Gujarati Literature - સાહિત્યના સમીપમાં ખેડૂતને સમર્પિત છે રચના - છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો


  • Published By :
  • Published Date : 2024-09-16 16:14:47

આપણી આસપાસ એવા લોકો હશે જે ખાવાની કદર નહીં કરતા હોય... અન્નોનો અનાદર કરતા હોય.. થાળીમાં પીરસાતા ભોજનનો તીરસ્કાર કરતા હોય છે, અથવા તો એંઠું મૂકી દેતા હોય છે, પરંતુ આ સમયે તે નથી વિચારતા કે અન્નને તૈયાર કરવામાં કેટલો સમય લાગ્યો હશે અને કેટલી મહેનત લાગી હશે.. તાપ હોય, વરસાદ હોય કે શિયાળો હોય ખેડૂતો પોતાના કામથી ક્યારેય પાછા નથી હટતા.. ગમે તેવી પરિસ્થિતિ કેમ ના હોય તે અનાજ ઉગાડે છે.. ત્યારે સાહિત્યના સમીપમાં પ્રસ્તુત છે ખેડૂતને સમર્પિત રચના... આ રચના કોની છે તેની ખબર નથી જો તમને ખબર હોય તો અમને કમેન્ટમાં જણાવજો.. 


રાખમાંથી રોજ બેઠો થાઉં એવી જાત છું

સાવ મામુલી ના ગણશો હું જગતનો તાત છું..


ભૂખને, ભૂંડી તરસમાં તો ખપાવી જીંદગી,

ધોમધખતા તાપમાં શીતલ રહું એ વાત છું


છે ખજાનો ખેતરે મારો સદાએ છાંયડો

ગોદ ધરતીની મળે નિરાંતની તો રાત છું


વાદળાની છે અદેખાઈ ને જામે માવઠું

હોઠ સુધી કોળિયો હોને મળે એ લાત છું


હોય છે ને આશ, એ તાકી રહેતી આંખમાં

પણ બજારે દામ આ મોલાત ના હું જ્ઞાત છું


વારસાઈમાં બળદ બે એક કેવળ કોશ છે

પણ મહેનતમાં જનાવર જેવડી હું નાત છું.


નીતઆમાં વાવણીનો જોગ હોવાનો નથી,

કુદરતનાં આ લખેલા નિયમે હું માત છું...



ભારતના રક્ષામંત્રી રાજનાથ સિંહ વડાપ્રધાન નરેન્દ્ર મોદીને ૭ લોકકલ્યાણ માર્ગ પર મળીને નીકળ્યા છે. આ પેહલા રક્ષામંત્રી રાજનાથ સિંહ ગયિકાલે ચીફ ઓફ ડિફેન્સ સ્ટાફ અનિલ ચૌહાણને મળ્યા હતા. સાથે જ તેમણે ભારતની ભવિષ્યની રણનીતિ વિશે ચર્ચા કરી હતી. તો હવે આજે જમ્મુ કાશ્મીર વિધાનસભાનું વિશેષ સત્ર બોલાવવામાં આવ્યું છે. જેમાં બધા જ પક્ષોએ એક જ સૂરમાં આ આતંકવાદી હુમલાનો વિરોધ કર્યો છે.

ગુજરાત સરકાર, ગુજરાત ઈન્ડસ્ટ્રીયલ ડેવલપમેન્ટ કોર્પોરેશન અને મુંબઈ સ્થિત અમેરિકન કોન્સ્યુલેટના સંયુક્ત ઉપક્રમે અમદાવાદમાં ૨૫ એપ્રિલે યોજાઈ સેમિકન્ડક્ટર કોન્ફરન્સ, જેમાં ઉદ્યોગના નિષ્ણાંતો હિસ્સો બન્યા અને સેમિકન્ડક્ટર રાઉન્ડ ટેબલમાં વિવિધ વિષયોની ચર્ચા કરાઈ, આ કાર્યક્રમમાં ઈન્ડો અમેરિકન ચેમ્બર ઓફ કોમર્સ પણ હિસ્સો બન્યું હતુ.

૧લી મે એટલે , આપણા ગુજરાતનો સ્થાપના દિવસ . આપણા ગુજરાતીઓ માટે મતલબ થાય છે ખાલી ક્રિકેટ . પરંતુ હવે અમદાવાદના કાંકરિયા સ્થિત ટ્રાન્સસ્ટેડિયામાં ગુજરાત સ્ટેટ ફૂટબોલ એસોસિયએશન દ્વારા ૧લી મેં થી ૧૩મી મેં સુધી ગુજરાત સુપર લીગનું આયોજન કરેલું છે

લોકસભાના વિરોધ પક્ષના નેતા રાહુલ ગાંધી જમ્મુ કાશ્મીરની મુલાકાતે પહોંચ્યા છે. સૌ પ્રથમ તેમણે રાજધાની શ્રીનગરના આર્મી હોસ્પિટલની મુલાકાત લીધી છે. આ ઉપરાંત તેમણે જમ્મુ કાશ્મીરના મુખ્યમંત્રી ઓમર અબ્દુલ્લાહની અને LG મનોજ સિંહની પણ મુલાકાત લીધી છે .