દક્ષિણ આફ્રિકામાં લૂંટના ઇરાદે થયેલી ગોળીબારમાં ગુજરાતીનું થયુું મોત, જંબુસરના યુવાનની થઈ હત્યા


  • Published By :
  • Published Date : 2023-02-21 12:02:09

રોજગારી અર્થે અનેક ભારતીયો વિદેશ જતાં હોય છે. પંરતુ આજકાલ એવી અનેક ઘટનાઓ સામે આવી રહી છે જેમાં ભારતીયોની હત્યા કરવામાં આવી રહી છે. ત્યારે આવી એક હત્યા ફરી એક વખત થઈ હોવાના સમાચાર સામે આવ્યા છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટના ઈરાદે આવેલા નિગ્રોએ ગોળી મારીને હત્યા કરી નાખી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવામાં આવી હતી. તે દરમિયાન નિગ્રો દ્વારા ભારતીય પર ગોળીબારી કરવામાં આવી હતી. સારવાર દરમિયાન તેમનું મોત નિપજ્યું હતું. 


ગુજરાતીનું ફાયરિંગમાં થયું મોત 

અનેક ભારતીયો રોજગાર અર્થે વિદેશ જતા હોય છે. પૈસા કમાવા માટે ગયેલા ભારતીયો અનેક વખત મોતને ભેટતા હોય છે. વિદેશમાં ભારતીયો પર હુમલા થવાની ઘટના સામે આવતી રહે છે. હુમલો થવાને કારણે અનેક લોકોના મોત થતા હોય છે. ત્યારે ફરી એક વખત ભારતીય પર હુમલો થવાની ઘટના સામે આવી છે. દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં લૂંટ કરવા આવેલા નિગ્રોએ ગોળી મારીને ગુજરાતીની હત્યા કરી હોવાની ઘટના સામે આવી છે. નિગ્રો દ્વારા ફોડ્સ બર્ગ ટાવરમાં લૂંટ ચલાવવામાં આવી હતી તે દરમિયાન રોજગારી અર્થે જોહનીસબર્ગ ગયેલો ભરૂચના યુવક પર હુમલો કર્યો હતો જેમાં તેનું મોત નિપજ્યું હતું. મોત નિપજતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે. 


પરિવારમાં છવાયો માતમ 

ભરૂચ જિલ્લાના જંબુસરનો જુબેર પટેલ ઉર્ફે જુબેર દેગ રોજગારી અર્થે દક્ષિણ આફ્રિકાના જોહનીસબર્ગમાં ગયો હતો. ફોડ્સ બર્ગ ટાવરમાં આવેલી એક મોબાઈલ શોપમાં તેઓ જોબ કરી રહ્યા હતા. ત્યારે સોમવારે નિગ્રો લૂંટના ઈરાદા સાથે ફોડ્સ બર્ગ ટાવરમાં ઘૂસ્યા હતા. જ્યાં દુકાનદારો અને ગ્રાહકોને બંદૂક બતાવી ધમકી આપી હતી. હથિયારો સાથે આવી પહોંચતા ત્યાં નાસભાગ થઈ હતી. ત્યારે ગોળીબાર કરવામાં આવ્યો અને જેમાં ગુજરાતીનું મોત થયું છે. સ્થાનિકો જુબરને તાત્કાલિક હોસ્પિટલ પહોંચાડે પૂર્વે જ તેનું મોત નિપજ્યું હતું. તેમનું મોત થતાં પરિવારમાં શોકની લાગણી વ્યાપી ઉઠી છે.           




રાજકોટ ગેમઝોન અગ્નિ કાંડ કે જેમાં RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયાને હવે સુપ્રીમ કોર્ટ દ્વારા રાહત આપવામાં આવી છે. રાજકોટ ગેમઝોન અગ્નિકાંડના આરોપી અને પૂર્વ TPO મનસુખ સાગઠીયાના જામીન સુપ્રીમ કોર્ટ તરફથી મંજુર કરવામાં આવ્યા છે. RMCના પૂર્વ TPO મનસુખ સાગઠીયા છેલ્લા સવા વર્ષથી જેલમાં બંધ હતા. તેમણે સુપ્રીમ કોર્ટમાં જામીન અરજી દાખલ કરી હતી જેના પર સુનાવણી કર્યા બાદ સુપ્રીમ કોર્ટે મનસુખ સાગઠીયાના જામીન મંજુર કર્યા છે.

રાજકોટના અનિરુદ્ધસિંહ જાડેજા કે જેઓ અવારનવાર સમાચારોમાં રહેતા હોય છે , તેમને હવે પૂર્વ MLA પોપટલાલ સોરઠિયાના કેસમાં સુપ્રીમ કોર્ટ તરફથી ઝટકો મળ્યો છે. અનિરુદ્ધસિંહ જાડેજાએ ગુજરાત હાઇકોર્ટનો જે સજામાંફીને લઇને જે ચુકાદો હતો તેને સુપ્રીમ કોર્ટમાં પડકાર્યો હતો પરંતુ , હવે રીબડાના અનિરુદ્ધસિંહ જાડેજાને સુપ્રીમ કોર્ટમાંથી પણ રાહત નથી મળી . સુપ્રીમ કોર્ટ તરફથી અનિરુદ્ધસિંહ જાડેજાને સરેન્ડર થવા માટે આદેશ આપવામાં આવ્યો છે.

આમ આદમી પાર્ટીમાં ભંગાણના એંધાણ છે , હવે અમદાવાદમાંથી ચેતન રાવલે આપમાંથી રાજીનામુ આપી દીધું છે . ચેતન રાવલ આમ આદમી પાર્ટીમાં નેશનલ જોઈન્ટ સેક્રેટરી હતા . ચેતન રાવલ કોંગ્રેસ છોડી આમ આદમી પાર્ટીમાં જોડાયા હતા . આ રાજીનામાનો પત્ર ચેતન રાવલે આમ આદમી પાર્ટીના પ્રદેશપ્રમુખ ઈસુદાન ગઢવીને સંબોધીને લખ્યો છે. ચેતન રાવલે રાજીનામુ આપવા પાછળ અંગત કારણ આગળ ધર્યું છે.

દેદિયાપાડાના MLA ચૈતર વસાવાની જામીન અરજી પર આજે ગુજરાત હાઇકોર્ટમાં સુનાવણી થવાની હતી. જેમાં હવે સમાચાર આવ્યા છે કે , ચૈતર વસાવાની જામીન અરજી પર આજે સુનાવણી નઈ થાય. ગુજરાત હાઇકોર્ટના વકીલોની હડતાળને કારણે સુનાવણી નહિ થાય. આજે ગુજરાત હાઇકોર્ટમાં ધારાસભ્ય ચૈતર વસાવાની જામીન અરજી પર સુનાવણી હાથ ધરાવવાની હતી . પરંતુ હવે વકીલોની હડતાળના કારણે આ સુનાવણી ટળી ગઈ છે . આમ હવે MLA ચૈતર વસાવાનો જેલવાસ લંબાયો છે .