Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના - થૅંક યૂ, ગૉડ ! મારી યોગ્યતા કરતાં તે મને..


  • Published By : Dimple Bhatt
  • Published Date : 2024-05-08 18:36:35

આપણે આપણા જીવનમાં એટલા બધા વ્યસ્ત થઈ ગયા છીએ કે આપણી પાસે જે છે તેના માટે ઈશ્વરનો આભાર નથી માનતા.. નાની નાની વાતોમાં સુખ રહેલું છે તે આપણે માનીએ તો પણ જીવનને જોવાનો આપણો અભિગમ બદલાઈ જાય છે.. જો આપણને રાત્રે સારી ઉંઘ આવી શકતી હોય, આપણે ખડખડાટ હસી શક્તા હોઈએ તો આપણે ઈશ્વરનો આભાર માનવો જોઈએ.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ચંદ્રકાન્ત બક્ષીની રચના...  




મારું મન

વિપરીત સ્થિતિમાં પણ

શાંત રહી શકતું હોય


હું ખડખડાટ

હસી શકતો હોઉં

અને

ઘસઘસાટ ઊંઘી શકતો હોઉં


મને ભૂખ

અને થાક

અને પ્યાસ

લાગી શકતાં હોય


મહારોગ

કે

દેવું ન હોય


મારું પોતાનું એક ઘર હોય

અને

એની નીચે મારાં સ્વજનો સાથે હું મારી દાલ ~ રોટી

ખાઈ શકતો હોઉં


વ્હીસ્કીનો એક પેગ લઈને

શનિવારની સાંજે

મને ગમતા મારા મિત્ર કે મિત્રો સાથે બેસીને

પ્રધાનમંત્રી દેવ ગૌડાને ગાળો બોલી શકતો હોઉં


તો


થૅંક યૂ, ગૉડ !

મારી યોગ્યતા કરતાં તે મને ઘણું વધારે આપી દીધું છે!


અને

જીવનના છેલ્લા દિવસ

સુધી બસ આટલું રહી શકે તો..


મરતી વખતે હું કહીશ..

લહેર પડી ગઈ, યાર !


– ચંદ્રકાંત બક્ષી




દરેકમાં ઈશ્વર રહેલા છે તેવું આપણે સામાન્ય રીતે માનતા હોઈએ છીએ. ઈશ્વરે આપણને બનાવ્યા છે.. ઈશ્વરે માણસને બનાવ્યો પરંતુ તે જ માણસ ઈશ્વરને મંદિરમાં સ્થાન આપે છે. ધર્મની અલગ અલગ વ્યાખ્યા આપણે ત્યાં લોકો કરતા હોય છે.

ગુજરાતની સહકારી મંડળીઓ અને સંઘોને નેશનલ કો-ઓપરેટિવ ડેવલપમેન્ટ કોર્પોરેશન એટલે કે એનસીડીસી દ્વારા લોન તેમજ ગ્રાન્ટના સ્વરૂપમાં નાણાકીય સહાય આપવામાં આવતી હોય છે. 2021-22માં નાણાકીય સહાયનો આંક રૂ. 37.40 કરોડ હતો જે 2023-24માં વધીને રૂ. 586.99 કરોડે પહોંચી ગયો છે.

ગુજરાતમાં ભારે વરસાદને કારણે અનેક વિસ્તારોનો પાણીમાં ઘરકાવ થઈ ગયો છે.. ભારે વરસાદને કારણે લોકોનું જીવન અસ્ત વ્યસ્ત થઈ ગયું છે. પાણી ભરાઈ ગયા છે જેને કારણે લોકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આગામી દિવસોમાં વરસાદ વરસી શકે છે તેવી આગાહી હવામાન વિભાગ દ્વારા કરવામાં આવી છે.

આપણે ગુજરાતમાં રહીએ છીએ, ગુજરાતની આપણી ભાષા છે.. પરંતુ અનેક લોકો ગુજરાતમાં જ એવા હશે જેમને ગુજરાતી બોલતા નહીં આવડતી હોય. અને જો થોડી થોડી આવડતી હોય છે તો પણ બરાબર બોલતા નથી આવડતું.