરમીનો માર સહન કરવા તૈયાર રહેવું પડશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવમાં આવી છે. 



અનેક જગ્યાઓ પર તાપમાનનો પારો પહોંચ્યો 40 ડિગ્રીને પાર 

આ વર્ષની ગરમી આકરી સાબિત થશે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી હતી. આગાહી જાણે સાચી પણ સાબિત થઈ રહી છે તેવું લાગી રહ્યું છે. કાળઝાળ ગરમીનો અહેસાસ લોકોને હમણાંથી થઈ રહ્યો છે જેને કારણે ગરમીથી લોકો કંટાળી ગયા છે. અનેક જિલ્લાઓનું તાપમાન 40 ડિગ્રીને પાર પહોંચી ગયું હતું. સામાન્ય રીતે 40 ડિગ્રી ઉપર તાપમાન પહોંચી જતું હોય છે પરંતુ એક બે દિવસથી તાપમાનમાં ઘટાડો નોંધાયો છે. 



ક્યાં કટેલું નોંધાયું તાપમાન? 

જો રવિવારે નોંધાયેલા મહત્તમ તાપમાનની વાત કરીએ તો અમદાવાદમાં મહત્તમ તાપમાન 37.7 ડિગ્રી, ડીસામાં મહત્તમ તાપમાન 36.3 જ્યારે ગાંધીનગરમાં મહત્તમ તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું, તે સિવાય વલ્લભ વિદ્યાનગરનું તાપમાન 40.1, સુરતનું તાપમાન 37.5, વડોદરાનું તાપમાન 37.0 ડિગ્રી નોંધાયું હતું,વલસાડનું તાપમાન 38.4, ભાવનગરનું તાપમાન 38.2 ડિગ્રી, અમરેલીનું તાપમાન 38.2 ડિગ્રી નોંધાયું હતું. મહત્વનું છે કે થોડા દિવસો દરમિયાન તાપમાનમાં વધારે ફેરફાર નથી આવવાનો પરંતુ તે બાદ હિટ વેવની અસર જોવા મળી શકે છે અનેક વિસ્તારોમાં..


ગરમીથી બચવા માટે આ ઉપાયો કરવા જોઈએ... 

મહત્વનું છે ગરમીને કાપણે અનેક લોકો બિમાર પડી રહ્યા છે. હિટ સ્ટ્રોક લોકોને થઈ રહ્યો છે અને જેને કારણે બિમારીનો માર સહન કરવો પડી રહ્યો છે. ગરમીના પ્રકોપથી આપણું રક્ષણ થાય તે માટે વધારેમાં વધારે પાણી પીવું જોઈએ, લિક્વીડ પદાર્થનો ઉપયોગ કરવો જોઈએ... આપણે ડિ-હાઈડ્રેશનનો શિકાર ના બનીએ તેનું પણ ધ્યાન રાખવું જોઈએ..  




ગુજરાત સરકારની પાંચ વર્ષની ફિક્સ પેની નીતિનો કેસ છેલ્લા ૧૪ વર્ષથી સુપ્રીમ કોર્ટમાં પેન્ડિંગ છે ત્યારે , કર્મચારીઓ સુપ્રીમ કોર્ટના ચુકાદાની રાહ જોઈ રહ્યા છે. હવે , આ કેસને લઇને તાત્કાલિક ધોરણે સુનાવણી હાથ ધરાય તે માટે સુપ્રીમ કોર્ટના CJI સૂર્યકાન્તને ઈમેલ કરવામાં આવ્યો છે.

"રાજસ્થાનની જેમ ગુજરાતમાં પણ દર પાંચ વર્ષે સરકાર બદલાવી જોઈએ." આ શબ્દો છે , બનાસકાંઠાના MP ગેનીબેન ઠાકોરના. ગેનીબેન ઠાકોર દ્વારા આ નિવેદન થરાદમાં યોજાયેલી ધાર્મિક પદયાત્રા દરમ્યાન આપવામાં આવ્યું છે. ગેનીબેન ઠાકોરના આ નિવેદનથી ઉત્તર ગુજરાતનું રાજકારણ ગરમાઈ ગયું છે.

ભરૂચના સાંસદ મનસુખ વસાવા પોતાના આકરા સ્વભાવના લીધે અવારનવાર ચર્ચામાં રહે છે. કોઈક વાર તેઓ અધિકારીઓને ખખડાવતા હોય છે તો કોઈકવાર તેઓ જાહેર મંચ પરથી ધારાસભ્યોને ટકોર કરતા હોય છે. હવે તેમનો એક એવો વિડીયો સામે આવ્યો છે જેમાં મનસુખ વસાવાને SRP જવાન સાથે માથકૂટ થઇ છે. આ ઘટનાનો વિડીયો સોશ્યિલ મીડિયામાં ખુબ જ વાઇરલ થઇ રહ્યો છે.

વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે