Gujarati Literature - સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના - બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે..


  • Published By :
  • Published Date : 2024-07-29 18:56:23

અનેક વખત આપણી સામે આવેલી સમસ્યા અત્યંત વિકટ બનવા લાગે છે, સમસ્યાની બહાર કેવી રીતે આવવું તેની ખબર નથી પડતી.. કયો નિર્ણય સાચો અને કયો નિર્ણય ખોટો તેની ખબર નથી પડતી. અનેક વખત એવું પણ બને કે અજાણ્યા લોકો આપણને મદદ કરે અને જાણીતા લોકો આપણી મદદ ના કરે.. સાહિત્યના સમીપમાં આજે પ્રસ્તુત છે ગની દહીંવાલાની રચના...  


બને એવું, સમસ્યાઓને પણ વિસ્મય થવા લાગે,

કશું અંધારમાં ઊગે, ને સૂર્યોદય થવા લાગે.


અધરના ગોખમાં બેઠાં રહે શબ્દોનાં પારેવાં,

પરસ્પર હોય ખામોશી અને નિર્ણય થવા લાગે.


રહે સરખું ધબકતું ત્યાં સુધી તો આપણું હૈયું,

અને ગૂંગળાય ત્યાંથી કોઈનો આશય થવા લાગે.


હવે પીનાર કે પાનારની નૈયતને શું રડવું ?

ભરેલો જામ ફૂટે ને તરસ અક્ષય થવા લાગે !


પ્રથમ આકાર પામે લાગણી સંબંધના સ્તર પર,

ન પામે માવજત મનની તો એ સંશય થવા લાગે.


નહીં પગલાં પડે તો શી દશા થાશે વિકટ પથની ?

મુસાફરના થશે શા હાલ ! જો નિર્ભય થવા લાગે.


‘ગની’,નિર્દોષ આશય છે હૃદય સાથે ઝઘડવાનો,

કે એમાં જે વસે છે એમનો પરિચય થવા લાગે.


-ગની દહીંવાલા 



વીજલાઇનની કામગીરીને લઇને ગુજરાતના ખેડૂતોમાં ભારે આક્રોશ છે. આજ મહિનાની શરૂઆતમાં ખેડૂતોના આક્રોશને શાંત કરવા માટે ગુજરાત સરકારે વીજલાઇનની કામગીરીમાં બજારભાવના બે ગણા વળતર આપવાની જાહેરાત કરતો પરિપત્ર બહાર પડ્યો તેમ છતાં ખેડૂતોમાં નારાજગી છે. મોરબી , પડધરી પછી આજે જામનગરના ખેડૂતો દ્વારા હજારોની સંખ્યામાં ભેગા થઇને કલેકટર કચેરીએ વીજલાઇનની કામગીરીની સામે આવેદનપત્ર આપવામાં આવ્યું છે

"પેલેટ ગનથી ઘાયલ થયેલા લોકોનો દિલ્હી સરકાર ઈલાજ કરાવે." આ શબ્દો છે સુપ્રીમ કોર્ટના. આજે CJI સૂર્યકાન્ત , ન્યાયમૂર્તિ જોયમાલ્યા બાગચી અને ન્યાયમૂર્તિ વી મોહનાની બેન્ચ દ્વારા ૨૦મી જુલાઈના રોજ પ્રદર્શનકારીઓ પર જે લાઠીચાર્જ થયો તેની પર સુનાવણી હાથ ધરાઈ છે. ૨૦મી જુલાઈના રોજ જયારે પ્રદર્શનકારીઓ દ્વારા સંસદ કૂચ કરવામાં આવી ત્યારે સુરક્ષાદળો દ્વારા ખુબ મોટાપાયે પેલેટગનનો હુમલો કરાયો છે જેમાં , ઘણા પ્રદર્શનકારીઓ ગંભીર રીતે ઘાયલ થયા છે.

એક મહિનામાં સિંહના હુમલા અને શંકાસ્પદ હુમલામાં ઓછામાં ઓછા સાત લોકોનાં મોત! અમરેલીથી લઈને ગિરનાર સુધી માનવ–સિંહ સંઘર્ષ કેમ વધી રહ્યો છે? સિંહ બદલાયો છે કે તેની આસપાસની ઇકોલોજી અને માનવીય પ્રવૃત્તિઓ બદલાઈ છે? વાંચો Jamawatનો વિશેષ અહેવાલ.

ગુજરાતમાં 30 જૂન 2026 સુધી ચોમાસાની સ્થિતિ, IMD forecast, દક્ષિણ ગુજરાતમાં ભારે વરસાદ, 3-5 જુલાઈની ચેતવણી અને ખેડૂત માટે મહત્વની માહિતી.