બોલિવુડ ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મો હીટ થઈ રહી છે


  • Published By : Payal rathod
  • Published Date : 2022-09-12 14:17:41

એક તરફ બોલિવૂડમાં બોયકોટ ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે તો બીજી તરફ ગુજરાતી ફિલ્મો બોક્સ ઓફિસ પર સારું પ્રદર્શન કરી રહી છે. કોરોના મહામારીની અસરમાંથી ગુજરાતી ફિલ્મ ઇન્ડસ્ટ્રી બહાર આવી રહી છે. ફેસ્ટિવ વીકએન્ડ પર બોલિવૂડની ફિલ્મો કરતા ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું વેચાણ વધ્યું છે.ગુજરાતી ફિલ્મોની ટિકિટોનું વેચાણ થતાં ફિલ્મ એક્ઝિબિટરો એ રાહતનો શ્વાસ લીધો છે.

બોક્સ ઓફિસ પર ગુજરાત ફિલ્મોનું સારુ પ્રદર્શન

છેલ્લા છ મહિનામાં બોલિવુડની ફિલ્મોનું પ્રદર્શન બોક્સઓફિસ પર નબળું રહ્યું છે એવામાં ગુજરાતી ફિલ્મો ધૂમ મચાવી રહ્યા છે. વધુમાં વધુ દર્શકોને આકર્ષવામાં ગુજરાતી ફિલ્મો સફળ થઈ રહી છે. કોરોના મહામારીને કારણે થયેલા નુકસાનથી ઢોલીવૂડ બહાર આવી રહ્યું છે. તહેવારોની સિઝનમાં લોકો ગુજરાતી ફિલ્મો જોવાનું પસંદ કર્યું છે.

દિવાળીના તહેવારમાં મળશે વધુ દર્શકો

ઓગસ્ટ મહિનામાં અનેક તહેવારો આવ્યા હતા. રક્ષાબંધન અને સ્વાતંત્ર્ય દિનની રજાઓના લીધે લોન્ગ વીકએન્ડ લોકોએ એન્જોય કર્યો હતો. મળતી માહિતી મુજબ રજાઓ દરમિયાન બોલિવુડની ફિલ્મો કરતાં ગુજરાતી ફિલ્મોને વધુ દર્શકો મળ્યા હતા. હવે તહેવારોની સીઝન શરૂ થઈ રહી છે ત્યારે મલ્ટીપ્લેક્સ અને સિનેમા હોલના માલિકોને અપેક્ષા છે કે,  ગુજરાતી ફિલ્મો દિવાળીમાં વધુ સારી કમાણી કરશે.

Top 10 Gujarati Movies To Watch Online In 2022

આશ્ચર્યની વાતએ છે કે બોલિવુડના જાણીતા અભિનેતાઓની ફિલ્મો ફ્લોપ થઈ રહી છે. તેમની ફિલ્મો કરતાં પણ કેટલીક ગુજરાતી ફિલ્મોએ સારી કમાણી કરી છે. મળતા આંકડા મુજબ બોલિવુડ કરતાં ગુજરાતી ફિલ્મોની ટીકિટોમાં 35 ટકા કરતા વધારે વેચાઈ છે.

ગુજરાતી ફિલ્મ બની દર્શકોની પસંદ

કોરોના મહામારી બાદ ગુજરાતી ફિલ્મ ઈન્ડસ્ટ્રી ફરી એક વખત બેઠી થઈ રહી છે. 2022ની અનેક ગુજરાતી ફિલ્મો કહેવતલાલ પરિવાર, નાડી દોષ સહિતની ફિલ્મો દર્શકોને ગમી રહી છે. હાલમાં રિલીઝ થયેલી ફક્ત મહિલાઓ માટે ફિલ્મને દર્શકો પસંદ કરી રહ્યા છે.  



બનાસકાંઠા લોકસભા બેઠક રસપ્રદ એટલા માટે રહેવાની છે કારણ કે બંને પાર્ટીએ બહેનોને ટિકીટ આપી છે. ગેનીબેન ઠાકોર કોંગ્રેસના ઉમેદવાર છે જ્યારે ભાજપના ઉમેદવાર રેખાબેન ચૌધરી છે. એક બનાસની બેન તરીકે પ્રચાર કરી રહ્યા છે તો બીજા બનાસની દીકરી તરીકે પ્રચાર કરી રહ્યા છે.

ભાજપ દ્વારા લોકસભા ચૂંટણીને લઈ ઉમેદવારોના નામની જાહેરાત કરવામાં આવી ગઈ છે. અનેક દિગ્ગજ નેતાઓને ટિકીટ આપી છે. નિર્મલા સીતારમણે ચૂંટણી લડવાનો ઈન્કાર કર્યો છે અને એક કાર્યક્રમમાં તેમણે આ અંગે સ્પષ્ટતા કરી છે. એક ઈન્ટરવ્યુ દરમિાયાન તેમણે કહ્યું કે તેમની પાસે ચૂંટણી લડવાના પૈસા નથી...

લોકસભા ચૂંટણી પહેલા ગુજરાતમાં ચૂંટણીનો માહોલ જામ્યો છે. રાજકીય પક્ષો દ્વારા એક બીજા પર પ્રહાર કરવામાં આવી રહ્યા છે પરંતુ નેતાઓમાં અલગ જ પ્રકારનું યુદ્ધ ચાલી રહ્યું છે. એક બાદ એક નેતાઓ કવિતાઓ લખી રહ્યા છે. સોશિયલ મીડિયા પર અનેક નેતાઓએ કવિતાઓ શેર કરી છે..

ક્ષત્રિય સમાજનો રોષ રૂપાલાની સતત માફી પછી પણ શાંત નથી પડ્યો એવા સમયે ભારતીય જનતા પાર્ટીનું સંગઠન વચ્ચે પડીને નિરાકરણ લાવવા માટે નવી રણનીતિ સાથે મેદાને છે અને આ રણનીતિમાં મુખ્ય ભૂમિકા ભજવશે ગોંડલના પૂર્વ ધારાસભ્ય જયરાજસિંહ જાડેજા...